ખૂબ જ સુંદર છે સચિન તેંડુલકરનું ઘર, જુવો તેમના ઘરની અંદરની તસવીરો

રમત-જગત

માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર બાંદ્રામાં આવેલા તેમના સુંદર અને લક્ઝરી ઘરમાં તેમના પરિવાર સાથે રહે છે. સચિન અને અંજિલના લગ્ન 1995માં થયા હતા. 1997 માં, તેમના ઘરે પુત્રી સારાનો જન્મ થયો. તેના બે વર્ષ પછી 1999માં પુત્ર અર્જુનનો જન્મ થયો. નિવૃત્તિ પછી સચિન તેંડુલકર પોતાના નાના પરિવાર સાથે સમય પસાર કરી રહ્યા છે.

સચિનનું ઘર મુંબઈના પોશ વિસ્તાર પેરી રોડ વેસ્ટ બાંદ્રામાં આવેલું છે. સચિનનું ઘર કોઈ સપના ના મહેલથી ઓછું નથી. સચિન અને અંજલિના ઘરમાં ઘણા માળ, એક ટેરેસ અને બે બેઝમેન્ટ છે. ઘર ભૌમિતિક કોતરણીવાળા વિશાળ ઘેરા લાકડાના દરવાજા સાથે ખુલે છે.

સચિનના ઘરના લિવિંગ રૂમને સફેદ અને ભૂરા રંગોથી રંગવામાં આવ્યો છે, જે વૉર્મ અને આકર્ષક વાઇબ્સ આપે છે. તેમાં રંગબેરંગી કુશન સાથે લક્ઝરી સોફા પણ છે.

લિવિંગ રૂમને ડાઇનિંગ એરિયા સાથે વધારવામાં આવ્યો છે. જ્યાં સાગના લાકડાના ડાઈનિંગ ટેબલ સાથે ભૂરા કલરના કવર વાળી સુંદર ખુરશીઓ રાખવામાં આવી છે. સચિન અવારનવાર તેના ઈન્સ્ટાગ્રામ પરથી ડાઈનિંગ ટેબલ પર બેસીને કંઈક ખાતા હોવાની પોતાની તસવીરો શેર કરતા રહે છે.

સચિન તેંડુલકરના લિવિંગ રૂમમાં પરંપરાગત અને પ્રભાવશાળી કલા સંગ્રહ છે, જેમાં પીળા, લીલા અને કાળા રંગમાં વિસ્તૃત આર્ટવર્કનો સમાવેશ થાય છે.

સચિન તેંડુલકરના લિવિંગ રૂમમાં પારંપરિક અને એક પ્રભાવશાળી કલા સંગ્રહ છે. જેમાં પીળા, લીલા અને કાળા કલરની વિસ્તૃત કલાકૃતિઓ શામેલ છે.

એવું લાગે છે કે સચિન તેંડુલકરની તેના ઘરમાં મનપસંદ જગ્યા ગાર્ડન એરિયા છે, જ્યાં તે અવારનવાર આરામ કરતા જોવા મળે છે.

આ શાંત બગીચામાં એક ખૂણામાં રહેલું લાકડાનું ફર્નિચર પરિવારને આનંદ લેવા અને એક સાથે ક્વાલિટી ટાઈમ પસાર કરવા માટે એક સુંદર જગ્યા છે.

જે રીતે તેમની લક્ઝરી હવેલીનો આંતરિક ભાગ સકારાત્મક ઉર્જા અને આરામ આપે છે, તેવી જ રીતે ટેરેસ તાડના વૃક્ષો અને છોડ સાથે હરિયાળીને જોડતા એક સુંદર અહેસાસ જોડે છે. ટેરેસ અને બગીચો ગ્રે કલરની દિવાલોથી ઘેરાયેલો છે.

સચિન તેંડુલકરના ઘરના એક વૉશરૂમમાં ગ્રે સિરામિક ટાઇલ્સ, લાકડાની પેનલિંગ સુવિધાઓ સાથેની ઊંચી છત અને જાકુઝી છે.

સચિન તેંડુલકરના ઘરનું રસોડું કોઈ પણ શેફ માટે કોઈ સપનાથી ઓછું નથી કારણ કે તેમાં ચમકીલી નારંગી કેબિનેટ, કાળી અને મોટી બારીઓમાં ગ્રેનાઇટ કાઉન્ટર્સની સાથે એક મોર્ડન રૂપ છે, જે આ વિશાળ વિસ્તારમાં રસોઈ બનાવવા માટે યોગ્ય રોશની આપે છે.