સામે આવ્યું સલમાનનું લગ્ન ન કરવાનું આ મોટું કારણ, વૃદ્ધાવસ્થામાં આ કારણે રહેવા ઈચ્છે છે કુંવારા

બોલિવુડ

હિન્દી સિનેમાના લોકપ્રિય અભિનેતા સલમાન ખાનના પિતા અને ભૂતકાળના પ્રખ્યાત પટકથા લેખક સલીમ ખાને બે-બે લગ્ન કર્યા છે. સાથે જ સલમાન ખાનના બે ભાઈઓ અરબાઝ ખાન અને સોહેલ ખાનના પણ લગ્ન થઈ ચુક્યા છે જ્યારે તેમની બંને બહેનો અલવીરા ખાન અગ્નિહોત્રી અને અર્પિતા ખાના શર્માએ પણ લગ્ન કરી લીધા છે.

સલમાનના સમકાલીન અભિનેતાઓ અને અભિનેત્રીઓના પણ વર્ષો પહેલા લગ્ન થઈ ચૂક્યા છે અને તેમના બાળકો પણ ખૂબ મોટા થઈ ચુક્યા છે, જોકે 56 વર્ષની ઉંમરને પાર કર્યા પછી પણ સલમાન લગ્નના બંધનમાં બંધાયા નથી. તેમનું અડધા ડઝનથી વધુ અભિનેત્રીઓ સાથે અફેર રહ્યું પરંતુ કોઈ સાથે પણ તેના પ્રેમને મંજિલ મળી શકી નહીં.

સલમાન ખાનના કારકિર્દીની શરૂઆતથી લઈને અત્યાર સુધી ઘણા અફેર રહ્યા છે. અભિનેત્રી સંગીતા બિજલાની સાથે તેમનો સંબંધ લાંબા સમય સુધી ચાલ્યો હતો. બંનેના લગ્ન પણ થવાના હતા. લગ્નના કાર્ડ પણ છપાઈ ચુક્યા હતા, જોકે કોઈ કારણોસર સંબંધ લગ્નના મંડપ સુધી પહોંચી શક્યો નહિં.

સલમાને સંગીતા ઉપરાંત સોમી અલી, એશ્વર્યા રાય બચ્ચન, કેટરિના કૈફ જેવી અભિનેત્રીઓ સાથે પણ ઈશ્ક લડાવ્યું, જોકે તેમનો સંબંધ કોઈ સાથે પણ ટકી શક્યો નહિં. સલમાન શા માટે લગ્ન નથી કરી રહ્યા? તેમના લગ્ન શા માટે નથી થઈ રહ્યા અથવા સલમાન ક્યારે લગ્ન કરશે? આ પ્રકારના સવાલ અવારનવાર ચર્ચામાં રહે છે.

આ સવાલનો જવાબ માત્ર સલમાન જ જાણે છે. લોકો તેના વિશે કંઈ જાણતા નથી. જો કે સલમાન દર વખતે લગ્નના સવાલને ટાળતા રહે છે. તેમણે ક્યારેય તેના વિશે સ્પષ્ટ જવાબ આપ્યો નથી પરંતુ કહેવાય છે કે સલમાન ખાન લગ્નના નામથી ડરે છે. તેમણે પોતાના એક ઈન્ટરવ્યુમાં આ વિશે ચર્ચા કરી હતી.

સલમાન વિશે આ વાત દરેક વ્યક્તિ જાણે છે કે તે પોતાના પરિવાર, માતા-પિતા, ભાઈ-બહેનની ખૂબ જ નજીક છે અને તેમને લાગે છે કે લગ્ન કર્યા પછી તે કદાચ પોતાની પત્નીને વધુ સમય કે વધુ મહત્વ ન આપી શકે. આ કારણે સલમાનને લગ્ન કરવાથી ડરે છે. તેમને એવું પણ લાગે છે કે કદાચ લગ્ન પછી તે પોતાના પરિવારથી પણ દૂર થવા લાગશે.

સલમાન ખાનના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, તે છેલ્લે ફિલ્મ ‘અંતિમ’માં જોવા મળ્યા હતા જે ફ્લોપ રહી હતી, સાથે જ તેમની આગામી ફિલ્મ ‘ટાઈગર 3’ છે જેમાં તે અભિનેત્રી કેટરિના કૈફ સાથે જોવા મળશે.