રોહિત શર્માની પુત્રી સમાયરા છે ખૂબ જ ક્યૂટ, જુવો પિતા-પુત્રીની સુંદર તસવીરો

રમત-જગત

તમને જણાવી દઈએ કે રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના ખૂબ મોટા ખેલાડી છે અને હવે તે ટીમ ઈન્ડિયાના કેપ્ટન પણ છે. રોહિત શર્માએ ક્રિકેટના ક્ષેત્રમાં જેટલું નામ કમાવ્યું છે તેટલા જ તે અંગત જીવનમાં પણ પોતાની તમામ જવાબદારીઓ સારી રીતે નિભાવે છે.

રોહિત શર્માએ પોતાની લોંગ ટાઈમ ગર્લફ્રેન્ડ સાથે લગ્ન કર્યા છે અને હવે તેઓ તેમની પત્ની સાથે ખૂબ જ સુખી જીવનમાં સેટલ થઈ ગયા છે. રોહિત શર્માને એક પુત્રી પણ છે જેનું નામ સમાયરા શર્મા છે અને તે જોવામાં ખૂબ જ ક્યૂટ છે.

સમાયરાનો જન્મ 30 ડિસેમ્બર 2018 ના રોજ થયો હતો જ્યારે રોહિત શર્મા ઓસ્ટ્રેલિયા દોર પર હતા ત્યારે તેમની પત્ની રિતિકાએ મુંબઈમાં તેમના પહેલા બાળકને જન્મ આપ્યો હતો.

રોહિત શર્મા પોતાની પુત્રીને ખૂબ પ્રેમ કરે છે અને અવારનવાર સોશિયલ મીડિયા પર તેમની પોતાની પુત્રી સાથેની તસવીરો વાયરલ થતી રહે છે.

રોહિત શર્માની પત્ની રિતિકા સજદેહ સાથે પણ ઘણી વખત તેમની પુત્રી જોવા મળે છે અને ક્રિકેટના મેદાનમાં પોતના પિતાને સમાયરા સપોર્ટ કરતા પણ જોવા મળે છે. જો કે સમાયરા શર્મા લાઈમલાઈટમાં નથી રહેતી કારણ કે તે સોશિયલ મીડિયાથી દૂર રહે છે. પરંતુ ચાહકો અવારનવાર તેના પિતા સાથે તેની તસવીર સોશિયલ મીડિયા પર શેર કરતા રહે છે.

જે ખૂબ જ પસંદ કરવામાં આવે છે. સમાયરા હવે મોટી થઈ ગઈ છે અને તેના પિતાની જેમ ગોલમટોલ દેખાય છે.