બોલિવૂડ અભિનેતા સલમાન ખાનના લાખો ચાહકો છે. સલમાન ખાનને દેશ અને દુનિયામાં ખૂબ જ પસંદ કરવામાં આવે છે. સલમાન ખાનની ઘણા સ્ટાર્સ સાથે દુશ્મની છે, તો ઘણા સેલેબ્સ સાથે તેમનો મૈત્રીપૂર્ણ સંબંધ છે. ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં આવા ઘણા સ્ટાર્સ છે જેમને સલમાન ખૂબ માન આપે છે.
‘સદીના મહાનાયક’ અમિતાભ બચ્ચનથી લઈને દિગ્ગઝ અભિનેતા ધર્મેન્દ્ર સુધીને, સલમાન ખૂબ પસંદ કરે છે અને તેમને પોતાના પિતા સલીમ ખાનની જેમ ખૂબ માન આપે છે. તો ચાલો આજે અમે તમને બોલીવુડના એવા જ પાંચ કલાકારો વિશે જણાવીએ, જેમની સામે સલમાન માથું નમાવે છે.
અમિતાભ બચ્ચન: ‘સદીના મેગાસ્ટાર’ અમિતાભ બચ્ચનને દરેક ખૂબ પસંદ કરે છે અને દરેક તેમને ખૂબ માન આપે છે. બિગ બી એટલે કે અમિતાભ બચ્ચન હિન્દી સિનેમાના સૌથી મહાન અભિનેતા છે. સલમાન ખાન અમિતાભ સાથે ખાસ બોન્ડ શેર કરે છે.
બંનેની જોડી મોટા પડદા પર પણ જોવા મળી છે. બીવી નંબર 1, ગોડ તુસી ગ્રેટ હો, બાગબાન, હેલો બ્રધર અને બાબુલ જેવી ફિલ્મોમાં બંને સાથે કામ કરી ચુક્યા છે. બિગ બી ઘણી ફિલ્મોમાં સલમાનના પિતાની ભુમિકામાં જોવા મળી ચુક્યા છે.
ધર્મેન્દ્ર: હિન્દી સિનેમાના દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્ર આજે પણ અવારનવાર ચર્ચામાં રહે છે. પોતાની કારકિર્દીના શરૂઆતના દિવસોથી જ સલમાન ધર્મેન્દ્રની ખૂબ જ નજીક છે. અત્યારે પણ બંને વચ્ચે ખાસ સંબંધ છે. સલમાન ધર્મેન્દ્રને ખૂબ માન આપે છે.
ઘણી વખત ધર્મેન્દ્ર સલમાનના શો ‘બિગ બોસ’માં પણ જોવા મળી ચુક્યા છે. કહેવાય છે કે નાનપણથી જ સલમાન ધરમજીને પસંદ કરે છે. બંનેએ સાથે ‘પ્યાર કિયા તો ડરના ક્યા’ અને ‘યમલા પગલા દિવાના ફિરસે’માં કામ કર્યું છે.
સની દેઓલ: ધર્મેન્દ્રની સાથે સાથે સલમાનનો ધર્મેન્દ્રના મોટા પુત્ર અને પ્રખ્યાત અભિનેતા સની દેઓલ સાથે પણ સારો સંબંધ છે. બંનેની મિત્રતા વર્ષો જૂની છે. જો કે, અમે તમને એ પણ જણાવી દઈએ કે દેઓલ અને ખાન પરિવાર વચ્ચેનો સંબંધ ખૂબ જ ગાઢ અને જૂનો છે. સલમાન સનીને મોટા ભાઈ માને છે. બંને કલાકારો એકસાથે જીત, હીરો, યમલા પગલા દીવાના ફિર સે અને હનુમાન દા દમદારમાં જોવા મળી ચુક્યા છે.
મિથુન ચક્રવર્તી: લોકપ્રિય અભિનેતા મિથુન ચક્રવર્તી અને સલમાન ખાનનો મજબૂત બોન્ડિંગ ઘણી વખત જોવા મળે છે. જણાવી દઈએ કે હિન્દી સિનેમાના ‘ડિસ્કો કિંગ’ મિથુનને સલમાન પોતાના આઇડલ જણાવી ચુક્યા છે. સાથે જ સલમાનને મિથુન દા પુત્ર સમાન પ્રેમ આપે છે. મિથુન અને સલમાન સાથે યુવરાજ, હીરો, લકી, વીર અને કિક જેવી ફિલ્મોમાં જોવા મળી ચુક્યા છે.
રજનીકાંત: દિગ્ગઝ અભિનેતા રજનીકાંતે દક્ષિણ ભારતીય સિનેમાની સાથે હિન્દી સિનેમામાં પણ પોતાની ઓળખ બનાવી છે. ફિલ્મી દુનિયામાં રજનીકાંતનું ખૂબ સમ્માન કરવામાં આવે છે, જ્યારે સલમાન ખાન પણ રજનીકાંતને ખૂબ માન આપે છે. સલમાન કહી ચુક્યા છે કે તે રજનીકાંતના પગ બરાબર પણ એક્ટિંગ નથી કરતા. સાથે જ સલમાન રજનીકાંત સાથે કામ પણ કરવા ઈચ્છે છે.