એક સમયે ખાવા માટે પણ પૈસા ન હતા, અભ્યાસ ન કરી શકી પૂર્ણ, આજે આટલી અધધધ સંપત્તિની છે માલિક

બોલિવુડ

સમંથા રૂથ પ્રભુ દક્ષિણ ભારતીય સિનેમાની ચર્ચિત અને લોકપ્રિય અભિનેત્રી છે. સાથે જ તે ખૂબ જ સુંદર પણ છે. આ સુંદર અભિનેત્રી હવે અવારનવાર પોતાના અંગત જીવનને લઈને હેડલાઈન્સનો ભાગ બની જાય છે. આ વાત દરેક વ્યક્તિ જાણે છે કે તે છૂટાછેડા લઈ ચૂકી છે.

સામંથાએ ગયા વર્ષે અભિનેતા નાગા ચૈતન્ય સાથે છૂટાછેડા લીધા હતા. છૂટાછેડા લીધા પછી, બંને કલાકારોએ પોતાના રસ્તા અલગ કરી લીધા હતા. જોકે હવે બંને પોતાના અંગત જીવનમાં ખૂબ આગળ વધી ચુક્યા છે. બંને પોતપોતાના કામમાં વ્યસ્ત છે. તાજેતરમાં, સામંથા નાગા અને તેના પરિવારને પોતાના લગ્નની સાડી પરત કરવાને કારણે ચર્ચામાં આવી હતી.

જણાવી દઈએ કે નાગા અને સામંથા લગ્ન પહેલા એકબીજાને ડેટ કરતા હતા. થોડા સમય સુધી ડેટિંગ કર્યા પછી બંને કલાકારોએ લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો. વર્ષ 2017માં બંનેએ ગોવામાં ધામધૂમથી લગ્ન કર્યા હતા. બંનેના લગ્ન હિન્દુ અને ક્રિશ્ચિયન રીતિ-રિવાજ મુજબ થયા હતા.

લગ્ન પછી નાગા અને સામંથા વચ્ચે બધુ બરાબર ચાલી રહ્યું હતું. બંનેની જોડી દક્ષિણ ભારતીય સિનેમામાં પણ ખૂબ લોકપ્રિય બની હતી, જોકે ગયા વર્ષે ઓક્ટોબર મહિનામાં તેમના છૂટાછેડાના સમાચારે દરેકને ચોંકાવી દીધા હતા. બંનેએ ઓક્ટોબર 2021માં સોશિયલ મીડિયા દ્વારા છૂટાછેડાની ઘોષણા કરી હતી.

છૂટાછેડાના લગભગ પાંચ મહિના પછી, સામંથાએ હવે સાડી પણ પરત કરી દીધી છે જે સાડી તેણે પોતાના લગ્નમાં પહેરી હતી. તે સાડીનો સંબંધ નાગાની દાદી સાથે હતો. નોંધપાત્ર છે કે, આજે દેશભરમાં સામંથા ઓળખ ધરાવે છે અને તે એક લક્ઝરી જીવન જીવે છે, જો કે એક સમય એવો હતો જ્યારે તેના દિવસો ગરીબીમાં પસાર થતા હતા. તેમની પાસે ખાવા માટે પણ પૈસા ન હતા.

34 વર્ષની સામંથાનો જન્મ 28 એપ્રિલ 1987ના રોજ તમિલનાડુની રાજધાની ચેન્નાઈમાં થયો હતો. તે એક મધ્યમ વર્ગીય પરિવાર સાથે સંબંધ ધરાવતી હતી. તેને શરૂઆતથી જ આર્થિક સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો. તેની પાસે 12મા ધોરણથી આગળના અભ્યાસ માટે પૈસા ન હતા. શરૂઆતમાં તે પૈસા માટે મોડલિંગ કરતી હતી.

સામંથાની ફિલ્મી કારકિર્દીની શરૂઆત વર્ષ 2010 માં થઈ હતી. આ દરમિયાન તેની પહેલી ફિલ્મ ‘યે માયા ચેસાવે’ રીલિઝ થઈ હતી. અત્યાર સુધીમાં સામંથા પોતાની 12 વર્ષની ફિલ્મી કારકિર્દીમાં લગભગ 65 ફિલ્મોમાં કામ કરી ચુકી છે. આ દરમિયાન તેણે સારું નામ કમાવવાની સાથે ખૂબ સંપત્તિ પણ બનાવી છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ સામંથા લગભગ 80 કરોડની સંપત્તિની માલિક છે.

સામંથાના વર્ક ફ્રન્ટ પર નજર કરીએ તો, તે તાજેતરમાં અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદાનાની બ્લોકબસ્ટર ફિલ્મ ‘પુષ્પાઃ ધ રાઇઝ’માં જોવા મળી હતી. તેણે આ ફિલ્મમાં માત્ર ‘ઓઓ અંતવા ઓઓ ઓઓ અંતવા’ ગીત પર ડાન્સ કર્યો હતો, તેનો ડાન્સ ખૂબ જ પસંદ કરવામાં આવ્યો હતો. માત્ર એક આઇટમ નંબર માટે તેને 5 કરોડ રૂપિયાની મોટી ફી મળી હતી. જણાવી દઈએ કે સામંથા તાજેતરમાં જ વેબસીરીઝ ‘ફેમિલી મેન 2’માં પણ જોવા મળી હતી. તે તમિલ વિદ્રોહીની ભૂમિકામાં જોવા મળી હતી.