ફિલ્મથી બિલકુલ અલગ છે મહેંદ્ર સિંહ ધોનીની લવ સ્ટોરી, જાણો કેવી રીતે પહેલી નજરમાં સાક્ષી પર દિલ હારી બેઠા હતા ધોની

રમત-જગત

મહેન્દ્ર સિંહ ધોની પર બાયોપિક બનાવવામાં આવી હતી જેમાં ધોનીની લવ સ્ટોરી વિશે જણાવવામાં આવ્યું હતું. પરંતુ મહેન્દ્ર સિંહ ધોનીની રિયલ લવ સ્ટોરી ફિલ્મથી બિલકુલ અલગ છે. જણાવી દઈએ કે ધોની અને સાક્ષીની સ્ટોરી ફિલ્મ જેવી નથી પરંતુ તે ફિલ્મથી અલગ છે અને બંને કેવી રીતે મળ્યા એ વાત આજે અમે તમને આ આર્ટિકલમાં જણાવવા જઈ રહ્યા છીએ.

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની 4 જુલાઈએ 12મી એનિવર્સરી છે. ધોની અને સાક્ષીએ 4 જુલાઈ, 2010ના રોજ દેહરાદૂનમાં લગ્ન કર્યા હતા. આ લગ્નમાં માત્ર ધોનીના ખૂબ જ નજીકના લોકો જ શામેલ થયા હતા. ધોનીની લવસ્ટોરી તેમના પર બનેલી ફિલ્મથી બિલકુલ અલગ છે.

ક્રિકેટની દુનિયામાં મહેન્દ્ર સિંહ ધોની અને સાક્ષીની જોડી ખૂબ પ્રખ્યાત છે. ધોની અને તેની પત્ની સાક્ષીની લવ સ્ટોરી આખો દેશ જાણે છે. ધોનીની બાયોપિક બોલિવૂડ ફિલ્મ એમએસ ધોનીઃ ધ અનટોલ્ડ સ્ટોરીમાં ધોનીની લવ સ્ટોરી બતાવવામાં આવી છે. જોકે રિયલ લાઈફમાં માહી-સાક્ષીની લવસ્ટોરી ફિલ્મથી બિલકુલ અલગ છે.

ધોની અને સાક્ષી બંને એકબીજાને બાળપણથી ઓળખે છે. બંનેના પિતા એક સાથે રાંચીના MECON માં કામ કરતા હતા. બંને રાંચીની એક જ સ્કૂલમાં ભણતા હતા. પરંતુ પછી સાક્ષીનો પરિવાર દેહરાદૂન શિફ્ટ થઈ ગયો હતો.

ત્યાર પછી બંનેની મુલાકાત લગભગ 10 વર્ષ પછી વર્ષ 2007માં કોલકાતામાં થઈ હતી. આ દરમિયાન ટીમ ઈન્ડિયા કોલકાતાના તાજ બંગાળમાં રોકાઈ હતી. સાક્ષી અહીં ઈન્ટર્નશિપ કરી રહી હતી. જ્યાં બંનેની મુલાકાત થઈ હતી. સાક્ષીના મેનેજર યુધાજીત દત્તાએ તેનો ધોની સાથે પરિચય કરાવ્યો હતો.

યુધાજીત દત્તા પણ સાક્ષીના સારા મિત્ર હતા. આ મુલાકાત પછી બંનેએ માર્ચ 2008માં ડેટિંગ કરવાનું શરૂ કર્યું હતું. સાક્ષી તે જ વર્ષે મુંબઈમાં ધોનીની બર્થડે પાર્ટીમાં પણ શામેલ થઈ હતી.

પહેલી મુલાકાત પછી માહીએ હોટલ મેનેજર દત્તા પાસેથી સાક્ષીનો નંબર માંગ્યો અને તેને મેસેજ કર્યો. મીડિયા રિપોર્ટ્સ મુજબ સાક્ષીને વિશ્વાસ ન આવ્યો કે આટલો પ્રખ્યાત ક્રિકેટર તેને મેસેજ કરી રહ્યો છે. તે આ ભાવિ કપલ માટે મિત્રતાની શરૂઆત હતી.

બે વર્ષ પછી 2010માં ધોની અને સાક્ષી લગ્નના બંધનમાં બંધાઈ ગયા. આ કપલને 2015માં એક પુત્રી થઈ, જેનું નામ જીવા છે. ધોની તાજેતરમાં જ જીવા સાથે એક જાહેરાતમાં જોવા મળ્યા હતા.