બોલિવૂડ સ્ટાર સલમાન ખાને ફિલ્મી દુનિયામાંથી ખૂબ પૈસા કમાવ્યા છે. પરંતુ સલમાન પરણિત નથી. જો કે સલમાન ખાન હંમેશા અભિનેત્રીઓ સાથેના અફેરને લઈને ચર્ચામાં રહે છે અને ઘણી વખત લગ્નના સમાચાર પણ આવ્યા છે પરંતુ તેમના ચાહકો આજે પણ તેમના લગ્નની રાહ જોઈ રહ્યા છે.
55 વર્ષની ઉંમરમાં પણ ફિટ દેખાતા સલમાન ખાન લગ્ન કરવાના પક્ષમાં જોવા મળી રહ્યા નથી. જો સલમાન ખાન લગ્ન ન કરવાના મૂડમાં છે તો લોકોના મનમાં એ સવાલ ઉઠી રહ્યો છે કે સલમાન ખાનની હજારો કરોડની સંપત્તિની માલિકી કોને મળશે.
સલમાને પોતે પણ આ વિશે જણાવ્યું હતું. તમને જણાવી દઈએ કે સદીના મહાનાયક કહેવાતા બિગ બી અમિતાભ બચ્ચને તેમની હજારો કરોડની સંપત્તિના માલિકી તેમના એકમાત્ર પુત્ર અભિષેક બચ્ચનને સોંપવાની વાત કહી હતી. આ રીતે જો સલમાન ખાન કુંવારા રહે છે તો તેની હજારો કરોડની સંપત્તિના માલિક કોણ બનશે.
સલમાને નક્કી કર્યા વારસદાર: સલમાન ખાને જણાવ્યું હતું કે તેમના ગયા પછી તેમની સંપત્તિ કોની રહેશે. અભિનેતાએ એક વખત તેના પર વાત કરતા કહ્યું હતું કે, ‘હું લગ્ન કરું કે ન કરું, મારા મૃત્યુ પછી મારી અડધી સંપત્તિ ટ્રસ્ટને દાન કરવામાં આવશે અને જો હું લગ્ન નહીં કરું તો મારી આખી સંપત્તિ ટ્રસ્ટના નામે કરવામાં આવશે. . મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો હાલમાં અભિનેતા સલમાન ખાન પાસે લગભગ 2300 કરોડ રૂપિયાની સંપત્તિ છે.
સલમાન ખાન હિન્દી સિનેમાની સાથે દુનિયાના સૌથી મોંઘા કલાકારોના લિસ્ટમાં પણ સ્થાન ધરાવે છે. તેમની પાસે પોતાનું પ્રાઈવેટ જેટ પણ છે. સાથે જ મોંઘી અને લક્ઝરી કારનું પણ તેમની પાસે શ્રેષ્ઠ કલેક્શન છે. સાથે જ સલમાન એક ફિલ્મ માટે 50 થી 60 કરોડ રૂપિયાની મોટી ફી લે છે.
જણાવી દઈએ કે સલમાન ખાન છેલ્લા 33 વર્ષથી હિન્દી સિનેમામાં કામ કરી રહ્યા છે. વર્ષ 1988માં આવેલી ફિલ્મ ‘બીવી હો તો ઐસી’માં તેણે એક નાની ભુમિકા નિભાવી હતી. આ ફિલ્મમાં હિન્દી સિનેમાની એવરગ્રીન અભિનેત્રી રેખાએ મુખ્ય ભૂમિકા નિભાવી હતી.