સલમાન ખાને ભારતીના પુત્ર ‘ગોલા’ સાથે કરી મુલાકાત, અભિનેતાએ ગોલાને ગિફ્ટમાં આપી આ ખાસ ચીજ

બોલિવુડ

‘બિગ બોસ 16’ના ‘વીકેન્ડ કા વાર’નો પ્રોમો સામે આવ્યો છે, જેમાં અભિનેતા સલમાન ખાન કોમેડિયન ભારતી સિંહ અને હર્ષ લિંબાચિયાના પુત્ર ‘ગોલા’ ને મળે છે અને પોતાનું બીઈંગ હ્યૂમનનું બ્રેસલેટ પણ ગિફ્ટ કરે છે. બોલિવૂડના દબંગ સલમાન ખાન સાથે સ્ક્રીન શેર કરવાનું દરેકનું સપનું હોય છે, પરંતુ ભારતી સિંહના પુત્ર ગોલાની વાત જ અલગ છે. તે જન્મ લેતાની સાથે જ લાઇમલાઇટમાં આવી ગયો છે. હવે ક્યૂટ ગોલાએ નાની ઉંમરમાં સલમાન ખાન સાથે સ્ક્રીન પણ શેર કરી લીધી છે. હા, ગોલાએ ‘બિગ બોસ 16’ના મંચ પર ડેબ્યૂ કર્યું છે. આટલું જ નહીં, ગોલાને રિયાલિટી શોમાં દબંગ ખાને કિંમતી ગિફ્ટ પણ આપી છે.

સલમાને કરી ગોલા સાથે મુલાકાત: ખરેખર, ‘બિગ બોસ 16’ના ‘વીકેન્ડ કા વાર’નો પ્રોમો સામે આવ્યો છે. પ્રોમોમાં ભારતી સિંહ, સલમાન ખાનને તેમનું જૂનું વચન યાદ કરાવે છે. જ્યાં અભિનેતાએ કહ્યું હતું કે હું તેના પુત્રને લોન્ચ કરીશ. ત્યાર પછી ભારતી સિંહ તેના પુત્રને ‘બિગ બોસ’ના સ્ટેજ પર લાવે છે અને ત્યાર પછી ભારતી સલમાન ખાનને તેના પુત્ર ગોલાને પકડવા કહે છે. સલમાને પણ પ્રેમથી ગોલાને પોતાના ખોળામાં લે છે.

સલમાને ભારતીના પુત્રને આપી ગિફ્ટ: પ્રોમો વીડિયોમાં ભારતી સલમાનને કહે છે, “તમે થોડા ગોલા ને પકડશો હું થાકી ગઈ છું.” પછી સલમાન ખાન કહે છે, “થાકશો જ.” જેના જવાબમાં કોમેડિયન કહે છે, “યે ભારતી કા બચ્ચા હૈ.” મનોરંજન ત્યાં સમાપ્ત થતું નથી. સલમાન ખાન, ભારતીના પુત્ર ગોલાને તેની પહેલી લોહરીની ગિફ્ટમાં બીઇંગ હ્યુમન બ્રેસલેટ આપે છે. ત્યાર પછી ભારતી દબંગ ખાન સલમાન પાસેથી ઓટોગ્રાફ માંગે છે.

વીડિયોમાં, ભારતી અભિનેતાને કહે છે, “તમે ક્યારે તમારું પનવેલ ફાર્મ હાઉસ ખાલી કરશો?” ભારતીની આ વાત સાંભળીને સલમાન ખાન ચોંકી જાય છે. ભારતી એક પેપર બતાવે છે જેમાં લખેલું હોય છે ‘પનવેલ ફાર્મ હાઉસના પેપર્સ’. ભારતીએ ઓટોગ્રાફના બહાને સલમાન ખાન પાસેથી આ કાગળ પર સાઈન કરાવી હતી. ભારતીની આ કોમેડી જોઈને સલમાનનું હાસ્ય રોકાતું નથી.

 

View this post on Instagram

 

A post shared by Bharti Singh (@bharti.laughterqueen) 

શહનાઝ ગિલ એ પણ કરી હતી ગોલા સાથે મુલાકાત: આ પહેલા શહનાઝે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી ગોલા સાથેના કેટલાક વીડિયો અને તસવીરો શેર કરી હતી. આ વીડિયોમાં શહનાઝ ભારતીના પુત્ર સાથે ખૂબ જ મસ્તી કરતી જોવા મળી હતી. જ્યાં પીળા-લીલા અને સફેદ રંગના ડ્રેસમાં ગોલા ખૂબ જ ક્યૂટ લાગી રહી હતી. સાથે જ શહનાઝ વાદળી-પીળા સૂટમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી.

જોકે ‘બિગ બોસ’નો આ વીકેન્ડ કા વાર ખૂબ જ ધમાકેદાર બનવા જઈ રહ્યો છે, કારણ કે ભારતી સિંહ ‘બિગ બોસ’ના ઘરમાં પ્રવેશ કરશે અને સ્પર્ધકો સાથે મસ્તી અને કોમેડી કરશે, તો તમને આ પ્રોમો વીડિયો કેવો લાગ્યો? અમને કમેંટ કરીને જરૂર જણાવો.