આમિર ખાન અને સલમાન ખાનની દુશ્મનીનો આ કિસ્સો નહિં જાણતા હોય તમે, વાંચો તેની આખી સ્ટોરી

બોલિવુડ

કોરોનાએ ફરી એકવાર બધાનું જીવન અટકાવી દીધું છે. દરેક જગ્યાએ લોકડાઉન છે. સામાન્ય માણસોની સાથે સાથે આપણા સ્ટાર્સના કામ પણ બંધ છે. મહારાષ્ટ્રમાં પણ જબરદસ્ત લોકડાઉન છે. આ કારણે મુંબઈમાં ફિલ્મ્સનું શૂટિંગ રદ કરવામાં આવ્યું છે. લગભગ બધા સેલેબ્સ તેમના પરિવારને સમય આપી રહ્યા છે. આવી સ્થિતિમાં આ સેલેબ્સના ઘણા કિસ્સા, થ્રોબેક તસવીરો અને વીડિયોઝ ખૂબ વાયરલ થઈ રહ્યા છે.

આ કિસ્સામાં સલમાન ખાન અને આમિર ખાનનો પણ એક કિસ્સો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ કિસ્સો બંનેની દોસ્તી નહિં પરંતુ દુશ્મનીનો છે. બોલિવૂડમાં એક સમય એવો પણ હતો જ્યારે આમિર ખાન અને સલમાન ખાન એકબીજાનો ચેહરો જોવો પણ પસંદ કરતા ન હતા. આમિર અને સલમાને માત્ર એક જ ફિલ્મમાં સાથે કામ કર્યું હતું. તે ફિલ્મ અંદાઝ અપના અપના હતી.

જ્યારે આ ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું હતું ત્યારે બંને વચ્ચે ઝઘડો થયો હતો. આમિર અને સલમાન બંનેએ આ ઈન્ડસ્ટ્રીમાં લગભગ એક સાથે આકાશની ઉંચાઈ જોઈ છે. આજે તે બંને સુપરસ્ટારમાં શામેલ છે. આજે આ બંને ખૂબ સારા મિત્રો છે. પરંતુ એક સમય એવો હતો જ્યારે સલમાનના એટિટ્યુડને કારણે આમિર તેને બિલકુલ પસંદ કરતો ન હતો.

આમિર ખાને સલમાન ખાનને લઈને એકવાર કરણ જોહરના ચેટ શો કોફી વિથ કરણ માં ઘણાં ખુલાસો કર્યા હતા. આમિરે કહ્યું હતું કે તેમના પર તે સમયે સલમાનને લઈને પહેલી ઈમ્પ્રેશન ખૂબ ખરાબ હતી. આમિરે કહ્યું હતું કે ફિલ્મ અંદાઝ અપના અપના માં સલમાન સાથે કામ કરવાનો તેમનો અનુભવ કંઈ ખાસ રહ્યો ન હતો. સલમાન તે સમયે મને સંપૂર્ણ રીતે વિચિત્ર અને અનપ્રોફેશનલ લાગતો હતો. તેની સાથે કામ કરીને મને એ અનુભવ થયો કે તેમનાથી દૂર રહેવું જ સારું છે.

આ ફિલ્મમાં બંનેને પડદા પર જોઈને એવું બિલકુલ ન લાગ્યું કે બંનેના સારા સંબંધ નથી. આ ફિલ્મ રાજકુમાર સંતોશીએ બનાવી હતી. આમિર-સલમાન ઉપરાંત કરિશ્મા કપૂર, રવિના ટંડન અને પરેશ રાવલે પણ આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકા નિભાવી હતી. પછી તે બંને સારા મિત્રો બની ગયા. આ બંનેની મિત્રતા મિત્રતા ત્યારે વધી જ્યારે 2002 માં આમિર તેની પત્ની રીના દત્તા સાથે છૂટાછેડા લેવાનો હતો.

તે દિવસોમાં, આમિર ખાન દારૂના નશામાં રહેતો હતો. આવી સ્થિતિમાં સલમાન તેના ઘરે આવ્યો હતો. આમિરના કહેવા પ્રમાણે, સલમાન તેની જિંદગીમાં ત્યારે આવ્યો જ્યારે તે ખૂબ જ એકલતા અનુભવતો હતો. ત્યારથી લઈને આજ સુધી આમિર-સલમાન સારા મિત્રો છે.

જો આપણે પ્રોજેક્ટ્સની વાત કરીએ તો આમિરની આગામી ફિલ્મ લાલસિંહ ચડ્ઢા છે. આ ફિલ્મમાં તેની સાથે કરીના કપૂર ખાન પણ જોવા મળશે. તો સલમાનની આગામી ફિલ્મ રાધે: યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ, અંતિમ, ટાઇગર 3, કભી ઈદ કભી દિવાલી જેવી ફિલ્મો છે.