બોલીવુડની આ અભિનેત્રી સાથે 10 વર્ષ સુધી ચાલ્યું હતું સલમાન ખાનનું અફેયર, હવે દેખાય છે કંઈક આવી

બોલિવુડ

બોલિવૂડના ભાઈજાન જે અત્યાર સુધી એક મોસ્ટ એલિઝિબલ બેચરલ છે. દરેક બસ આ જ વાતનો જવાબ જાણવા ઈચ્છે છે કે છેવટે સલમાન ખાન લગ્ન ક્યારે કરશે, કોની સાથે કરશે, પરંતુ આજ સુધી આ વાતનો જવાબ કોઈ આપી શક્યું નથી. જોકે એવું નથી કે સલમાન ખાન હંમેશા સિંગલ રહ્યા છે, સલમાન ખાનનું નામ ઘણી અભિનેત્રીઓ સાથે જોડાઈ ચુક્યું છે, તેના અફેરના ઘણા સમાચારો સામે આવ્યા છે, પરંતુ પરિણામ એ જ કે સલમાનના લગ્નનું કોઈ નામ નિશાન નથી.

જોકે સલમાનનું નામ ઘણા લોકો સાથે જોડાઈ ચુક્યું છે, પરંતુ એક સમયે તેનું નામ જોડાયું હતું સંગીતા બિજલાની સાથે. કદાચ સંગીતા જ તે છોકરી હતી જે સૌથી વધુ સમય સુધી સલમાન ખાન સાથે રિલેશનશિપમાં રહી હતી. સૂત્રોનું માનીએ તો સલમાન અને સંગીતા એ એકબીજાને લગભગ 10 વર્ષ સુધી ડેટ કરી હતી. જણાવી દઈએ કે સંગીતા બિજલાનીએ 1980 માં મિસ ઈન્ડિયાનો એવોર્ડ જીત્યો હતો, ત્યારપછી તેણે 1988 માં ફિલ્મ કાતિલથી બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો.

ફિલ્મોમાં સંગીતાને સારી સફળતા મળી હતી, ખૂબ જ સુંદર અને શ્રેષ્ઠ એક્ટિંગે તેને બોલીવુડમાં એક નવી ઓળખ અપાવી હતી. ત્યાર પછી સલમાન ખાન અને સંગીતા બિજલાની વચ્ચે નિકટતા વધવા લાગી હતી, બંને લગભગ 10 વર્ષ સુધી એકબીજા સાથે રિલેશનશિપમાં રહ્યા હતા. જણાવી દઈએ કે સંગીતા એટલી સુંદર હતી કે તેને જોઈને કોઈપણ તેના દીવાના થઈ શકતા હતા. આજે સંગીતા 52 વર્ષની થઈ ગઈ છે પરંતુ તેની સુંદરતા તે જ રીતે અકબંધ છે જેવી પહેલા હતી.

જણાવી દઈએ કે સલમાનથી અલગ થયા પછી સંગીતાની નિકટતા ક્રિકેટર અઝરુદ્દીન સાથે વધવા લાગી હતી. જો કે અઝહર પહેલાથી જ પરિણીત હતો, પરંતુ છતા પણ બંને એકબીજાના પ્રેમમાં એ રીતે કેદ થઈ ગયા હતા કે અઝહરે પોતાના નવ વર્ષ જૂના લગ્ન તોડી નાખ્યા, જણાવી દઈએ કે અઝહરને તેની પહેલી પત્નીથી બે બાળકો પણ હતા. તેમને આ વાતની ભનક પણ ન લાગી હતી કે ક્યારે અઝહર અને સંગીતા એકબીજાની નજીક આવ્યા અને વાત અહીં સુધી પહોંચી ગઈ હતી કે અઝહરે તેને છુટાછેડા આપવાનો નિર્ણય લીધો.

અઝહર અને સંગીતાએ વર્ષ 1996 માં લગ્ન કર્યા હતા. અહીં સુધી કે અઝહર સાથે લગ્ન કરવા માટે સંગીતાએ ઈસ્લામ ધર્મ પણ કબૂલ કર્યો હતો અને સંગીતાથી આયશા બની ગઈ હતી. પરંતુ પછી તેમના સંબંધને કોઈની નજર લાગી ગઈ, ખરેખર વચ્ચે અઝહર અને જ્વાલા ગુટ્ટાના અફેરની ઘણી વાતો થઈ રહી હતી. એવું સાંભળવામાં આવી રહ્યું હતું કે બંને એકબીજાને ડેટ કરી રહ્યા છે. જેના કારણે લગ્નના 15 વર્ષ પછી અઝહર અને સંગીતાએ પણ એકબીજા સાથે છૂટાછેડા લીધા હતા.

સમાચારોનું માનીએ તો અઝહરે પોતાની પહેલી પત્નીને છુટાછેડા આપીને સંગીતાનો હાથ એટલા માટે પકડ્યો હતો કારણ કે તે લગ્ન પહેલા જ પ્રેગ્નેંટ થઈ ગઈ હતી. જોકે આ વાતની ક્યારેય કોઈ પુષ્ટિ કરવામાં આવી ન હતી, પરંતુ બંનેના લગ્ન સમયે આ સમાચાર પણ ખૂબ ચર્ચામાં હતા.