સચિન તેંડુલકર એ પોતાની સાદગીથી જીત્યું ચાહકોનું દિલ, જમીન પર બેસીન ભોજન કરતા જોવા મળ્યા ક્રિકેટર, જુવો તેમનો આ વાયરલ વીડિયો

રમત-જગત

ભારતના શ્રેષ્ઠ બેટ્સમેન સચિન તેંડુલકર આ દિવસોમાં રજાના મૂડમાં છે. તેમના સોશિયલ મીડિયા પર ક્યારેક થાઈલેન્ડના વીડિયો જોવા મળશે તો ક્યારેક રાજસ્થાનના. ચાહકો માટે એ અંદાજ લગાવવો મુશ્કેલ બની રહ્યું છે કે છેવટે માસ્ટર-બ્લાસ્ટર છે ક્યાં. જો કે, ચાહકોને સચિનનો આ વીડિયો ખૂબ પસંદ આવી રહ્યો છે, જેમાં ક્યારેક તે કાયકિંગ કરતા જોવા મળે છે તો ક્યારેક ચૂલા પર પકાવેલું ભોજન ખાતા જોવા મળે છે. સચિને થોડા સમય પહેલા જ પોતાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પરથી આવો જ એક વીડિયો શેર કર્યો છે જે વાયરલ થઈ ગયો છે.

સચિન તેંડુલકર મહાન બેટ્સમેન હોવા ઉપરાંત, દેશના સૌથી અમીર ક્રિકેટરોમાં પણ શામેલ છે. કરોડોની કમાણી કરનારા સચિન માટે ફાઈવ સ્ટાર હોટલમાં રહેવું કોઈ મોટી વાત નથી. જો કે, જો તમે તેમને જમીન પર બેસીને ચૂલા પર બનેલી રોટલી ખાતા જોશો, તો તમે જરૂર આશ્ચર્યચકિત થઈ જશો, પરંતુ આ સાદગી સચિનને ​​અન્ય કરતા અલગ બનાવે છે. તેમની આ સાદગીએ ફરી એકવાર ચાહકોનું દિલ જીતી લીધું.

 

View this post on Instagram

 

A post shared by Sachin Tendulkar (@sachintendulkar) 

સચિને ખાધું ચૂલા પર રાંધેલું ભોજન: સચિને પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે જેમાં તે રાજસ્થાનમાં કોઈ જગ્યાએ ચૂલા પર બનેલું ભોજન ખાતા જોવા મળી રહ્યા છે. તેમણે કેપ્શનમાં લખ્યું છે કે, ‘ચૂલા પર બનેલા ભોજનનો સ્વાદ જ અલગ હોય છે.’ સચિન ચૂલા પર ભોજન બનાવી રહેલી મહિલાઓ સાથે વાત કરતા કહે છે કે, ગેસ પર બનેલા ભોજનમાં તે સ્વાદ નથી હોતો જે ચૂલા પર બનેલા ભોજનમાં હોય છે. રસોઈ બનાવી રહેલી મહિલાઓ તેમને રોટલીમાં ઘણું બધું ઘી લગાવીને આપે છે જેન સચિન ખુશીથી ખાઈ લે છે. તે કહે છે, ‘આટલું ઘી મેં ક્યારેય ખાધું નથી, પરંતુ તમે આટલા પ્રેમથી ખવડાવો છો, તેથી હું ખાઈ રહ્યો છું.’

કાયકિંગ કરતા જોવા મળ્યા હતા સચિન: આ પહેલા સચિને થાઈલેન્ડનો પોતાનો એક વીડિયો શેર કર્યો હતો જેમાં તે કાયકિંગ શીખી રહ્યા હતા. ચાહકોને આશ્ચર્ય થયું કે 49 વર્ષની ઉંમરમાં પણ સચિનમાં ​​નવું શીખવાનું આટલું ઝનૂન છે. સચિને પહેલા કાયકિંગની તાલીમ લીધી અને પછી પત્ની અંજલિ સાથે બોટ લઈને દરિયામાં ફરવા ગયા. તેમણે જણાવ્યું કે આ કામમાં તેમને ખૂબ મજા આવી. સચિન જ્યારે પણ ક્રિકેટથી દૂર હોય છે ત્યારે તે પોતાના પરિવાર સાથે અલગ-અલગ જગ્યાએ રજાઓ પસાર કરવા જાય છે. તેનો વીડિયો જોઈને સ્પષ્ટ થાય છે કે તે નવું વર્ષ પણ ક્યાંક બહાર સેલિબ્રેટ કરવા જઈ રહ્યા છે.