સચિન તેંડુલકર રહે છે 100 કરોડના આ લક્ઝરી બંગલામાં, જુવો તેમના લક્ઝરી બંગલાની સુંદર તસવીરો

રમત-જગત

ક્રિકેટના ભગવાન કહેવાતા સચિન તેંડુલકર નિવૃત્તિ પછી પણ સૌથી અમીર ક્રિકેટર તરીકે જાણીતા છે. તેમની પાસે સૌથી મોંઘો લક્ઝરી બંગલો છે, જેની કિંમત 100 કરોડ રૂપિયા છે.

એક સમયે નાના ઘરમાં રહેતા સચિન તેંડુલકરે આજે તે દરેક શોખ પૂર્ણ કર્યા છે જેનું સપનું જોયું હતું. ભારત ઉપરાંત વિદેશમાં પણ તેમની પાસે મોંઘા મકાનો છે. આજે આપણે જાણીશું સચિન તેંડુલકરના ઘર અને સંપત્તિ વિશે.

સચિન પાસે છે 100 કરોડનો બંગલોઃ સચિનનો મુંબઈના બાંદ્રામાં એક લક્ઝરી બંગલો છે. વોગના એક રિપોર્ટ મુજબ, આજની તારીખે તેની કિંમત લગભગ 100 કરોડ રૂપિયા છે. સચિને આ બંગલો 2007માં 39 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. આ બંગલો 1920માં બનાવવામાં આવ્યો હતો, જેની માલિકી એક પારસી પરિવાર પાસે હતી.

સચિને બંગલો ખરીદીને તેને ફરીથી બનાવ્યો, જેને પૂર્ણ થવામાં 4 વર્ષ લાગ્યાં. 6 હજાર ચોરસ ફૂટમાં ફેલાયેલો આ બંગલો ત્રણ માળનો છે. જેના નીચેના બેઝમેંટમાં 40 થી 50 કાર પાર્ક કરવાની જગ્યા છે. બંગલાનો પહેલો માળ તેની પત્ની અંજલિ અને બાળકો અર્જુન-સારાએ મળીને ડિઝાઇન કર્યો છે.

સચિનના બંગલાની સૌથી સુંદર જગ્યા તેનું ટેરેસ છે, જેમાં સ્વિમિંગ પૂલની સાથે-સાથે જિમ પણ છે. આ બંગલા સાથે જોડાયેલી સૌથી ખાસ અને રસપ્રદ વાત એ છે કે સચિને આ બંગલા માટે 100 કરોડ રૂપિયાનો વીમો લીધો છે.

આ ઉપરાંત સચિન પાસે બાંદ્રાના કુર્લા કોમ્પ્લેક્સમાં પણ એક ફ્લેટ છે, જેની કિંમત લગભગ 6 થી 8 કરોડ રૂપિયા છે. તેમની પાસે કેરળમાં વોટર ફેસિંગ હાઉસ પણ છે. તેની કિંમત લગભગ 78 કરોડ રૂપિયા છે.

સચિનના લંડનના ફ્લેટમાંથી દેખાય છે લોર્ડ્સ સ્ટેડિયમ: સ્પોર્ટ્સ કીડા વેબસાઈટ મુજબ બાંદ્રાના 100 કરોડ રૂપિયાના બંગલા ઉપરાંત સચિન પાસે લંડનના લોર્ડ્સ ક્રિકેટ સ્ટેડિયમ પાસે સેન્ટ જોન્સ વૂડમાં પણ એક ઘર છે.

સચિન અવારનવાર અહીં રજાઓ પસાર કરવા જાય છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, સચિને આ ફ્લેટ લગભગ 47 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. એક રિપોર્ટ મુજબ સચિન તેંડુલકરની કુલ સંપત્તિ 1271 કરોડ રૂપિયા છે.

ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા પછી પણ તેની કમાણી ચાલુ છે. તે અલગ-અલગ બ્રાન્ડની જાહેરાત કરીને દર વર્ષે લગભગ 18 કરોડ રૂપિયા કમાય છે. સચિને બુસ્ટ, પેપ્સી, એમઆરએફ, એડિડાસ, બ્રિટાનિયા, તોશિબા, કેસ્ટ્રોલ ઈન્ડિયા, કોકા-કોલા જેવી ઘણી બ્રાન્ડ્સને સમર્થન આપ્યું છે.