અંજલી સાથે લગ્ન, ગાંગુલી સાથે યારી, જુવો સચિન તેંડુલકરની ખાસ તસવીરો

રમત-જગત

દુનિયાના મહાન બેટ્સમેનમાંથી એક સચિન તેંડુલકરનો જન્મ 24 એપ્રિલ ના રોજ થયો હતો. સચિને માત્ર 16 વર્ષની ઉંમરમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પગ મુકયો અને 24 વર્ષ સુધી ક્રિકેટની દુનિયા પર રાજ કર્યા પછી નવેમ્બર 2013 માં તેમણે ઈંટરનેશનલ ક્રિકેટ પર બ્રેક લગાવ્યો.

માસ્ટર બ્લાસ્ટરનો જન્મ 1973 માં મુંબઇના દાદરમાં રમેશ અને રજની તેંડુલકરના ઘરે થયો હતો. સચિનના પિતા રમેશ તેંડુલકર એક મરાઠી નવલકથાકાર અને કવિ હતા. તેમની માતા રજની એક વીમા કંપનીમાં કામ કરતી હતી.

સચિન તેંડુલકરના ભાઈ અજિત તેંડુલકરે સચિનને ​​ક્રિકેટ રમવા માટે પ્રેરણા આપી. પછી સચિન તેંડુલકરે ગુરુ રામકાંત આચરેકર પાસે રહીને ક્રિકેટની બારીકાઈઓ શીખી.

વર્ષ 1988 માં, 24 ફેબ્રુઆરીના રોજ, સચિને વિનોદ કમ્બ્લી સાથે હેરિસ શિલ્ડની સેમી -ફાઇનલમાં ત્રીજી વિકેટ માટે અણનમ 664 રનની ભાગીદારી કરી હતી. તે ભાગીદારી દરમિયાન, સચિન 326 અને કાંબલી 349 રન પર અણનમ રહ્યા હતા.

સચિને 15 નવેમ્બર 1989 ના રોજ પાકિસ્તાન સામેની કરાચી ટેસ્ટ મેચમાં ટીમ ઈન્ડિયા માટે પ્રવેશ કર્યો. તે ડેબ્યૂ પછી, સચિને ક્યારેય પાછળ વળીને જોયું નહીં અને રનનો અંબાર લગાવી દીધો.

વર્ષ 1995 માં, 24 મેના રોજ, સચિન તેંડુલકર અને અંજલિ લગ્નના બંધનમાં બંધાયા હતા. અંજલિ તેંડુલકર સચિન કરતા છ વર્ષ મોટી છે અને વ્યવસાય એ બાળ ચિકિત્સક રહી ચુકી છે.

લંડનના મૈડમ તુસાદ વેક્સ મ્યૂઝિયમમાં ભારત રત્ન સચિન તેંડુલકરની પણ મૂર્તિ સ્થાપિત છે. સચિન તેંડુલકરનું આ મોમનું પુતળુ એકદમ હૂબહૂ તેમના જેવું જ દેખાય છે.

સચિનનો પુત્ર અર્જુન તેંડુલકરનો જન્મ 24 સપ્ટેમ્બર 1999 ના રોજ મુંબઇમાં થયો હતો. અર્જુન ડાબા હાથથી બોલિંગ અને બેટિંગ કરે છે, જે તેના પિતાની વિરુદ્ધ છે. અર્જુન આઈપીએલ 2022 માં મુંબઈ ઈંડિયંસનો એક ભાગ છે.

બોલીવુડ અભિનેતા સંજય દત્ત ભારતીય ક્રિકેટના મોટા ચાહક છે. સંજય દત્તે એક ઈંટરવ્યૂમાં ખુલાસો કર્યો હતો કે તે સચિન તેંડુલકરના મોટા ચાહક છે.

સચિન તેંડુલકર અને સૌરવ ગાંગુલીએ વનડે ક્રિકેટમાં ભારતીય ટીમને ઘણી મેચોમાં એક મહાન શરૂઆત આપી. વિરેન્દ્ર સેહવાગના આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ પછી, ગાંગુલીએ ઓપનિંગના બદલે મિડલ ઓર્ડરમાં રમવાનું શરૂ કર્યું હતું. આ તસવીરમાં 1983 ના વર્લ્ડ કપના ભાગ રહેલા સંદીપ પાટિલ પણ જોવા મળે છે.

લિટલ માસ્ટર સુનીલ ગાવસ્કરે 125 ટેસ્ટ મેચની શ્રેષ્ઠ કારકિર્દીમાં 34 સદી મારી હતી. તેનો આ રેકોર્ડ 10 ડિસેમ્બર 2005 ના રોજ શ્રીલંકા સામે 109 રનની ઇનિંગ્સ રમીને સચિન તેંડુલકર એ તોડ્યો હતો.

મોહમ્મદ અઝહરુદ્દીન દ્વારા લેવામાં આવેલા એક નિર્ણયથી સચિનની વનડે કારકિર્દીની દિશા બદલાઈ ગઈ. વર્ષ 1994 માં, અઝહરુદ્દીને સચિનને ​​ન્યુઝીલેન્ડ સામે ઓપનિંગ કરવા માટે મોકલ્યા હતા. આ પહેલા સચિન 5મા નંબર પર બેટિંગ કરતા હતા.