કોરોના મહામારીની વચ્ચે સલમાન ખાને આ સ્ટાઈલમાં સેલિબ્રેટ કર્યો પોતાનો 55 મો જન્મદિવસ, મોડી રાત્રે કટ કરી કેક, જુવો તસવીર

બોલિવુડ

પ્રખ્યાત અભિનેતા સલમાન ખાન આજે 55 વર્ષના થઈ ગયા છે. સલમાન ખાનનો જન્મ આજે વર્ષ 1965 માં મધ્યપ્રદેશના ઇન્દોર શહેરમાં થયો હતો. સલમાન ખાનને તેના જન્મદિવસ પર તેમના લાખો ચાહકો તરફથી શુભકામનાઓ મળી રહી છે. જોકે કોરોના મહામારીને કારણે આ વખતે સલમાન ખાને ધૂમધામથી જન્મદિવસ સેલિબ્રેટ ન કરવાનો નિર્ણય લીધો છે.

બોલિવૂડ એક્ટર સલમાન ખાન અવારનવાર તેના પનવેલ ફાર્મહાઉસ પર જોવા મળે છે. સલમાનને તેનું આ ફાર્મહાઉસ ખૂબ જ પસંદ છે. જન્મદિવસની પણ રાત્રે સલમાન ખાન અહીં જોવા મળ્યો હતો અને તેણે મીડિયા કર્મચારીઓ સાથે મોડી રાત્રે અહીં તેમનો 55 મો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો હતો.

સલમાન ખાનના જન્મદિવસના સેલિબ્રેશનની તસવીરો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. તસવીરોમાં સલમાન ખાન કૂલ સ્ટાઈલમાં જોવા મળી રહ્યો છે. સલમાને અહીં ઔપચારિક રીતે પોતાનો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો હતો. તમે જોઈ શકો છો કે તેના 55 મા જન્મદિવસ પર સલમાન ખાન લાઇટ બ્લુ શર્ટ સાથે બ્લુ જિન્સમાં જોવા મળી રહ્યો છે. એક તસવીરમાં તે તેના જન્મદિવસની કેક કટ કરતા જોવા મળી શકે છે.

સલમાન સાથે મીડિયા કર્મચારીઓ તેમજ તેનો બોડીગાર્ડ શેરા પણ જોવા મળ્યો હતો. સલમાનના જન્મદિવસના સેલિબ્રેશન દરમિયાન કોરોના ના નિયમોનું પણ ધ્યાન રાખવામાં આવ્યું હતું. સલમાન ખાનના ફાર્મ હાઉસમાં હાજર લોકોએ આ દરમિયાન માસ્ક પહેર્યા હતા. સલીમ ખાન પણ તેના પુત્રના 55 માં જન્મદિવસના ખાસ પ્રસંગે પનવેલ સ્થિત ફાર્મહાઉસ પર પણ જોવા મળ્યા હતા.

જણાવી દઈએ કે, સલમાન ખાન મુંબઈના બાંદ્રા વિસ્તારમાં ગેલેક્સી એપાર્ટમેન્ટમાં રહે છે. તેઓ દર જન્મદિવસ પર અને કેટલાક તહેવારો પર આ ઘરની બાલકનીથી તેમના ચાહકોનું અભિવાદન કરે છે, જોકે આ વખતે કોરોના મહામારીને કારણે સલમાન ખાન તેના ચાહકોને મળશે નહીં. તેણે ચાહકોને સ્પષ્ટ કહ્યું છે કે તેઓએ તેમના ઘરની બહાર એકઠા ન થાઓ.

ઘરની બહાર ચિપકાવી નોટીસ: સલમાન ખાનના ઘરની બહાર એક નોટિસ ચિપકાવવામાં આવી છે. આ નોટિસમાં સલમાન ખાન વતી લખવામાં આવ્યું છે કે, ‘મારા જન્મદિવસ પર ચાહકોનો પ્રેમ અને સ્નેહ વર્ષોથી મળી રહ્યો છે, પરંતુ મારી નમ્ર વિનંતી છે કે આ વર્ષે કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને મારા ઘરની બહાર ભીડ લગાવવી નહીં. માસ્ક પહેરો, સેનિટાઈઝ કરો. શારીરિક અંતર રાખો. અત્યારે હું ગેલેક્સીમાં નથી. ‘

ચાહકોને આપ્યો આ સ્પેશિયલ મેસેજ: સલમાને ફાર્મહાઉસ પર મીડિયા કર્મચારીઓ સાથે વાત કરતા કહ્યું કે, આ વર્ષે હું મારો જન્મદિવસ સેલિબ્રેટ કરીશ નહિં. માત્ર પરિવારના સભ્યો જ અહીં છે. આ વર્ષ આપણા બધા માટે મુશ્કેલીઓથી ભરેલું રહ્યું છે. આવી સ્થિતિમાં કોઈ યોજના નથી. આશા છે કે આવતા વર્ષે બધુ બરાબર થઈ જશે. હું બધાના અવાસ્થ્ય અને સ્વસ્થ રહેવા મટે પ્રાર્થના કરું છું.

32 વર્ષની બોલિવૂડ મુસાફરી: નોંધપાત્ર વાત એ છે કે, અભિનેતા સલમાન ખાન છેલ્લાં 32 વર્ષોથી તેની સુંદર એક્ટિંગથી દેશ-દુનિયાનું મનોરંજન કરી રહ્યા છે. સલમાન ખાન પહેલી વાર વર્ષ 1988 માં ફિલ્મ ‘બીવી હો તો’સી’ માં જોવા મળ્યો હતો. આ ફિલ્મમાં તેની ભૂમિકા ખૂબ ઓછી હતી. ફિલ્મમાં મહત્વની ભૂમિકા અભિનેત્રી રેખાએ નિભાવી હતી.

સલમાન ખાને મુખ્ય અભિનેતા તરીકેની કારકિર્દીની શરૂઆત વર્ષ 1989 થી કરી હતી. આ વર્ષે તેની ફિલ્મ મૈંને પ્યાર કિયા રિલીઝ થઈ હતી. પહેલી જ ફિલ્મથી તે દર્શકોના દિલ જીતવામાં સફળ રહ્યો હતો. ફિલ્મ એ બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી હતી. ત્યારથી લઈને આજ સુધી સલમાન ખાનની ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં મુખ્ય અભિનેતા તરીકે સફર ચાલુ છે. જણાવી દઈએ કે આ વર્ષે કોરોના મહામારીને કારણે સલમાન ખાનની એક પણ ઓળખ રિલીઝ થઈ નથી.

Leave a Reply

Your email address will not be published.