હિમ્દી ફિલ્મો સાઉથમાં ન ચાલવા પર છલક્યું સલમાનનું દર્દ, રામ ચરણે આપ્યો આ જવાબ, જાણો શું કહ્યું

બોલિવુડ

દક્ષિણ ભારતીય સિનેમાના પ્રખ્યાત કલાકાર રામ ચરણ આ દિવસોમાં પોતાની બ્લોકબસ્ટર થઈ ચુકેલી ફિલ્મ ‘RRR’ ને લઈને ખૂબ જ ચર્ચામાં ચાલી રહ્યા છે. આ સાથે આ દિવસોમાં તે ભગવાન અયપ્પાની 41 દિવસની સખત સાધનામાંથી પણ પસાર થઈ રહ્યા છે. રામ ચરણની ફિલ્મ ‘RRR’ ભારતની ત્રીજી સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ બની ગઈ છે.

‘RRR’માં રામ ચરણ સાથે દક્ષિણ ભારતીય સિનેમાના એક અન્ય પ્રખ્યાત અભિનેતા જુનિયર એનટીઆર જોવા મળી રહ્યા છે. જ્યારે બોલિવૂડના બે મોટા નામ આલિયા ભટ્ટ અને અજય દેવગણની પણ ફિલ્મમાં નાની ભુમિકા છે. આ ફિલ્મનું નિર્દેશન કર્યું છે લોકપ્રિય ડિરેક્ટર એસએસ રાજામૌલીએ.

જણાવી દઈએ કે 25 માર્ચે રિલીઝ થયેલી ફિલ્મ ‘RRR’ 550 કરોડ રૂપિયાના મોટા બજેટમાં બની છે. સાથે જ ફિલ્મ એ રિલીઝ થયાના 16 દિવસમાં દુનિયાભરમાં 1000 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી લીધી છે. નોંધપાત્ર છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં, દક્ષિણ ભારતીય ફિલ્મોને લઈને હિન્દી દર્શકોમાં પણ ગજબનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

દક્ષિણ ભારતીય ફિલ્મો દેશભરમાં અને દેશની બહાર પણ સારું પ્રદર્શન કરી રહી છે જ્યારે હિન્દી ફિલ્મો દક્ષિણ ભારતમાં સારો બિઝનેસ કરી શકતી નથી. હિન્દી ફિલ્મોના અભિનેતા સલમાન ખાનનું પણ આવું જ માનવું છે. સલમાને ટ્વીટ કર્યું હતું કે મને રામ, રાજામૌલી અને તારકનું કામ ખૂબ પસંદ છે પરંતુ સાઉથમાં અમારી ફિલ્મોની પ્રશંસા શા માટે નથી થઈ રહી.

સાથે જ રામને જ્યારે એ સવાલ પૂછવામાં આવ્યો કે સાઉથમાં બોલિવૂડની ફિલ્મોની આટલી પ્રશંસા શા માટે નથી થતી? તો તેમણે જવાબમાં કહ્યું કે, “હું હિન્દી સિનેમાનો એક એવો ડિરેક્ટર ઈચ્છું છું જે એક પૈન ઈંડિયા ફિલ્મ બનાવે જે દક્ષિણ ને પણ ટક્કર આપે. સાથે જ સલમાનના ટ્વિટ પર, તેમણે કહ્યું કે તે ખૂબ સ્પષ્ટ અને પ્રામાણિક છે, પરંતુ મારું માનવું છે કે આ સલમાનજીની ભૂલ નથી કે કોઈ ફિલ્મની ભૂલ નથી. આ રાઈટિંગ છે, આ ડિરેકટર છે, જે ‘આપણી ફિલ્મ અહીં જ જોશે, આપણી ફિલ્મ ત્યાં જ જોશે’ આ સીમાઓની ઉપર ઉઠવાનું છે. દરેક રાઈટરે વિજયેન્દ્ર પ્રસાદ (RRR) અથવા રાજામૌલી જેવી ફિલ્મો લખવી જોઈએ અને કહેવું જોઈએ કે ‘તેમાં વિશ્વાસ રાખો’.

રામ ચરણે આગળ જણાવ્યું કે, ખરેખર હું એક ભારતીય ફિલ્મ બનાવવા ઈચ્છું છું, જ્યાં હું બોલિવૂડ ટેલેંટ સાથે કામ કરવા ઈચ્છું છું. હું ઇચ્છું છું કે ડિરેક્ટર સાઉથમાંથી ટેલેંટ શોધે અને મોટી ફિલ્મો બનાવે, જેથી આપણી પાસે મોટું બજેટ હોય અને દિવસના અંતે અમને મોટી સંખ્યામાં જોવા મળે.