સચિન તેંડુલકર ભારતીય ક્રિકેટમાં ભગવાનના નામથી ઓળખાય છે. આ ખેલાડીએ ભારત માટે ઘણા સોનેરી ઈતિહાસ રચ્યા છે અને સચિનનો સદીનો રેકોર્ડ તોડવો આજે પણ લગભગ અશક્ય લાગે છે.
સચિન દુનિયાના એકમાત્ર એવા ખેલાડી હતા જેમણે સૌથી પહેલા બેવડી સદી ફટકારી હતી. જે દર્શાવે છે કે સચિન કયા દરરજાના ખેલાડી છે. જો કે હાલના સમયમાં સચિન ક્રિકેટની દુનિયાથી દૂર થઈ ચુક્યા છે, પરંતુ હાલના સમયમાં તે પોતાના પારિવારિક કારણોસર ખૂબ ચર્ચામાં રહે છે.
તેમની પુત્રી સારા તેંડુલકર ટૂંક સમયમાં બોલિવૂડમાં પગ મુકવા જઈ રહી છે પરંતુ આ દિવસોમાં તેમની પુત્રીથી વધુ તેમની સુંદર પત્નીની ચર્ચા થઈ રહી છે. ચાલો તમને જણાવીએ કે સચિન તેંડુલકરની સુંદર પત્ની કોણ છે જેણે લોકોના દિલ જીતી લીધા છે.
માસ્ટર બ્લાસ્ટર તરીકે ઓળખાતા સચિન તેંડુલકર આ દિવસોમાં સતત પોતાના પારિવારિક કારણોસર ચર્ચામાં રહે છે. તમને જણાવી દઈએ કે સચિન તેંડુલકરની પુત્રી સારા તેંડુલકર તો સુંદર છે જ સાથે જ લોકોની હવે સચિનની પત્ની ઉપર નજર પડી છે.
જેને જોઈને દરેક લોકો એવું કહેતા જોવા મળી રહ્યા છે કે સચિન તેંડુલકરની પત્ની બોલિવૂડ હિરોઈનથી પણ વધુ સુંદર છે. સચિન તેંડુલકરની પત્ની અંજલિ વ્યવસાયે ડોક્ટર છે અને એકબીજા સાથે લગ્ન કરતા પહેલા બંનેએ 2 વર્ષ સુધી એકબીજાને ડેટ કરી હતી.
ચાલો તમને જણાવીએ કે કેવી રીતે સચિન પોતે પોતાની ક્રિકેટિંગ સિદ્ધિઓ વિશે એ જણાવતા જોવા મળે છે કે તેમની પત્નીએ તેમની ક્રિકેટ કારકિર્દીમાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી છે.
ક્રિકેટની દુનિયાના ભગવાન કહેવાતા સચિન તેંડુલકરની પત્ની અંજલી તેંડુલકરને હાલમાં જે કોઈએ પણ જોયા છે તે બધા લોકો તેની સુંદરતાની પ્રસંશા કરતા જોવા મળી રહ્યા છે. તમને જણાવી દઈએ કે સચિન તેંડુલકરે 1995માં અંજલિ તેંડુલકર સાથે ખૂબ જ ધામધૂમથી લગ્ન કર્યા હતા.
આ બંનેની જોડીને જે કોઈ પણ એકબીજા સાથે જુએ છે, ત્યારે બધા લોકો એ માને છે કે ભગવાને આ બંનેને એકબીજા માટે જ બનાવ્યા છે. સચિન તેંડુલકર જ્યારે તેની ક્રિકેટ કારકિર્દીના ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે તેમની પત્ની અંજલિ હતી જેણે તેને ક્યારેય નીચે નમવા ન દીધા અને હંમેશા તેમને પ્રોત્સાહિત કરતી રહી. આ વાતનો ઉલ્લેખ સચિન તેંડુલકરે ઘણી વખત બધાની સામે કર્યો છે. આજે પણ સચિન પોતાની પત્ની અને બાળકો સાથે ઘણો સમય પસાર કરતા જોવા મળે છે, જેની તસવીરો લોકોને ખૂબ પસંદ આવે છે.