ખૂબ જ સુંદર છે સલમાન ખાનનું ફાર્મહાઉસ, સલમાન પોતે રાખે છે તેનું ધ્યાન, જુવો સલમાનના ફાર્મહાઉસની તસવીરો

બોલિવુડ

બોલિવૂડ ઈન્ડસ્ટ્રીના દબંગ અભિનેતા સલમાન ખાન આ દિવસોમાં પોતાની આગામી ફિલ્મ ‘કિસી કા ભાઈ કિસી કી જાન’ને લઈને ચર્ચામાં છે. ફિલ્મનું ગીત ‘નય્યો લગડા’ રિલીઝ થઈ ગયું છે, જેને દર્શકોએ ખૂબ પસંદ કર્યું. નોંધપાત્ર છે કે, સલમાન ખાન એક એવા અભિનેતા છે જે પોતાની લક્ઝરી લાઈફ માટે પણ જાણીતા છે. સલમાન પાસે કોઈ ચીજની કમી નથી, તે અત્યારે કરોડોની સંપત્તિના માલિક છે.

આટલું જ નહીં, સલમાન પાસે લક્ઝરી ઘરથી લઈને લક્ઝરી કાર સુધીની દરેક ચીજ છે. આ દરમિયાન, અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ સલમાન ખાનના ફાર્મ હાઉસ વિશે, જેની તસવીરો અવારનવાર સોશિયલ મીડિયા પર વાયરલ થતી રહે છે. આએટલું જ નહીં પરંતુ જ્યારે પણ સલમાન ફ્રી હોય છે ત્યારે તે તેના પનવેલ ફાર્મહાઉસ પર રહે છે. તો ચાલો જોઈએ તેની સુંદર તસવીરો.

જણાવી દઈએ કે, સલમાન ખાનનું પનવેલમાં આવેલું આ ફાર્મહાઉસ અવારનવાર ચર્ચામાં રહે છે. અહીં અવારનવાર પાર્ટીઓ અને ફંક્શન થાય છે. સલમાન ખાન આ ફાર્મહાઉસ પર પોતાનો જન્મદિવસ પણ સેલિબ્રેટ કરે છે. સલમાન ખાનનું આ ફાર્મ હાઉસ તેની નાની બહેન અર્પિતાના નામ પર છે, તે મુંબઈથી થોડે દૂર આવેલું છે જ્યાં ખૂબ હરિયાળી છે.

આ ફાર્મહાઉસ ખૂબ જ લક્ઝરી છે જેમાં તમને ઘણી લક્ઝરી સુવિધાઓ મળે છે. અહીં સલમાન ખાન અવારનવાર આવે છે. રિપોર્ટ મુજબ આ ફાર્મ હાઉસ 150 એકરમાં ફેલાયેલું છે. રસપ્રદ વાત એ છે કે સલમાન ખાન અહીં ખેતી કરતા પણ જોવા મળે છે.

લોકડાઉન દરમિયાન, તેમણે મોટાભાગનો સમય તેમના ફાર્મહાઉસ પર જ પસાર કર્યો હતો, જેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. આ ફાર્મહાઉસમાં સ્વિમિંગ પૂલથી લઈને જીમ સુધીની ઘણી સુવિધાઓ છે.

જણાવી દઈએ કે સલમાન ખાન પોતાના ફાર્મહાઉસનું ખાસ ધ્યાન રાખે છે. જ્યારે પણ તે ત્યાં જાય છે ત્યારે તેની જાળવણી કરતા જોવા મળે છે. સલમાનને સાઇકલિંગ, ઘોડેસવારી અને બાઇક રાઇડિંગનો પણ શોખ છે. આવી સ્થિતિમાં તેણે પોતાના ફાર્મ હાઉસ પર ઘોડેસવારી માટે ટ્રેક પણ બનાવ્યો છે.

વાત કરીએ સલમાનના કામની તો ફિલ્મ ‘કિસી કા ભાઈ કિસી કી જાન’ 2023માં ઈદ પર રિલીઝ થશે. આ ફિલ્મમાં સલમાન ખાન સાથે લોકપ્રિય અભિનેત્રી પૂજા હેગડે મુખ્ય ભુમિકામાં જોવા મળશે. આ ઉપરાંત શહનાઝ ગિલ, પલક તિવારી જેવા ઘણા સ્ટાર્સ પણ જોવા મળશે.

શહનાઝ આ ફિલ્મ દ્વારા બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે. આ ફિલ્મ ઉપરાંત સલમાન ખાન પાસે ‘ટાઈગર-3’ પણ છે જેમાં તે પ્રખ્યાત અભિનેત્રી કેટરિના કૈફ સાથે મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ ઉપરાંત ફિલ્મમાં ઈમરાન હાશ્મી પણ મુખ્ય ભુમિકામાં હશે.