આજે શાહરૂખ ખાન નહિં પરંતુ લક્ઝરી બંગલા ‘મન્નત’ ના માલિક હોત સલમાન ખાન, પરંતુ આ કારણે સલમાન ખાને ન ખરીદ્યો લક્ઝરી બંગલો ‘મન્નત’

બોલિવુડ

શાહરૂખ ખાન બોલિવૂડ ઈન્ડસ્ટ્રીના પ્રખ્યાત કલાકાર છે, જેને દરેક ઉંમરના લોકો ઓળખે છે. શાહરૂખ ખાને હિન્દી ફિલ્મોમાં પોતાની શ્રેષ્ઠ એક્ટિંગથી ખૂબ ખ્યાતિ મેળવી છે. હાલના સમયમાં શાહરૂખ ખાનના ચાહકોની દુનિયાભરમાં કોઈ કમી નથી. લાખો લોકો તેમને પસંદ કરે છે. તેને લોકો પ્રેમથી બાદશાહ, કિંગ ઓફ બોલિવૂડ, કિંગ ખાન અને કિંગ ઓફ રોમાંસ પણ કહે છે. શાહરૂખ ખાન પોતાની કારકિર્દીમાં લગભગ તમામ સ્ટાઈલની ફિલ્મોમાં કામ કરી ચુક્યા છે. ભારત ઉપરાંત વિદેશમાં પણ તેમનો મોટો ચાહક વર્ગ છે.

હાલના સમયમાં શાહરૂખ ખાન પાસે કોઈ ચીજની કમી નથી. તે પોતાનું જીવન સુંદર રીતે જીવે છે. પરંતુ આજે તેમણે જે સ્થાન મેળવ્યું છે તેના માટે તેમણે પોતાના જીવનમાં સખત મહેનત અને સંઘર્ષ કર્યો છે. સપનાના શહેર મુંબઈમાં રહેવું, પોતાનામાં જ એક મોટી વાત છે. પરંતુ સપના કેવી રીતે સાકાર થાય છે તે શાહરૂખ ખાન પાસેથી શીખવું જોઈએ.

તમને જણાવી દઈએ કે શાહરૂખ ખાનનો જન્મ દિલ્હીના એક મધ્યમ વર્ગના પરિવારમાં થયો હતો. જેમ જેમ શાહરુખ ખાનની ઉંમર વધતી ગઈ, તેમ-તેમ તેના સપના પણ મોટા થતા ગયા. અભિનેતા બનવાના જૂનૂન એ તેને મુંબઈ પહોંચાડી દીધો. શાહરૂખ ખાને માત્ર પોતાનું સપનું જ પૂરું કર્યું નથી પરંતુ લોકોના દિલ પર પણ રાજ કર્યું. મીડિયા રિપોર્ટ્સ મુજબ, બોલિવૂડના બાદશાહ શાહરૂખ ખાન દિલ્હીમાં ભાડાના એપાર્ટમેન્ટમાં મોટા થયા છે, પરંતુ આજે તે મુંબઈના સૌથી મોંઘા બંગલાઓમાંથી એક મન્નતના માલિક છે.

શાહરૂખ ખાન જે બંગલામાં રહે છે તે મુંબઈના લક્ઝરી બંગલામાંથી એક છે. તેમના બંગલાની કિંમત લગભગ 200 કરોડ રૂપિયા હોવાનું જણાવવામાં આવે છે. શાહરૂખ ખાનના બંગલાનું નામ મન્નત છે. બાંદ્રામાં શાહરૂખ ખાનનો દરિયા કિનારે આવેલો બંગલો કોઈ મહેલથી ઓછો નથી. ત્યાં દરેક સમયે ચાહકોની ભીડ રહે છે. જો કોઈ મુંબઈ જાય છે, તો તે મન્નત જોવા જરૂર જાય છે.

ભલે આજે શાહરૂખ ખાન લક્ઝરી બંગલા મન્નતના માલિક છે. પરંતુ તમને ભાગ્યે જ ખબર હશે કે આ ઘર પહેલા બોલિવૂડના ભાઈજાન એટલે કે સલમાન ખાન ખરીદવાના હતા. હા, તાજેતરના એક ઇન્ટરવ્યુ દરમિયાન સલમાન ખાને પોતાના નજીકના મિત્ર સાથે જોડાયેલી એક વાતનો ખુલાસો કર્યો છે કે તેમણે પણ એક સમયે મન્નતમાં રહેવાનું સપનું જોયું હતું. જણાવી દઈએ કે હાલના સમયમાં જે બંગલામાં શાહરૂખ ખાન રહે છે તે બંગલો પહેલા સલમાન ખાન ને ઓફર થયો હતો. પરંતુ સલમાન ખાને તેને ખરીદવાની મનાઈ કરી હતી. તો ચાલો જાણીએ સલમાન ખાને મન્નત બંગલો ખરીદવાની શા માટે મનાઈ કરી હતી.

આ કારણે સલમાન ખાને ખરીદ્યો ન હતો ‘મન્નત’ બંગલો: ખરેખર સલમાન ખાને જણાવ્યું કે શાહરૂખ ખાન પહેલા મન્નતને ખરીદવાની ઓફર તેને મળી હતી અને તે તેને ખરીદવા પણ ઈચ્છતા હતા. પરંતુ જ્યારે તેણે તેના પિતા સલીમ ખાનને આ વિશે જણાવ્યું તો તેણે કહ્યું, “તું આટલા મોટા ઘરનું શું કરીશ? ત્યાર પછી તેણે મન્નત ખરીદવાની ઓફર રિજેક્ટ કરી હતી. ત્યાર પછી બોલીવુડના બાદશાહ શાહરૂખ ખાને તેને ખરીદ્યો. જણાવી દઈએ કે જ્યાં એક તરફ શાહરૂખ ખાન આ લક્ઝરી બંગલા “મન્નત” માં રહે છે, તો બીજી તરફ સલમાન ખાન તેના પરિવાર સાથે મન્નત પાસે આવેલા ગેલેક્સી એપાર્ટમેન્ટમાં રહે છે.