અપાઈ ગયા હતા સલમાનના લગ્નના કાર્ડ, આ અભિનેત્રી સાથે લેવાના હતા ફેરા, પરંતુ આ કારણે ન થઈ શક્યા લગ્ન

બોલિવુડ

હિન્દી સિનેમાના સૌથી લોકપ્રિય અને પ્રખ્યાત કલાકારોમાંના એક અભિનેતા સલમાન ખાન ખૂબ જ જલ્દી તેની ઉંમરના 55 મા તબક્કે પહોંચવા જઈ રહ્યા છે. સલમાન ખાન હંમેશાથી ઈન્ડસ્ટ્રીમાં ચર્ચામાં રહે છે. પછી ભલે વાત તેની એક્ટિંગની હોય કે તેની ફિટનેસની હોય, કે પછી તેની ફિલ્મોની.

સલમાન ખાન આ બધા સિવાય અન્ય એક વાતને લઈને ચર્ચામાં રહે છે અને તે વાતનું ચર્ચામાં રહેવું પણ વ્યાજબી છે. 54 વર્ષની ઉંમરે પણ સલમાન ખાન કુંવારા છે અને ઘણીવાર તેમની સામે આ સવાલ આવે છે કે તેમને લગ્ન શા માટે નથી કર્યા. આજ સુધી સલમાન ખાન પણ આ અંગે કોઈ સ્પષ્ટ જવાબ આપી શક્યા નથી. સલમાન આજ સુધી કુંવારા છે અને હજી પણ એવું લાગતું નથી કે તે લગ્નમાં બંધાશે. જોકે એક સમય એવો હતો જ્યારે સલમાન ખાન લગ્ન બનવા માટે તૈયાર હતો. તેમના લગ્નના કાર્ડ પણ વેંચાઈ ચુક્યા હતા. તેઓ ઘોડી ચઢવા માટે તૈયાર હતા, જોકે તેઓ લગ્નના બંધનમાં બંધાઈ શક્યા નહિં. તો ચાલો જાણીએ કે આવું ક્યારે થયું હતું અને તેમની દુલ્હન કોણ બનવાની હતી.

જણાવી દઈએ કે સલમાન ખાનના લગ્ન 90 ના દાયકાની જાણીતી અભિનેત્રી સંગીતા બિજલાની સાથે થવા જઈ રહ્યા હતા. બંને એટલા નજીક આવી ગયા હતા કે બંને લગ્નના બંધનમાં બંધાવા જાઈ રહ્યા હતા. બધી તૈયારીઓ પણ થઈ ચુકી હતી. પરંતુ બંને એક થઈ શક્યા નહીં. જોકે તમને જાણીને આશ્ચર્ય થશે કે આજે વર્ષો પછી પણ બંને કલાકારો એકબીજાના સારા મિત્રો છે.

તેની ફિલ્મી કારકીર્દિ દરમિયાન સંગીતા બિજલાની ત્રિદેવ, હાતિમતાઇ અને તહકીકાત જેવી ફિલ્મોમાં કામ કરી ચુકી છે. ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મો. અઝહરુદીન સાથે સંગીતાએ વર્ષ 1996 માં લગ્ન કર્યા હતા, પરંતુ તે પહેલા તે સલમાન ખાન સાથે સાત ફેરા લેવાની હતી. બોલીવુડમાં પ્રવેશતા પહેલા સલમાન ખાન અને સંગીતા બિજલાની એક બીજાને ઓળખતા હતા. એવું કહેવામાં આવે છે કે સલમાન અને સંગીતાએ વર્ષ 1986 માં જ એકબીજાને ડેટ કરવાની શરૂઆત કરી હતી. આ તે સમય હતો જ્યારે બંનેનો ફિલ્મી દુનિયા સાથે કોઈ સંબંધ નહોતો. એવું કહેવામાં આવે છે કે સંગીતાના લગ્ન સુધી બંને વચ્ચે પ્રેમનો સંબંધ હતો.

એક સમય એવો પણ આવ્યો જ્યારે બંને એકબીજાના બનવા માટે તૈયાર હતા. વાત લગ્ન સુધી પહોંચી ગઈ હતી અને બંનેના લગ્નના કાર્ડ પણ છપાઈ ચુક્યા હતાં. જોકે છેલ્લા સમયે તેમણે લગ્ન કેંસલ કર્યા હતા. સલમાને અનેક ઇન્ટરવ્યુમાં આ કિસ્સો શેર કર્યો છે અને તેણે પોતે જ કહ્યું હતું કે કાર્ડ છપાઈને ઘણી જગ્યાએ અપાઈ પણ ગયા હતા, પરંતુ લગ્ન થઈ શક્યા નહિં.

એવું કહેવામાં આવે છે કે સલમાન ખાન અને અભિનેત્રી સોમી અલી પણ આ દરમિયાન એકબીજાની નજીક આવવા લાગ્યા હતા. આ વાતની જાણ જ્યારે અભિનેત્રી સંગીતા બિજલાનીને થઈ ત્યારે તેણે સલમાન ખાન સાથે લગ્ન કરવાની ના પાડી દીધી. આ સાથે સલમાન ખાન અને સંગીતા બિજલાનીના પ્રેમથી ભરેલા સંબંધો પણ પૂરા થયા. પરંતુ આજે પણ બંને કલાકારો સારા મિત્રો છે.

સલમાન ખાનના વર્કફ્રન્ટની વાત કરીએ તો આ વર્ષે તેની એક પણ ફિલ્મ કોરોના અને લોકડાઉનના કારણે રિલીઝ થઈ નથી. સલમાન ખાનની ફિલ્મ રાધે: યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ આ વર્ષે રિલીઝ થવાની હતી, જોકે આ ફિલ્મ હવે આવતા વર્ષે રિલીઝ થશે. જણાવી દઈએ કે આ ફિલ્મ 2021 માં ઇદ નિમિત્તે આવશે. આ ફિલ્મનું નિર્દેશન પ્રભુ દેવાએ કર્યું છે. બીજી તરફ સલમાન ખાનની બીજી ફિલ્મની ઘોષણા કરવામાં આવી છે. થોડા દિવસો પહેલા જ ફિલ્મ ‘અંતિમ’ થી સલમાન ખાનનો લૂક સામે આવ્યો છે. આ ફિલ્મમાં સલમાન ખાન એક શીખ વ્યક્તિના પાત્રમાં જોવા મળશે. જો કે આ ફિલ્મમાં સલમાનના જીજા આયુષ શર્મા પણ જોવા મળશે.

Leave a Reply

Your email address will not be published.