આ 10 ફિલ્મો બરબાદ કરી શકતી હતી સલમાન ખાનની કારકિર્દી, તેને યાદ કરીને આજે પણ પકડી લે છે માથું, જાણો કઈ કઈ ફિલ્મો છે તેમાં શામેલ

બોલિવુડ

બોલિવૂડ ઈન્ડસ્ટ્રીના ‘દબંગ’ કહેવાતા સુપરસ્ટાર સલમાન ખાનને કોણ નથી ઓળખતું. ચાહકો સલમાન ખાનની એક ઝલક જોવા માટે આતુર રહેછે. તે તેમની ફિલ્મોની આતુરતાથી રાહ જુવે છે. જ્યારે પણ સલમાન ખાનની ફિલ્મો રિલીઝ થાય છે ત્યારે બોક્સ ઓફિસ પર અલગ જ ધમાલ રહે છે.

ચાહકોમાં પણ તેમની ફિલ્મોને લઈને ગજબનો ઉત્સાહ જોવા મળે છે. પરંતુ સલમાન ખાને પોતાની કારકિર્દીમાં કેટલીક એવી પણ ફિલ્મો સાઈન કરી હતી જે બોક્સ ઓફિસ પર ઉંધા મોં પર પડી અને તેના દ્વારા સલમાન ખાનની કારકિર્દીમાં ઘણા ઉતાર-ચઢાવ આવ્યા. આટલું જ નહીં પરંતુ આ ફિલ્મો કર્યા પછી સલમાન ખાનને પણ પાછળથી પછતાવો થયો હશે. આજે અમે તમને સલમાન ખાનની કેટલીક એવી ફિલ્મો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે બોક્સ ઓફિસ પર સુપર ફ્લોપ રહી હતી, સાથે જ ચાહકો એ પણ તે ફિલ્મો પસંદ કરી ન હતી. તો ચાલો જાણીએ કઈ છે તે ફિલ્મો?

ગોડ તુસી ગ્રેટ હો: આ ફિલ્મમાં સલમાન ખાન સાથે પ્રખ્યાત અભિનેતા અમિતાભ બચ્ચન પણ જોવા મળ્યા હતા. આ ઉપરાંત સલમાન ખાનના ભાઈ સોહેલ ખાને પણ મુખ્ય ભૂમિકા નિભાવી હતી, પરંતુ આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ફ્લોપ સાબિત થઈ હતી. રિપોર્ટનું માનીએ તો આ ફિલ્મનું બજેટ 21 કરોડ હતું પરંતુ તે તેની કિંમત પણ વસૂલ કરી શકી નથી.

મેરીગોલ્ડ: ફિલ્મ ‘મેરીગોલ્ડ’માં સલમાન ખાને મુખ્ય ભૂમિકા નિભાવી હતી, પરંતુ આ ફિલ્મ તેની કારકિર્દીની ફ્લોપ ફિલ્મ સાબિત થઈ હતી. આટલું જ નહીં પરંતુ ચાહકો એ પણ નથી જાણતા કે આ સલમાન ખાનની ફિલ્મ હશે, કારણ કે આ ફિલ્મ વિશે કોઈ નથી જાણતું. જોકે, રિલીઝ થયા પછી તે બોક્સ ઓફિસ પર ફ્લોપ સાબિત થઈ હતી.

જાને મન: પ્રીતિ ઝિન્ટા, અક્ષય કુમાર અને સલમાન ખાનની આ ફિલ્મ પણ બોક્સ ઓફિસ પર ફ્લોપ સાબિત થઈ હતી. જણાવી દઈએ કે આ ફિલ્મને વર્ષ 2006માં પ્રોડ્યુસર શિરીષ કુંદરે બનાવી હતી પરંતુ તે તેમની કારકિર્દીની સૌથી મોટી ફ્લોપ ફિલ્મ હતી.

મૈં ઔર મિસેઝ ખન્ના: ‘મૈં ઔર મિસેઝ ખન્ના’ માં સલમાન ખાન સાથે પ્રખ્યાત અભિનેત્રી કરીના કપૂરે મુખ્ય ભૂમિકા નિભાવી હતી. આ ઉપરાંત પ્રીતિ ઝિંટા અને સોહેલ ખાન પણ જોવા મળ્યા હતા. પરંતુ તેમની આ ફિલ્મ પણ થિયેટરમાં ચાલી શકી નહીં અને ખર્ચ પણ કાઢી શકી નહીં.

સલામે ઇશ્ક: સલમાન ખાનની આ ફિલ્મ વર્ષ 2007માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં સલમાન ખાન સાથે પ્રખ્યાત અભિનેત્રી પ્રિયંકા ચોપરાએ મુખ્ય ભૂમિકા નિભાવી હતી, પરંતુ આ ફિલ્મ દર્શકોને બિલકુલ પસંદ ન આવી. આટલું જ નહીં આ ફિલ્મ બોક્સ ઓફિસ પર પણ ફ્લોપ સાબિત થઈ હતી.

લંડન ડ્રીમ્સ: ફિલ્મ ‘લંડન ડ્રીમ્સ’ વર્ષ 2009માં રિલીઝ થઈ હતી, જેમાં સલમાન ખાન સાથે સુપરસ્ટાર અભિનેતા અજય દેવગણ અને અભિનેત્રી અસિન જોવા મળ્યા હતા, પરંતુ આ ફિલ્મ પણ અસફળ રહી હતી.

શાદી કરકે ફંસ ગયા યાર: આ ફિલ્મમાં સુપરસ્ટાર સલમાન ખાન સાથે પ્રખ્યાત અભિનેત્રી શિલ્પા શેટ્ટી જોવા મળી હતી. આ ફિલ્મ વર્ષ 2005માં રિલીઝ થઈ હતી પરંતુ આ ફિલ્મ તે જમાનાની સુપર ફ્લોપ સાબિત થઈ હતી.

ક્યોંકિ: સલમાન ખાન અને કરીના કપૂર સ્ટારર આ ફિલ્મ વર્ષ 2005માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મની સ્ટોરી ખૂબ સારી હતી પરંતુ બોક્સ ઓફિસ પર આ ફિલ્મ ઉંધા મોં પર પડી હતી. જો કે આ ફિલ્મના ગીત ખૂબ જ લોકપ્રિય થયા હતા, જોકે કમાણીની બાબતમાં તે ખૂબ પાછળ રહી હતી.

યુવરાઝ: ફિલ્મ ‘યુવરાજ’માં સલમાન ખાન અને કેટરીના કૈફે મુખ્ય પાત્ર નિભાવ્યા હતા, પરંતુ તેમની આ ફિલ્મ પણ બોક્સ ઓફિસ પર કંઈ ખાસ કમાલ કરી શકી ન હતી.

બાબુલ: સલમાન ખાનની આ ફિલ્મમાં અભિનેત્રી રાની મુખર્જી સુપરસ્ટાર અમિતાભ બચ્ચન અને જોન અબ્રાહમ, હેમા માલિની જેવા મોટા સુપરસ્ટાર જોવા મળ્યા પછી પણ આ ફિલ્મ ફ્લોપ સાબિત થઈ હતી. જોકે ચાહકોને આ ફિલ્મ ખૂબ પસંદ આવી હતી પરંતુ બોક્સ ઓફિસ પર કોઈ ખાસ કલેક્શન કરી શકી ન હતી.