સુંદરતાની બાબતમાં માતા કરિશ્મા કપુરને પાછળ છોડી ચુકી છે પુત્રી સમાયરા, જુવો તેની સુંદર તસવીરો

બોલિવુડ

બોલિવૂડ આજે ખૂબ આગળ વધી ચુક્યું છે, નવી-નવી અભિનેત્રીઓ બોલીવુડમાં આવી રહી છે. પરંતુ એક સમય એવો હતો જ્યારે કરિશ્મા કપૂર પોતાના જલવા ફેલાવતી હતી. ગોવિંદા અને કરિશ્માની જોડી દરેકને પસંદ આવતી હતી. આજે પણ કરિશ્મા કપૂરની ફેન ફોલોઈંગ ખૂબ વધારે છે.

આજે આપણે વાત કરીશું કરિશ્મા કપૂરની પુત્રી સમાયરા કપૂર વિશે. સમાયરા કરિશ્માની જેમ જ ઝૂબ જ સુંદર છે. તેની સુંદરતા બોલિવૂડની ઘણી અભિનેત્રીઓને ટક્કર આપે છે. જોકે, સમાયરાને ઘણા લોકો ઓળખતા નથી. તેથી જ અમે તમારા માટે આ આર્ટિકલ લાવ્યા છીએ. તો ચાલો જાણીએ સમાયરા વિશે.

સમાયરા કપૂર લાઈમલાઈટથી દૂર રહે છે પરંતુ તેની કોઈને કોઈ તસવીર સોશિયલ મીડિયા પર આવતા જ આગની જેમ ફેલાઈ જાય છે. સમાયરા કપૂર સુંદરતાની બાબતમાં પોતાની માતા કરિશ્મા કપૂર અને માસી કરીના કપૂરને ટક્કર આપે છે. સમાઈરા સ્ટાર કિડ હોવા છતાં પણ આ ફિલ્મ સિટીથી અંતર બનાવીને રાખે છે.

સમાયરા કપૂરે પોતાનું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પણ પ્રાઈવેટ રાખ્યું છે. આવી સ્થિતિમાં, કરિશ્મા કપૂરની લાડલી પુત્રીની તસવીર જોવા માટે ચાહકો આતુરતાથી રાહ જુવે છે. જો કે, સમાચાર એવા પણ આવી રહ્યા છે કે સમાયરા કપૂર ટૂંક સમયમાં બોલિવૂડમાં ડેબ્યૂ કરી શકે છે. સમાયરાએ અનન્યા પાંડેની બહેન દ્વારા નિર્દેશિત શોર્ટ ફિલ્મમાં પણ કામ કર્યું છે.

સમાયરા અવારનવાર મીડિયાના કેમેરામાં માતા કરિશ્મા સાથે જોવા મળે છે. સમાયરાની મોટાભાગની તસવીરો તેની માતા કરિશ્મા સાથે જોવા મળે છે. સોશિયલ મીડિયા પર ઘણા સ્ટારકિડ્સના જલવા છે, પરંતુ સમાયરા ક્યાંકને ક્યાંક આ બધી ચીજોથી દૂર રહે છે. જોકે તે ખૂબ જ ગ્લૈમરસ દેખાય છે, પરંતુ બોલીવુડમાં આવ્યા પછી તે પોતાની માતાની જેમ ચાહકોને પોતાની તરફ આકર્ષિત કરી શકશે.

કરિશ્મા કપૂર અને સંજ્યના છૂટાછેડા પછી, કરિશ્મા કપૂરે પોતાના બાળકોની કસ્ટડી લીધી હતી, પરંતુ ઘણી વખત સંજય કપૂર તેના બાળકોને મળવા આવતા રહે છે. હાલમાં, સંજયે બાળકોના નામે 10 લાખ રૂપિયાનું ટ્રસ્ટ બનાવ્યું છે, સાથે જ તેમણે કરિશ્માને ડુપ્લેક્સ પણ આપ્યો હતો. બાળકોના અભ્યાસનો ખર્ચ પણ સંજય ઉઠાવી રહ્યા છે. હાલમાં સમાયરા ધૂરૂભાઈ અંબાણી સ્કૂલમાં પોતાનો અભ્યાસ પૂર્ણ કરી રહી છે. સમાયરા પોતાના પિતાની ખૂબ જ નજીક છે અને તેના પિતા સાથે વધુમાં વધુ સમય પસાર કરવા માટે તેમને મળવા જાય છે.

સમાયરા તેની માસી કરીના કપૂરની ખૂબ જ નજીક છે. સમાયરા ઘણી વખત તેની માસીને મળવા જાય છે. સમાયરા કરીનાના બાળકો તૈમુર અને જેહની પણ ખૂબ જ નજીક છે.