વર્ષો પછી સલમન ખાન અને અક્ષય કુમારે લગાવ્યા ઠુમકા, જુવો તેમની આ વાયરલ તસવીરો અને વીડિયો

બોલિવુડ

અક્ષય કુમાર અને સલમાન ખાન બંને બોલિવૂડના સુપરસ્ટાર છે. સલમાન ખાને વર્ષ 1988માં પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. તો સાથે જ અક્ષય કુમારે 3 વર્ષ પછી એક્ટિંગની દુનિયામાં પગ મૂક્યો હતો. તાજેતરમાં જ સલમાન ખાન અને અક્ષય કુમારે ‘મેં ખિલાડી તુ અનાડી’ ગીત પર એકસાથે ખૂબ ધૂમ મચાવી છે. અક્ષય અને સલમાન ખાને આ ગીત પર ડાન્સ કરતા એક વીડિયો તેમના સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો છે.

અક્ષય કુમાર અને સલમાન ખાન એક સાથે બેસીને ‘મેં ખિલાડી’ ગીત જુએ છે. આ ગીત જોઈને બંને ઉભા થઈ જાય છે અને સાથે ડાન્સ કરવા લાગે છે. 50ની ઉંમર પાર કરી ચૂકેલા બંને કલાકારોની એનર્જી પણ અદભૂત લાગી રહી છે.

સાથે જ અક્ષય અને સલમાન ખાનના ચાહકોએ આ વિડિયો પર ખૂબ પ્રેમ લુટાવ્યો છે. અક્ષય કુમારે પોતાના ઈન્સ્ટાગ્રામ પર તેનો વીડિયો શેર કર્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

17 વર્ષ પછી સાથે જોવા મળ્યા અક્ષય કુમાર અને સલમાન ખાન: અક્ષય કુમાર અને સલમાન ખાન બંને 90ના દાયકામાં પોતાની કારકિર્દીની શરૂઆત કરી ચુક્યા છે. બંને સાથે સંઘર્ષ કરીને સુપરસ્ટાર બની ગયા છે. અક્ષય કુમારે સલમાન ખાન સાથે કુલ 2 ફિલ્મો કરી છે.

વર્ષ 2004માં આવેલી ફિલ્મ મુઝસે શાદી કરોગી પણ ખૂબ હિટ સાબિત થઈ હતી. આ ફિલ્મમાં અક્ષય કુમાર અને સલમાન ખાનની જોડીને ખૂબ પસંદ કરવામાં આવી હતી.

સુપરહિટ રહી હતી બંનેની જોડી: બંને મિત્રો તરીકે આ ફિલ્મમાં સાથે આવ્યા હતા. ડેવિડ ધવનની આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સફળ રહી હતી. ત્યાર પછી સલમાન ખાન અને અક્ષય કુમારે વર્ષ 2006માં જાનેમન ફિલ્મ પણ સાથે કરી હતી.

આ ફિલ્મમાં પ્રીતિ ઝિન્ટાએ પણ મુખ્ય પાત્ર નિભાવ્યું હતું. ડિરેક્ટર શિરીષ કુંદરની આ ડેબ્યુ ફિલ્મ હતી. આ ફિલ્મમાં બંને વચ્ચે ખૂબ વિવાદ થયો હતો. સલમાન ખાને આ ફિલ્મમાં તેમના રોલને કટ કરવાનો આરોપ અક્ષય કુમાર પર લગાવ્યો હતો. આ આરોપના જવાબમાં અક્ષય કુમારે હિન્દુસ્તાન ટાઈમ્સને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, ‘હા, મેં સલમાન ખાનના રોલને કટ કરવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ હું આવું કરી શક્યો નહિ. કારણ કે સલમાન ખાને ખૂબ જ શાનદાર કામ કર્યું છે. આ ફિલ્મમાં સલમાન ખાને પોતાની કારકિર્દીનું સર્વશ્રેષ્ઠ કામ કર્યું છે.