5000 કરોડના માલિક છે સૈફ અલી ખાન, પરંતુ પોતાના 4 બાળકોને કંઈપણ નહિં આપે, જાણો શું છે તેનું કારણ

બોલિવુડ

બોલિવૂડ ઈન્ડસ્ટ્રીના નવાબ કહેવાતા પ્રખ્યાત અભિનેતા સૈફ અલી ખાને પોતાની કારકિર્દીમાં ઘણી સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યું છે. સૈફ અલી ખાને વર્ષ 1993માં રિલીઝ થયેલી ફિલ્મ પરંપરાથી પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી, જોકે તેની ફિલ્મ બોક્સ ઓફિસ પર ખરાબ રીતે ફ્લોપ રહી હતી. ત્યાર પછી તે ‘આશિક આવારા’, ‘ઓમકારા’, ‘મેં ખિલાડી તુ અનાડી’, ‘યે દિલ્લગી’ અને ‘હમ તુમ’ જેવી ઘણી ફિલ્મોના ભાગ બન્યા.

જણાવી દઈએ કે સૈફ અલી ખાન એક અમીર પરિવાર સાથે સંબંધ ધરાવે છે. જ્યાં તેમણે બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાંથી કરોડોની કમાણી કરી છે તો તેમની પાસે તેમના દાદાની પણ કરોડોની સંપત્તિ છે. તેમની પાસે મુંબઈની સાથે-સાથે હરિયાણા, ભોપાલ જેવી ઘણી જગ્યા પર તેમની કરોડોની સંપત્તિ આજે પણ છે જે તેમને તેમના પિતા અને દાદા પાસેથી વારસામાં મળી. પરંતુ સૈફ અલી ખાન આ સંપત્તિને પોતાના ચાર બાળકોના નામે કરી શકશે નહિં. તો ચાલો જાણીએ શું છે તેનું કારણ?

સૈફ અલી ખાન પાસે નથી આ અધિકાર: સૌથી પહેલા તમને જણાવી દઈએ કે સૈફ અલી ખાને બે લગ્ન કર્યા છે. તેમના પહેલા લગ્ન પ્રખ્યાત અભિનેત્રી અમૃતા સિંહ સાથે થયા હતા, ત્યાર પછી તેમના ઘરે 2 બાળકોનો જન્મ થયો જેમના નામ સારા અલી ખાન અને ઈબ્રાહિમ અલી ખાન છે. આ દરમિયાન તેમના છૂટાછેડા થઈ ગયા. ત્યાર પછી તેમણે વર્ષ 2012 માં અભિનેત્રી કરીના કપૂર સાથે લગ્ન કર્યા, ત્યાર પછી તેમના ઘરે 2 બાળકોનો જન્મ થયો, જેમના નામ જહાંગીર અલી ખાન અને તૈમુર અલી ખાન છે.

હવે વાત કરીએ કે છેવટે સૈફ અલી ખાન પોતાના ચાર બાળકોને તેમની 5000 કરોડની સંપત્તિમાં ભાગ શા માટે નહિં આપી શકે? ખરેખર સૈફ અલી ખાનના પટૌડી પેલેસ ઉપરાંત તેમની જે અન્ય સંપત્તિ છે, તે ભારત સરકારના એનિમી ડિસ્પ્યૂટ એક્ટ હેઠળ આવે છે. આ એક્ટમાં આવતી સંપત્તિના કોઈ અધિકારી ન બની શકે.

જો તેના અધિકારી કોઈ બનવા ઈચ્છે તો તેના માટે તેમણે સૌથી પહેલા હાઈકોર્ટમાં જવું પડશે. જો ત્યાંથી હાર મળે તો તેમણે સુપ્રીમ કોર્ટ જવું પડશે. આ ઉપરાંત વ્યક્તિ પાસે દેશના રાષ્ટ્રપતિ પાસે જવાનો વિકલ્પ પણ રહે છે. જણાવી દઈએ કે સૈફ અલી ખાનના પરદાદા હમીદુલ્લા ખાન બ્રિટિશ શાસન દરમિયાન નવાબ હતા.

પોતાની કમાણીથી લક્ઝરી લાઈફ જીવે છે સૈફ: કહેવાય છે કે પરિવારમાં સંપત્તિને લઈને કોઈ ઝઘડો ન થાય તેના માટે તેમણે ક્યારેય પણ સંપત્તિને લઈને વસિયત બનાવ્યું નથી. આ જ કારણ છે કે સૈફ અલી ખાનની બધી સંપત્તિ વિવાદાસ્પદ એનિમી ડિસ્પ્યુટ્સ એક્ટ હેઠળ આવે છે. આવી સ્થિતિમાં જો કોઈ વ્યક્તિ આ સંપત્તિ પર પોતાનો હક જણાવે છે અથવા સંપત્તિ પોતાના નામે કરાવવા ઈચ્છે છે તો તેના માટે તેને કાયદાકીય લડાઈ લડવી પડે છે ત્યાર પછી તે સંપત્તિના માલિક બની જાય છે.

જણાવી દઈએ કે, સૈફ અલી ખાન ફિલ્મોમાંથી કમાયેલા પૈસાથી પોતાનું જીવન જીવે છે. તે પોતાની ફિલ્મો દ્વારા સારી કમાણી કરે છે. જોકે, સૈફ અલી ખાન પોતાના દ્વારા કમાયેલી સંપત્તિનો ભાગ પોતાના બાળકોને આપી શકે છે.