સલમાને કર્યો એક ફોન અને આ ટીવી અભિનેતાની વધી ગઈ ફી, જાણો શું છે આખી બાબત

બોલિવુડ

અભિનેતા સલમાન ખાને હિન્દી સિનેમામાં ઘણા સ્ટાર્સને કામ આપ્યું છે અને ઘણા સ્ટાર્સને તેણે લોન્ચ કર્યા છે. ઘણા સ્ટાર્સની કારકિર્દી ખરાબ રીતે નિષ્ફળ રહી, તો ઘણા સ્ટાર્સ આજે ઈંડસ્ટ્રીમાં સારું નામ કમાઈ ચુક્યા છે અને સારી કમાણી કરી રહ્યા છે. સલમાન ખાન હિન્દી સિનેમામાં પોતાની એક્ટિંગ માટે પ્રખ્યાત છે.

ફિલ્મોના કલાકારો અને સામાન્ય લોકોની સાથે સલમાન ટીવી ઈંડસ્ટ્રીના કલાકારો માટે પણ મદદગાર રહ્યા છે. એકવાર તેણે ટીવી ઇન્ડસ્ટ્રીના એક જાણીતા અભિનેતા સાથે વાત કરી અને તેમણે તે અભિનેતાને ફી વિશે પૂછયું ત્યારે સલમાનને તેની ફી ઓછી લાગી અને સલમાનના કહેવાથી તેમની ફી વધી ગઈ.

ખરેખર આપણે વાત કરી રહ્યા છીએ ટીવીની દુનિયાના જાણીતા અભિનેતા સિદ્ધાર્થ નિગમની. સિદ્ધાર્થ નિગમે અત્યાર સુધીમાં ઘણી ટીવી સિરિયલોમાં કામ કર્યું છે. એકવાર સિદ્ધાર્થ નિગમે પોતેજ એક કિસ્સો શેર કર્યો હતો કે, સલમાન ખાનના ફોન પછી તેની ફીમાં વધારો કરવામાં આવ્યો હતો.

જણાવી દઈએ કે સિદ્ધાર્થ નિગમ આ દિવસોમાં ટીવી શો ‘અલાદિન: નામ તો સુના હોગા’માં જોવા મળી રહ્યો છે. સિદ્ધાર્થ અનુસાર, એકવાર તે પોતાના જુના શો અશોકાનું શૂટિંગ કરી રહ્યો હતો અને અહીં જ સલમાનની ફિલ્મનું શૂટીંગ પણ ચાલી રહ્યું હતું. આવી સ્થિતિમાં બંનેની ઘણીવાર એક જીમમાં મુલાકાત પણ થતી હતી. બંને કલાકારો એક જ જીમમાં વર્કઆઉટ કરતા હતા.

આ જ જીમમાં વર્કઆઉટ દરમિયાન સલમાન ખાને સિદ્ધાર્થ નિગમ સાથે વાત કરી હતી અને અભિનેતાએ ટીવી અભિનેતા સાથે તેમને મળતી ફી વિશે વાત કરી હતી. જ્યારે સિદ્ધાર્થે સલમાનને તેના દૈનિક પગાર વિશે કહ્યું ત્યારે સલમાન તેનાથી થોડા અસહજ જોવા મળ્યા. સિદ્ધાર્થ અનુસાર, ‘સલમાન મારી દૈનિક ફી સાંભળીને ચોંકી ગયા હતા’.

સિદ્ધાર્થે કહ્યું હતું કે, ‘અમે સાથે જ વર્કઆઉટ કરતા હતા. સલમાન સરે મારી દૈનિક ફી પૂછી હતી, જ્યારે હું અશોકા માટે કામ કરી રહ્યો હતો. મારો જવાબ સાંભળીને તે ચોંકી ગયો હતો . તે સમયે મારી સેલેરી ખૂબ ઓછી હતી. આ પછી, તેણે કોઈને ફોન કર્યો અને કહ્યું કે મારો પગાર બહુ ઓછો છે. તેમના આ કોલ પછી, મારો પગાર વધી ગયો હતો. સિરિયલમાં એક વર્ષ કામ કર્યા પછી પગારમાં વધારો કરવામાં આવ્યો હતો.

નોંધપાત્ર વાત એ છે કે, 13 સપ્ટેમ્બર, 2000 ના રોજ, ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં જન્મેલા 20 વર્ષિય સિદ્ધાર્થ નિગમે અશોકા, ચંદ્રનંદિની જેવી સિરિયલોમાં કામ કર્યું હતું. જ્યારે હાલમાં તે અલાદિન: નામ તો સુના હોગા માં કામ કરે છે. સોશિયલ મીડિયા પર સિદ્ધાર્થની ફેન ફોલોઇંગ પણ જોરદાર છે. ઇન્સ્ટાગ્રામ પર સિદ્ધાર્થને 70 લાખથી વધુ લોકો ફોલો કરે છે. આ પ્લેટફોર્મ પર તે 128 લોકોને ફોલો કરે છે.

જો આપણે અભિનેતા સલમાન ખાનના વર્કફ્રન્ટની વાત કરીએ તો, સલમાન આ દિવસોમાં તેની આગામી ફિલ્મ અંતિમ અને રાધેને લઈને હેડલાઇન્સમાં છે. રાધે ફિલ્મનું શૂટિંગ પૂર્ણ થઈ ગયું છે અને આ ફિલ્મ આ વર્ષે ઈદ નિમિત્તે થિયેટરોમાં રિલીઝ થવા જઈ રહી છે.

આ ફિલ્મમાં સલમાન સાથે અભિનેત્રી દિશા પટની જોવા મળશે. ફિલ્મ અંતિમની તાજેતરમાં જ ઘોષણા કરવામાં આવી છે અને સલમાન ખાન આ ફિલ્મમાં એક શીખ વ્યક્તિના પાત્રમાં જોવા મળશે. હાલમાં આ ફિલ્મનું શૂટીંગ ચાલી રહ્યું છે. ‘અંતિમ’ માં સલમાન સાથે તેના જિજુ આયુષ શર્મા પણ મુખ્ય ભુમિકામાં હશે.

Leave a Reply

Your email address will not be published.