સાઉથ ફિલ્મોની સુંદર અભિનેત્રી સામંથા રૂથ પ્રભુને કોણ નથી ઓળખતું. તે માત્ર સાઉથમાં જ નહીં પરંતુ નોર્થ ઈંડિયામાં પણ લોકપ્રિય છે. સામંથા પોતાની એક્ટિંગથી વધુ પોતાના અંગત જીવનને લઈને વધુ ચર્ચામાં રહે છે. ખાસ કરીને તેના લવ અફેર, લગ્ન અને છૂટાછેડાના સમાચાર સૌથી વધુ હેડલાઇન્સમાં રહે છે.
બીજી વખત લગ્ન કરશે સામંથા? સામંથાએ 2017માં સાઉથ ફિલ્મોના સુપરસ્ટાર નાગા ચૈતન્ય સાથે લગ્ન કર્યા હતા. પરંતુ આ લગ્ન લાંબા સમય સુધી ટકી શક્યા નહીં. બંનેના 2021માં છૂટાછેડા થઈ ગયા. આ લગ્ન તૂટવાથી ચાહકોનું દિલ પણ તૂટી ગયું. સાથે જ સામંથાના માતા-પિતાને પણ પુત્રી કુંવારી હોવાની ચિંતા થવા લાગી છે. હવે સમાચાર છે કે તે પુત્રી પર બીજા લગ્ન માટે દબાણ કરી રહ્યા છે.
માતા-પિતાના પ્રેસર પછી, સામંથા પણ બીજા લગ્ન કરવાનું વિચારી રહી છે. તેણે કહ્યું કે તેના માતા-પિતા ખૂબ દુઃખમાં છે. તે માતા-પિતાનું દુઃખ જોઈ શકતી નથી. તેથી તે ભવિષ્યમાં બીજા લગ્ન જરૂર કરશે. પરંતુ સામંથાએ પોતાના બીજા લગ્ન માટે થોડો સમય માંગ્યો છે. અત્યારે તે પોતાની કારકિર્દી પર વધુ ધ્યાન આપવા ઈચ્છે છે. તેની જોલીમાં અત્યારે ઘણી ફિલ્મો છે.
જણાવ્યું કેવો પતિ જોઈએ: સામંથાએ પોતાના માતા-પિતાને ભરોસો આપતા કહ્યું છે કે જો તેને સારો છોકરો મળે છે, તો તે લગ્ન કરશે. તે એવા છોકરાની શોધમાં છે જે તેની પર્સનલ લાઈફની સાથે સાથે પ્રોફેશનલ લાઈફનું પણ સન્માન કરે. હવે સામંથાના બીજા લગ્ન કરવાના સમાચાર તમિલ ફિલ્મ ઈંડસ્ટ્રીમાં ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.
બીજી તરફ, સામંથાના પૂર્વ પતિ નાગા ચૈતન્ય પણ બીજા લગ્ન કરવાના સમાચારને લઈને ચર્ચામાં છે. સમાચારોનું માનીએ તો તે પણ થોડા મહિનામાં લગ્ન કરી શકે છે. નાગા ચૈતન્યનું લવ અફેયર તેની કો-સ્ટાર દિવાંશા કૌશિક સાથે ચાલી રહ્યું છે. બંને લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યાં છે. જો કે બંનેએ પોતાના સંબંધ અથવા લગ્નને લઈને કોઈ ઓફિશિયલ ઘોષણા કરી નથી.
રસપ્રદ વાત એ છે કે અભિનેત્રીએ નાગા ચૈતન્ય અને સામંથા સાથે ફિલ્મ ‘મજિલી’માં કામ કર્યું છે. આ ફિલ્મમાં તે નાગાની ગર્લફ્રેન્ડ બની હતી. જ્યારે સામંથા તેની પત્નીના રોલમાં હતી. હાલમાં ચાહકો નાગા ચૈતન્ય અને સામંથા બંનેના બીજા લગ્નને લઈને ખુશ જોવા મળી રહ્યા છે. આ રીતે બંને સ્ટાર્સનું ઘર ફરીથી વશી જશે.