છૂટાછેડા પછી વિદેશમાં ફરી રહી છે સામંથા, બરફમાં લગાવી દૌડ, જુવો તેનો આ વીડિયો

બોલિવુડ

દક્ષિણ ભારતીય ફિલ્મોની પ્રખ્યાત અભિનેત્રી સામંથા રૂથ પ્રભુ આ દિવસોમાં વિદેશમાં છે. ભારતમાં જ્યાં શિયાળાની ઋતુમાં લોકો થરથરી રહ્યા છે, તો વિદેશમાં અભિનેત્રી બરફની વચ્ચે એન્જોય કરી રહી છે. જણાવી દઈએ કે તાજેતરમાં જ સમંથા રૂથ પ્રભુ સ્વિટ્ઝરલેન્ડ પહોંચી હતી.

જણાવી દઈએ કે સામંથા સ્વિટ્ઝરલેન્ડના વર્બિયરમાં છે અને તે ત્યાં ક્વાલિટી ટાઈમ સ્પેંડ કરી રહી છે. વર્બિયરમાં રજાઓ માણી રહેલી સામંથાએ તેની ઝલક પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી પણ શેર કરી છે. તાજેતરમાં જ તેનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં અભિનેત્રી સ્કીંગ કરતા જોવા મળી રહી છે.

સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ જોવા મળતી અભિનેત્રી સામંથાએ તાજેતરમાં જ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક ફની વીડિયો શેર કર્યો છે. વીડિયો શેર કરતી વખતે તેણે તેના સ્કીંગ ટ્રેનરને પણ ટેગ કર્યા છે. આ સાથે જ એક કેપ્શન પણ આપ્યું છે. તેણે લખ્યું છે કે, ‘100 ફોલ્સ માંથી એક હું: કેટ (ટ્રેનર) મને બચાવો’.

વીડિયોમાં તમે જોઈ શકો છો કે સામંથા બરફ પર એન્જોય કરી રહી છે. તે બ્લેક જેકેટ, વ્હાઈટ પેન્ટ અને મેચિંગ હેલ્મેટમાં જોવા મળી રહી છે. શરૂઆતમાં તે બરફ પર દોડતા જોવા મળે છે પરંતુ સામંથા વિડિયોના અંતમાં પડી જાય છે. તેનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જોવામાં આવી રહ્યો છે.

એક અઠવાડિયા પહેલા સામંથાએ પોતાની એક તસવીર પણ શેર કરી હતી. તે તસવીર પણ સ્કીંગના સમયની હતી. સામંથાના વીડિયો પર ચાહકો ખૂબ કમેન્ટ પણ કરી રહ્યા છે. તેના વીડિયોને અત્યાર સુધીમાં 8 લાખ 75 હજારથી વધુ લાઈક્સ મળી ચૂકી છે.

 

View this post on Instagram

 

A post shared by Samantha (@samantharuthprabhuoffl) 

એક યુઝરે કમેન્ટ કરતા લખ્યું છે કે, “તમારા માટે ખૂબ જ ખુશ છું”. અન્ય યુઝરે કમેન્ટ કરી કે, “અમેઝિંગ”. સાથે જ ઘણા યુઝર્સે કમેન્ટમાં હાર્ટ ઈમોજી તો કોઈએ ફાયર અને લાફિંગ ઈમોજી કમેન્ટ કર્યા છે.

નોંધપાત્ર છે કે સામંથા ભૂતકાળમાં પોતાના છૂટાછેડાને કારણે ખૂબ હેડલાઇન્સમાં રહી હતી. વર્ષ 2017માં સામંથાએ અભિનેતા નાગા ચૈતન્ય સાથે લગ્ન કર્યા હતા અને વર્ષ 2021માં બંનેએ છૂટાછેડા લીધા હતા.

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો સામંથા તાજેતરમાં આવેલી બ્લોકબસ્ટર ફિલ્મ ‘પુષ્પા’ના ગીત ‘ઓઓ અંટાવા’માં જોવા મળી હતી. આ ગીત સુપરહિટ થઈ ચુક્યું છે અને તેમાં સામંથાના ડાન્સ સ્ટેપ્સની ખૂબ ચર્ચા થઈ રહી છે. સામંથાને માત્ર ત્રણ મિનિટના આ ગીત માટે 5 કરોડ રૂપિયાની મોટી ફી મળી છે.