ઉંમરમાં છે એક સરખા પરંતુ લૂકમાં છે જમીન-આસમાન નો ફેર, જાણો કોણ કોણ છે તેમાં શામેલ

બોલિવુડ

એંટરટેનમેંટ ઈંડસ્ટ્રીમાં ફિટનેસ અને લૂકને ખૂબ મહત્વ આપવામાં આવે છે. ઈંડસ્ટ્રીમાં ટકવા માટે જેટલું જરૂરી ટેલેંટ છે તેટલું જ જરૂરી સુંદર અને ફિટ દેખાવું પણ છે. ચાહકો માત્ર તેમના ફેવરિટ સ્ટાર્સ જેવા બનવા જ ઈચ્છતા જ નથી, પરંતુ તેમને ફોલો પણ કરે છે. લોકો જાણવા ઈચ્છે છે કે સ્ટાર્સ એવું તે શું કરે છે, જેનાથી તે ફિટ અને સ્વસ્થ રહે છે. આટલું જ નહીં, તેઓ તેમની પાસેથી ફિટનેસ ટિપ્સ અને બ્યૂટી સીક્રેટ્સની સાથે-સાથે ફિટ રહેવાની ટિપ્સ વિશે પણ જાણવા ઈચ્છે છે. ઘણા સેલેબ્સ છે જેઓ તેમની ફીટનેસનું વિશેષ ધ્યાન રાખે છે. આ તેમની ફિટનેસનો જ કમાલ છે કે તેમને જોઈને કોઈપણ તેમની ઉંમરનો અંદાજ લગાવી શકતા નથી. ચાલો જાણીએ સમાન ઉંમરના અલગ અલગ સ્ટાર્સ વિશે.

44 વર્ષની ફિટનેસ: ફિટનેસમાં એવું જ એક નામ છે શિલ્પા શેટ્ટીનું. શિલ્પા શેટ્ટી અને સ્મૃતિ ઈરાની બંનેની ઉંમર લગભગ 44 વર્ષ છે. શિલ્પાનો યોગ પ્રત્યેનો પ્રેમ કોઈથી છુપયો નથી. આ માટે તેણે પોતાની સીડી પણ બનાવી છે. જોકે સમાન ઉંમરની આ બંને અભિનેત્રીની ફિટનેસમાં જમીન-આસમાનનો ફેર છે.

45 વર્ષમાં અલગ-અલગ ફિટનેસ: ખરેખર રિતિક રોશન અને રામ કપૂર બંને 45 વર્ષનાં છે. પોતાની પહેલી ફિલ્મથી જ રિતિકે પોતાની બોડીથી કરોડો લોકોનાં દિલ જીતી લીધાં હતાં. ફિટનેસની બાબતમાં રિતિક અને રામ કપૂરનો કોઈ મેળ નથી.

70 વર્ષનો એટિટ્યૂડ: જણાવી દઇએ કે હેમા માલિની અને ફરીદા જલાલ બંને 70 વર્ષની ઉંમરને પાર કરી ચુકી છે. હેમા માલિનીએ પોતાની ફિટનેસને જાળવી રાખી છે.

56 વર્ષની ઉંમરમાં પણ સુંદર: તો શાહરૂખ અને આદિત્ય પંચોલી બંને લગભગ 56 વર્ષનાં છે. શાહરૂખ આજે પણ એકદમ ફિટ છે અને ફિલ્મોમાં મુખ્ય ભુમિકા નિભાવે છે. શાહરૂખ ખાન ખાવા-પીવાના શોખીન છે પરંતુ તે લિમિટમાં રહે છે અને ફિટ રહે છે.

40 વર્ષનો કમાલ: ખરેખર ગ્રેસી સિંહ અને કરીના કપૂર બંને 40 વર્ષની છે. કરીના એક બાળકની માતા પણ છે અને હાલમાં તે પ્રેગ્નેંટ પણ છે. લુક અને ફિટનેસની બાબતમાં કરીના ગ્રેસી કરતા વધુ યંગ દેખાય છે.

1 thought on “ઉંમરમાં છે એક સરખા પરંતુ લૂકમાં છે જમીન-આસમાન નો ફેર, જાણો કોણ કોણ છે તેમાં શામેલ

Leave a Reply

Your email address will not be published.