કરોડોની વેનિટી વેનમાં સફર કરે છે સલમાન ખાન, આટલો સુંદર છે અંદરનો નજારો

બોલિવુડ

બોલિવૂડ સ્ટાર્સ હંમેશા તેમની ફિલ્મો અને તેમની એક્ટિંગ કળાની સાથે પોતાની સાથે જોડાયેલી અનેક ચીજોને લઈને ચર્ચામાં રહે છે. અથવા એમ કહી શકીએ કે તેમની સાથે જ તેમની સાથે જોડાયેલી ચીજો વિશે પણ ચાહકો જાણવા ઇચ્છે છે. બોલીવુડ કલાકારોની મોંઘી અને સુંદર વેનિટી વેન હંમેશા ચર્ચામાં રહે છે.આજે અમે તમને અભિનેતા સલમાન ખાનની સુંદર વેનિટી વેનની સફર પર લઈ જઈએ છીએ. સલમાન ખાનની વેનિટી વેનની કિંમત કરોડોમાં છે. તેમાં જરૂરી બધી ચીજો હાજર છે. તો ચાલો એક નજર કરીએ સલમાન ખાનની સુંદર અને લક્ઝરી વેનિટી વેન પર.

સલમાન ખાનની વેનિટી વેનમાં જરૂરી બધી ચીજો હાજર છે. તેને એક લક્ઝરી ઘર પણ કહીએ તો કોઈ આશ્ચર્યની વાત નથી. આ વેનિટિ વાન અંદર અને બહાર બંને તરફથી ખૂબ સુંદર છે. મળતી માહિતી મુજબ ફિલ્મના સેટ પરથી ફ્રી થયા પછી અભિનેતા પોતાનો મોટાભાગનો સમય તેની વેનિટી વાનમાં પસાર કરે છે. તેમાં આરામ કરવા માટે એક લક્ઝુરિયસ સોફા સેટ છે. તો મનોરંજન માટે તેમાં એક મોટી ટીવી પણ છે. સલમાન ખાનની આ વેનિટિ વેનનું એટલું આકર્ષક અને લક્ઝરી દેખાવા માટેનું મુખ્ય કારણ તેની કિંમત પણ છે. અહેવાલો અનુસાર આ સલમાન ખાનના આ વેનિટી વાનની કિંમત 4 કરોડ રૂપિયા છે.

સલમાન ખાનની આ લક્ઝરી વેનિટી વાનમાં તેની તસવીર પણ લગાવવામાં આવી છે. જેમાં સલમાન હંમેશાની જેમ ખૂબ જ સ્માર્ટ દેખાઈ રહ્યા છે. વેનિટી વાનના આ એરિયાની તસવીરમાં તમે જોઈ શકો છો કે નજીકમાં મેકઅપ માટે જગ્યા આપવામાં આવી છે. જણાવી દઈએ કે ફિલ્મના સેટ પર જતાં પહેલાં અહિં સલમાન ખાનનો મેકઅપ કરવામાં આવે છે. મેકઅપ એરિયામાં એક આરામદાયક સોફા અને એક ખુરશી પણ લગાવવામાં આવી છે. સલમાન ખાન અવારનવાર અહીં ફિલ્મ નિર્માતાઓ સાથે ફિલ્મની સ્ક્રીપ્ટ વિશે વાત કરે છે.

જ્યાં સલમાન ખાનની તસવીર લગાવવામાં આવી છે અને જ્યાં મેકઅપ એરિયા છે, તેની બાજુમાં સીટિંગ એરિયા આપવામાં આવ્યો છે. આ સલમાન સાથે કામ કરનાર સ્ટાઈલિશ, મેનેજર, મેકઅપ આર્ટિસ્ટ અને હેર સ્ટાઈલિશની જગ્યા છે. તેઓ ફ્રી ટાઈમમાં અહીં બેસે છે.

બોલિવૂડ અભિનેતા સલમાન ખાનની આ મોંઘી અને આકર્ષક વેનિટી વેનમાં મનોરંજન માટે એક મોટી સ્ક્રીનવાળું ટીવી પણ લગાવવામાં આવ્યું છે. મળતી માહિતી મુજબ, સલમાન તેના ફ્રી ટાઈમમાં ટીવીની મદદથી મનોરંજન કરે છે. તેના ઈંટીરિયરને હળવા પીળા રંગથી તૈયાર કરવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published.