સૈફ-કરીના એ પોતાના પુત્રો સાથે પોતાના ઘર પર એંજોય કરી પૂલ પાર્ટી, તૈમુર અને જેહ એ પોતાની કૂલ સ્ટાઈલથી જીત્યું ચાહકોનું દિલ, જુવો આ તસવીરો

બોલિવુડ

કરીના કપૂર ખાન અને સૈફ અલી ઈન્ડસ્ટ્રીની પાવર કપલ્સમાંથી એક છે અને આ બંને પોતાની ફિલ્મોની સાથે સાથે પોતાના અંગત જીવનને લઈને પણ ચર્ચામાં રહે છે. સાથે જ કરીના કપૂર ખાન અને સૈફ અલી ખાન પોતાના વ્યસ્ત શેડ્યુલમાંથી તેમના બાળકો માટે સમય કાઢવાનું બિલકુલ પણ ભૂલતા નથી અને જ્યારે પણ તે પોતાના કામથી ફ્રી હોય છે, ત્યારે તે પોતાના પરિવાર સાથે લાઈફને ખૂબ એંજોય કરે છે. આ દરમિયાન, સોશિયલ મીડિયા પર કરીના કપૂર, સૈફ અલી ખાન અને તેમના બે બાળકોની કેટલીક તસવીરો સામે આવી છે અને આ તસવીરોમાં સૈફ અલી ખાનનો આખો પરિવાર એકસાથે મસ્તી કરતા જોવા મળી રહ્યો છે અને સોશિયલ મીડિયા પર નવાબ પરિવારની તસવીરો આ દિવસોમાં ખૂબ વાયરલ થઈ રહી છે.

સામે આવેલી તસવીરોમાં કરીના કપૂર પોતાના બંને પુત્રો જહાંગીર અલી ખાન અને તૈમુર અલી ખાન સાથે ખૂબ જ મસ્તી ભરેલી સ્ટાઈલમાં જોવા મળી રહી છે અને તેમાંથી જે પહેલી તસવીર સામે આવી છે તે તસવીરમાં કરીના કપૂર તેના નાના નવાબ જહાંગીર અલી ખાન સાથે જોવા મળી રહી છે. આ તસવીરમાં, કરીના કપૂર વ્હાઈટ શર્ટમાં ખૂબ જ સુંદર અને સ્ટાઇલિશ જોવા મળી રહી છે અને તે ખૂબ જ પ્રેમથી પોતાના નાના જેહને નિહાળતા જોવા મળી રહી છે.

આ તસવીરમાં કરીનાનો પુત્ર જહાંગીર અલી ખાન ખૂબ જ ક્યૂટ લાગી રહ્યો છે અને જેહની આ તસવીર કોઈનું પણ દિલ પીગાળી શકે છે. સાથે જ બીજી તસવીરમાં, કરીના કપૂર પોતાના મોટા પુત્ર તૈમૂર અલી ખાન સાથે પૂલ કિનારે ખૂબ જ મસ્તી ભરેલી સ્ટાઈલમાં જોવા મળી રહી છે અને આ તસવીરોમાં નવાબ તૈમૂર અલી ખાન બાથરોબ અને શોર્ટ્સ પહેરીને ખૂબ જ ક્યૂટ લાગી રહ્યા છે. સાથે જ એક અન્ય તસવીર સામે આવી છે જેમાં સૈફ અલી ખાન પોતાના પુત્ર તૈમુર અલી ખાન સાથે પોઝ આપતા જોવા મળી રહ્યા છે.

સામે આવેલી તમામ તસવીરોમાં કરીના કપૂર અને સૈફ અલી ખાનના લક્ઝરી ઘરની શ્રેષ્ઠ ઝલક પણ જોવા મળી રહી છે. તમને જણાવી દઈએ કે કરીના કપૂર અને સૈફ અલી ખાને પોતાના બાળકો સાથે તાજેતરમાં જ પોતાના ઘરે પૂલ પાર્ટી એંજોય કરી હતી અને આ તમામ તસવીરો તે જ પૂલ પાર્ટીની છે તૈમુર અલી ખાન અને જેહ પોતાના માતા-પિતા સાથે ખૂબ જ મસ્તી કરતા જોવા મળી રહ્યા છે. આ તસવીરો પર કરીના અને સૈફ અલી ખાનના ચાહકો ખૂબ પ્રેમ વરસાવી રહ્યા છે અને સોશિયલ મીડિયા પર આ તસવીરો આ દિવસોમાં ખૂબ જ વાયરલ થઈ રહી છે.

નોંધપાત્ર છે કે, તાજેતરમાં જ કરીના કપૂર પોતાના પતિ સૈફ અલી ખાન અને પુત્ર તૈમૂર સાથે પોતાની નણંદ સોહા અલી ખાન અને કુણાલ ખેમુની બુક લૉન્ચ ઈવેન્ટમાં પહોંચી હતી, જ્યાંથી કરીના કપૂરના પરિવારની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ હતી. આ તસવીરોમાં તમે જોઈ શકો છો કે નાના નવાબ તૈમૂર અલી ખાન પણ તેની ફઈની બુકને પ્રમોટ કરતા જોવા મળી રહ્યો છે. વર્કફ્રન્ટની વાત કરીએ તો, કરીના કપૂર ટૂંક સમયમાં ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢામાં જોવા મળશે, જેમાં તે બોલિવૂડના મિસ્ટર પરફેક્શનિસ્ટ આમિર ખાન સાથે જોવા મળશે અને લોકો આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.