આ અભિનેત્રીએ પહેર્યું સલમાન ખાનનું લકી બ્રેસલેટ, તસવીર જોયા પછી ચાહકો એ કહી આવી વાત

બોલિવુડ

હિન્દી સિનેમાના સુપરસ્ટાર સલમાન ખાન 56 વર્ષની ઉંમરમાં પણ ફિલ્મી દુનિયામાં ખૂબ જ એક્ટિવ છે. સલમાન ખાન એક પછી એક ફિલ્મો કરી રહ્યા છે. દર વર્ષે ઈદ પર તેમની કોઈને કોઈ ફિલ્મ જરૂર આવે છે, જોકે આ વખતે એવું બન્યું નથી. જો કે આવતા વર્ષે સલમાન ઈદ પર કેટરીના કૈફ સાથે ફિલ્મ ‘ટાઈગર 3’ થી ધૂમ મચાવશે.

સલમાન અને કેટરિનાએ ‘ટાઈગર 3’ના છેલ્લા ભાગનું શૂટિંગ આ વર્ષની શરૂઆતમાં પૂર્ણ કર્યું હતું. ફિલ્મનું છેલ્લું શૂટ દિલ્હીમાં થયું હતું. આ ફિલ્મ આવતા વર્ષે રિલીઝ થશે. સાથે જ હવે સલમાને તેની નવી ફિલ્મ ‘કભી ઈદ કભી દિવાળી’નું શૂટિંગ શરૂ કરી દીધું છે. તાજેતરમાં જ આ ફિલ્મ પર કામ શરૂ થયું છે.

જણાવી દઈએ કે ‘કભી ઈદ કભી દિવાળી’માં સલમાન ખાન અભિનેત્રી પૂજા હેગડે સાથે જોવા મળશે. પૂજા ભૂતકાળમાં દક્ષિણ ભારતીય ફિલ્મોના સુપરસ્ટાર પ્રભાસ સાથે ફિલ્મ ‘રાધેશ્યામ’માં જોવા મળી હતી, જોકે આ ફિલ્મ ફ્લોપ રહી હતી. હાલમાં સલમાન અને પૂજા બંને પોતાની નવી ફિલ્મને લઈને ચર્ચામાં છે.

નોંધપાત્ર વાત એ છે કે આ પહેલીવાર હશે જ્યારે સલમાન અને પૂજા એકસાથે સ્ક્રીન શેર કરતા જોવા મળશે. પૂજાએ ફિલ્મનું શૂટિંગ શરૂ થવાની માહિતી પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી આપી છે અને તેણે તેની સાથે પોતાની એક તસવીર પણ શેર કરી છે. તસવીર શેર કરવાની સાથે પૂજાએ કેપ્શનમાં લખ્યું છે કે, ‘શૂટિંગ શરૂ થઈ ગયું છે.’

પૂજાએ પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી પોતાની જે તસવીર શેર કરી છે તે ખૂબ ખાસ છે. કારણ કે આ તસવીરમાં પૂજાએ કાંડામાં બ્રેસલેટ પહેર્યું હતું. હવે એવું માનવામાં આવી રહ્યું છે કે પૂજાના કાંડામાં જોવા મળી રહેલું આ બ્રેસલેટ અભિનેતા સલમાન ખાનનું છે. જણાવી દઈએ કે સલમાન અવારનવાર આ બ્રેસલેટ સાથે જોવા મળે છે. ભલે કોઈ પણ પ્રસંગ હોય તે તેને હંમેશા પહેરે છે.

પૂજાની આ તસવીરને અત્યાર સુધીમાં 10 લાખથી પણ વધુ લાઈક્સ મળી ચૂકી છે. સાથે જ તેના ચાહકો તેના પર ખૂબ કમેંટ્સ પણ કરી રહ્યા છે. એક યુઝરે કોમેન્ટ કરતા લખ્યું છે કે, ‘કભી ઈદ કભી દિવાળી’. સાથે જ એક યુઝરે લખ્યું છે કે, “શું નજારો છે.”. આગળ એક અન્ય યુઝરે કમેન્ટમાં લખ્યું છે કે, “ખૂબ જ સુંદર”. પૂજાની આ પોસ્ટ પર ચાહકો ખૂબ પ્રેમ વરસાવી રહ્યા છે.

કહેવામાં આવી રહ્યું છે કે સલમાન અને પૂજાની આ ફિલ્મમાં સલમાનના જીજા આયુષ શર્મા અને બિગ બોસ 13ની સ્પર્ધક શહનાઝ ગિલ પણ જોવા મળશે.