જાણો સૈફ અલી ખાને કેવી રીતે જણાવી હતી બાળકોને અમૃતા સાથે છુટાછેડાની વાત, કહ્યું હતું કંઈક એવું કે..

બોલિવુડ

હિન્દી સિનેમામાં અભિનેતા સૈફ અલી ખાન અને અભિનેત્રી અમૃતા સિંહ વચ્ચેના સંબંધોની ખૂબ ચર્ચા કરવામાં આવી છે. જ્યારે બંનેના લગ્ન થયાં હતાં ત્યારે અમૃતા સિંહ ફિલ્મ ઇન્ડસ્ટ્રીનું મોટું નામ હતી, તો સૈફ અલી ખાને તે સમયે હિન્દી સિનેમામાં પગ પણ મૂક્યો ન હતો. 20 વર્ષના સૈફ અલી ખાન અને 32 વર્ષીય અમૃતા સિંહે વર્ષ 1991 માં લગ્ન કર્યા હતા. તે એક લવ મેરેજ હતા. તેમના બંને પરિવારો આ સંબંધની વિરુદ્ધ હતા, પરંતુ છતા પણ બંનેએ તેમના પ્રેમને ઉપર રાખીને લગ્ન કર્યા હતા.

જ્યારે તે બંને લગ્નના બંધનમાં બંધાયા હતા, ત્યારે તેમના સંબંધોને લઈને અનેક પ્રકારની વાતો થઈ હતી. બંને વચ્ચેની ઉંમરમાં 12 વર્ષનો તફાવત પણ ઘણા લોકોને હજમ થતો ન હતો. જોકે બંનેના લગ્ન લાંબા સમય સુધી ટકી શક્યા નહીં. વર્ષ 2004 માં બંનેના પરસ્પર સંમતિથી છૂટાછેડા થયા અને તેમના 13 વર્ષ જુના સંબંધનો અંત આવ્યો.

લગ્ન પછી, સૈફ અલી ખાન અને અમૃતા સિંહ બે બાળકો અભિનેત્રી સારા અલી ખાન અને પુત્ર ઇબ્રાહિમ અલી ખાનાના માતા-પિતા બન્યા. છૂટાછેડા પછી બંને બાળકોની કસ્ટડી અમૃતા સિંહને આપવામાં આવી હતી. સૈફ અલી ખાન ઘણા ઈંટરવ્યૂમાં અમૃતા સાથેના સંબંધ અને છુટાછેડા વિશે વાત કરી ચુક્યા છે. સાથે જ તેમણે એક વખત ઈંટરવ્યૂમાં એ વાતનો ખુલાસો કર્યો હતો કે તેણે પોતાના બાળકોને અમૃતા અને પોતાના છુટાછેડા વિશે કેવી રીતે જણાવ્યું હતું.

સૈફે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે, ‘હું એટલું જ કહીશ કે આ દુનિયાની સૌથી ખરાબ બાબત હતી. હું હંમેશાં એ વિચારું છું કે કદાચ આ બધુ અલગ હોત. અભિનેતાના કહેવા પ્રમાણે, હું ક્યારેય આ વાતથી ઓકે થઈ શકીશ નહિ. તમે ક્યારેય તમારા માતાપિતાની અલગ-અલગ કલ્પના કરતા નથી. તમે બંનેને હંમેશા સાથે જુવો છો. બાળકોના મગજમાં માતાપિતાની એ જ છબી હોય છે કે તે શરૂઆતથી માતા પિતાને સાથે જ જુવે છે.’

સૈફ અલીએ આગળ જણાવ્યું કે, આવી સ્થિતિમાં કોઈપણ બાળકના મનમાંથી તે છબી તોડવી સરળ નથી હોતું કારણ કે તમે માતાપિતા તરીકે બાળકોનો તે હક છિનવી શકતા નથી. જોકે આપણે મોડર્ન ફેમિલીમાં વિશ્વાસ કરીએ છીએ જ્યાં પરિવારના સભ્યો એકબીજાને માન આપે છે. તમારે તેવી રીતે જ રહેવું પડે છે કારણ કે જિંદગીમાં કંઈ પણ બને તમને દરેક રીતે જીવતા આવડવું જોઈએ.

નોંધપાત્ર વાત એ છે કે, વર્ષ 2004 માં સૈફથી અલગ થયા પછી, અમૃતા સિંહે આજ સુધી તેનું દિલ કોઈ સાથે જોડ્યું નથી. 62 વર્ષની ઉંમરે તે આજે પણ સિંગલ છે. જ્યારે સૈફ અલી ખાને ફિલ્મ ટશન દરમિયાન અભિનેત્રી કરીના કપૂર ખાન સાથે નિકટતામાં વધારો કર્યો હતો. પછી વર્ષ 2012 માં બંનેએ લગ્ન કરી લીધાં. લગ્ન પછી બંને વર્ષ 2016 માં પુત્ર તૈમૂર અલી ખાનના માતા-પિતા બન્યા હતા. જ્યારે કરીનાએ થોડા દિવસો પહેલા જ બીજા પુત્રને જન્મ આપ્યો છે.

વર્કફ્રન્ટની વાત કરીએ તો અમૃતા સિંહ હવે ફિલ્મોમાં જોવા મળતી નથી. તેમણે 80 અને 90 ના દાયકામાં ઘણી સુંદર ફિલ્મો આપી છે. હાલમાં તે લાંબા સમયથી ફિલ્મના પડદાથી દૂર છે. સૈફ અલી ખાન છેલ્લે વેબ સિરીઝ તાંડવમાં જોવા મળ્યો હતો. જ્યારે તેની આગામી ફિલ્મમાં ‘આદિપુરુષ’ શામેલ છે. આ ફિલ્મમાં તે અભિનેતા પ્રભાસ સાથે કામ કરતા જોવા મળશે.

Leave a Reply

Your email address will not be published.