હિન્દી સિનેમાના સૌથી લોકપ્રિય કલાકારોમાંથી એક સલમાન ખાનને ભલા કોણ નથી ઓળખતું. તે કોઈ ઓળખના મોહતાજ નથી. સલમાન ખાન હિન્દી સિનેમાના મેગાસ્ટાર છે. તેમની લોકપ્રિયતા દેશમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ છે. છેલ્લા ઘણા સમયથી સલમાન ખાન ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા છે. તેમણે અત્યાર સુધીમાં પોતાની ફિલ્મી કારકિર્દીમાં ઘણી હિટ ફિલ્મો આપી છે. સલમાન ખાનના ચાહકો તેને પ્રેમથી સલ્લુ ભાઈ, ભાઈજાન વગેરે નામોથી બોલાવે છે.
હાલના સમયમાં સલમાન ખાનની ફેન ફોલોઈંગ એવી છે કે તેના ઘરની બહાર તેના ચાહકોની ભીડ જોવા મળી રહી છે. તેના ચાહકોની દીવાનગી કંઈક એવી છે કે તેની એક ઝલક મેળવવા માટે તેના ચાહકો આતુર રહે છે. જોકે સલમાન ખાનની ઈમેજ ‘એંગ્રી યંગ મેન’ની છે. ભાગ્યે જ કોઈ એવી વ્યક્તિ હશે જે સલમાન ખાનના ગુસ્સા વિશે જાણતા નહિં હોય.
પરંતુ સલમાન ખાન પોતાની ઉદારતા માટે પણ પ્રખ્યાત છે અને સૌથી ખાસ વાત એ છે કે ભાઈજાન બાળકોને ખૂબ જ પ્રેમ કરે છે. હા અવારનવાર સલમાન ખાન પોતાના ભાણેજ આયત શર્મા અને આહિલ શર્મા પર લાડ કરતા જોવા મળી ચુક્યા છે. જ્યારે પણ સલમાન ખાનને સમય મળે છે ત્યારે તે પોતાના પરિવારના બાળકો સાથે ઘણો સમય પસાર કરે છે.
હવે આ દરમિયાન સલમાન ખાન તેના એક નાનકડા ફેન પર પ્રેમ વરસાવતા જોવા મળ્યા, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં સલમાન ખાને કંઈક એવું કર્યું જેના વિશે કોઈએ વિચાર્યું પણ નહિં હોય.
View this post on Instagram
ઘુંટણ પર બેસીને નાના ફેનને સલમાન ખાને લગાવ્યો ગળે: તમને જણાવી દઈએ કે થોડા દિવસો પહેલા સલમાન ખાન IIFA 2022 માટે અબુ ધાબી પહોંચ્યા હતા. અહીં ભાઈજાને પોતાના ઘણા ચાહકો સાથે મુલાકાત કરી. અહીંનો એક વીડિયો સોશિયલ મીડિયા પર છવાયેલો છે. સલમાન ખાન આ વીડિયોમાં પોતાના નાના ફેન માટે ઘુંટણ પર બેસી ગયા અને સલમાન ખાને જે કર્યું તેના વિશે અહીં હાજર તમામ લોકોએ વિચાર્યું પણ ન હતું.
ખરેખર સલમાન ખાનના નાના ચાહકે ગીત ગાયું હતું. તમે બધા લોકો આ વાયરલ વિડિયોમાં જોઈ શકો છો કે આ માસૂમ નાનો ચાહક ખૂબ જ ક્યૂટ સ્ટાઈલમાં “એક લડકી કો દેખા તો એસા લગા” ગીત ગાઈને સલમાન ખાનને સંભળાવતા જોવા મળી રહ્યો છે. સલમાન ખાનને પણ તેના નાના ફેનનું આ ગીત ખૂબ પસંદ આવ્યું અને તે તેના માટે ઘુંટણ પર બેસી ગયા અને તેને ગળે લગાવી લીધા.
વીડિયો થઈ રહ્યો છે વાયરલ: આ વાયરલ વીડિયોને ઈન્સ્ટાગ્રામ પર instantbollywood નામના એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોને લાખો લોકો લાઈક કરી ચુક્યા છે. આટલું જ નહીં, આ વીડિયો જોયા પછી લોકો પોત-પોતાના રિએક્શન પણ આપતા જોવા મળી રહ્યા છે.
આ વીડિયો જોયા પછી એક યુઝરે લખ્યું કે, “કેટલાક લોકો સલમાન ખાન વિશે ખોટી વાતો કરે છે, પરંતુ તે અંદરથી ખૂબ જ નમ્ર વ્યક્તિ છે.” સાથે જ એક યુઝરે અન્ય લખ્યું કે “યે તો છોટા ભાઈજાન હૈ.” તેવી જ રીતે સતત આ વીડિયો પર લોકોના અલગ-અલગ રિએક્શન આવી રહ્યા છે.