મોટા-મોટા બિઝનેસમેનથી પણ વધુ છે સલમાનની કમાણી, એક મહિનામાં કરે છે કરોડોની કમાણી, જાણો તેમની કુલ સંપત્તિ વિશે

બોલિવુડ

સલમાન ખાનની ગણતરી હિન્દી સિનેમાના સૌથી લોકપ્રિય કલાકારોમાં થાય છે. સલમાન ખાન હિન્દી સિનેમાના મેગાસ્ટાર છે. તેમની લોકપ્રિયતા દેશમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ છે. સલમાન ખાન છેલ્લા 33 વર્ષથી ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા છે. સલમાને પોતાની કારકિર્દીની શરૂઆત વર્ષ 1988માં આવેલી ફિલ્મ ‘બીવી હો તો ઐસી’થી કરી હતી.

ફિલ્મ ‘બીવી હો તો ઐસી’માં સલમાન ખાન મુખ્ય ભુમિકામાં ન હતા. આ ફિલ્મમાં દિગ્ગઝ અભિનેત્રી રેખા અને દિવંગત અભિનેતા ફારૂક શેખે મુખ્ય ભૂમિકા નિભાવી હતી. જ્યારે સલમાન આ ફિલ્મમાં એક નાની ભુમિકામાં જોવા મળ્યા હતા. એક મુખ્ય અભિનેતા તરીકે સલમાનની ફિલ્મી કારકિર્દીની શરૂઆત બીજા જ વર્ષે 1989માં થઈ હતી.

1989માં આવેલી ફિલ્મ ‘મૈને પ્યાર કિયા’થી સલમાને મુખ્ય અભિનેતા તરીકે કામ કરવાનું શરૂ કર્યું હતું. આ ફિલ્મમાં તેમની સાથે અભિનેત્રી ભાગ્યશ્રીએ કામ કર્યું હતું. ભાગ્યશ્રીની પણ આ પહેલી ફિલ્મ હતી. બંનેની પહેલી ફિલ્મ ખૂબ હિટ રહી હતી. જેનું નિર્દેશન સૂરજ બડજાત્યાએ કર્યું હતું.

ત્યાર પછી સલમાન ખાને ક્યારેય પાછળ વળીને નથી જોયું. તે સતત સફળતાની સીડી ચઢતા ગયા અને ટૂંક સમયમાં જ સલમાન હિન્દી સિનેમાના સૌથી લોકપ્રિય અભિનેતાઓમાંથી એક બની ગયા. સલમાન ખાન 56 વર્ષનો થઈ ચુક્યા છે પરંતુ આજે પણ તે ફિલ્મોમાં મુખ્ય અભિનેતા તરીકે કામ કરી રહ્યા છે.

સલમાનને સિને જગતે ખૂબ ખ્યાતિ અપાવી છે. સાથે જ તેણે તેમાંથી અપાર સંપત્તિ પણ કમાઈ છે. સલમાનની ગણતરી હિન્દી સિનેમાના સૌથી મોંઘા અને અમીર અભિનેતાઓમાં થાય છે. પ્રાપ્ત મીડિયા રિપોર્ટ્સ મુજબ સલમાન પાસે કુલ લગભગ 2,255 કરોડ રૂપિયાની સંપત્તિ છે.

સલમાનની ફી: સલમાન ખાન હિન્દી સિનેમાના કેટલાક એવા સ્ટાર્સમાં શામેલ છે જે એક ફિલ્મ માટે 100 કરોડ રૂપિયાથી વધુ ફી લે છે. સલમાનની વર્ષ 2016માં આવેલી સુપરહિટ ફિલ્મ ‘બજરંગી ભાઈજાન’ માટે તેમને 100 કરોડ રૂપિયાની ફી મળી હતી અને આ સાથે તેમણે બધા રેકોર્ડ તોડી નાખ્યા હતા.

ટાઈગર ઝિંદા હૈ માટે મળ્યા 130 કરોડ રૂપિયા: સલમાને ‘બજરંગી ભાઈજાન’ની અપાર સફળતા પછી ટાઈગર ઝિંદા હૈના આગામી પાર્ટ માટે પોતાની ફીમાં ઘણી હદ સુધી વધારો કર્યો હતો. તેમને વર્ષ 2017માં આવેલી આ ફિલ્મ માટે 130 કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા.

સલમાનની એક મહિનાની કમાણી: હવે વાત કરીએ સલમાનની એક મહિનાની કમાણી વિશે. મળતી માહિતી મુજબ, સલમાન એક મહિનામાં લગભગ 16 કરોડની કમાણી કરી લે છે. સાથે જ તેમની એક વર્ષની કમાણી લગભગ 192 કરોડ રૂપિયા છે. ફિલ્મો ઉપરાંત, અભિનેતાની કમાણીનું માધ્યમ પ્રોડક્શન હાઉસ, રોકાણ, ટીવી શો અને જાહેરાતો વગેરે પણ છે. સલમાન બ્રાન્ડને એન્ડોર્સ કરવા માટે 6-7 કરોડ રૂપિયાની ફી લે છે.

સલમાન પોતાના પરિવાર સાથે મુંબઈના બાંદ્રામાં આવેલા ગેલેક્સી એપાર્ટમેન્ટમાં રહે છે. તેમની પાસે પનવેલમાં એક લક્ઝરી ફાર્મ હાઉસ પણ છે. જ્યાં તે અવારનવાર સમય પસાર કરતા જોવા મળે છે. અભિનેતા પાસે ઘણી કિંમતી કાર પણ છે અને તે એક નોન પ્રોફિટ સંસ્થા ‘બીઇંગ હ્યુમન’ પણ ચલાવે છે.

બિગ બોસ માટે લીધી 350 કરોડ રૂપિયાની ફી: સલમાન ખાન વર્ષોથી ટીવી રિયાલિટી શો બિગ બોસ હોસ્ટ કરી રહ્યા છે. તાજેતરમાં જ આ શોની 15મી સીઝન સમાપ્ત થઈ છે. સલમાને તેના માટે 350 કરોડ રૂપિયાની મોટી ફી લીધી હતી.

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, સલમાનની આગામી ફિલ્મોમાં ‘ટાઈગર 3’, ‘કભી ઈદ કભી દિવાલી’ શામેલ છે. સલમાન તાજેતરમાં જ ‘ટાઈગર 3’ના છેલ્લા ભાગના શૂટિંગ માટે અભિનેત્રી કેટરિના કૈફ સાથે દિલ્હી પહોંચ્યા હતા.