જ્યારે ભારતની સામે પાકિસ્તાન તરફથી મેદાનમાં ઉતર્યા હતા સચિન તેંડુલકર, જાણો શા માટે કર્યું હતું આવું

રમત-જગત

ક્રિકેટના ઇતિહાસમાં જોકે ઘણા શ્રેષ્ઠ બેટ્સમેન છે. ઘણા ખેલાડીઓ એવા પણ રહ્યા જેમના રેકોર્ડ કોઈ તોડી શક્યું નથી. જેના ચાહકો પણ ઘણા હતા પરંતુ તેમાંથી કોઈને ‘ગોડ ઓફ ક્રિકેટ’ અથવા ‘ક્રિકેટના ભગવાન’નો દરજ્જો મળી શક્યો નથી. આ દરજ્જો માત્ર ભારતીય ક્રિકેટર સચિન તેંડુલકર પાસે જ છે.

સચિન તેંડુલકર ભારતીય ટીમના તે ખેલાડી હતા, જેનું ટીમમાં રહેવાથી અન્ય ખેલાડીઓના ઉત્સાહમાં વધારો થતો હતો. મુશ્કેલમાં મુશ્કેલ સમયમાંથી પણ તે ટીમ ઈંડિયાને બહાર લાવતા હતા. જોકે શું તમે જાણો છો કે એક વખત ભારતીય ટીમ સામે તે પાકિસ્તાન તરફથી મેદાનમાં ઉતર્યા હતા.

આજે છે સચિનનો જન્મદિવસ: સચિન તેંડુલકર આજે એટલે કે 24મી એપ્રિલે પોતાનો જન્મદિવસ ઉજવી રહ્યા છે. તે પૂરા 49 વર્ષના થઈ ગયા છે. 24 એપ્રિલ 1973ના રોજ મુંબઈમાં જન્મેલા આ મહાન ખેલાડીએ માત્ર 16 વર્ષની ઉંમરમાં જ પોતાની ક્રિકેટ કારકિર્દીની શરૂઆત કરી હતી. બાળપણથી જ તેણે બતાવી દીધું હતું કે તે ભવિષ્યમાં એક મહાન બેટ્સમેન બનવાના છે.

સચિને સદી ફટકારીને એવો રેકોર્ડ બનાવ્યો છે જેને આજ સુધી કોઈ સ્પર્શ પણ કરી શક્યું નથી. તેમણે 24 વર્ષ સુધી 664 ઈંટરનેશનલ મેચ રમી અને 34 હજારથી વધુ રન બનાવ્યા. સચિને માત્ર બેટથી જ નહીં પરંતુ બોલથી પણ કમાલ બતાવ્યો હતો. તેમણે કુલ 201 વિકેટ લઈને પોતાની બોલિંગના જલવા પણ બતાવ્યા.

એરપોર્ટ પર થઈ હતી અંજલિ સાથે પહેલી મુલાકાત: સચિન તેંડુલકર અને તેમની પત્નીની લવસ્ટોરી પણ ખૂબ જ રસપ્રદ છે. બંનેની પહેલી મુલાકાત વર્ષ 1990માં થઈ હતી. તે દરમિયાન સચિન વિદેશથી પરત ફરી રહ્યા હતા. સાથે જ તે સમયે અંજલિ પોતાની માતાને લેવા માટે એરપોર્ટ પર આવી હતી. અહીં જ બંનેએ પહેલીવાર એકબીજાને જોયા હતા. બંનેને પહેલી નજરમાં જ પ્રેમ થઈ ગયો.

અંજલિ વ્યવસાયે ડૉક્ટર હતી અને પ્રખ્યાત બિઝનેસમેન અશોક મેહતા તેના પિતા હતા. સચિન અને અંજલિ ત્યાર પછી તેમના મિત્રના ઘરે મળ્યા. બંનેએ વાત કરી અને પછી 5 વર્ષ પછી બંનેએ લગ્ન કરી લીધા. અંજલિ પોતાના પતિ કરતા 6 વર્ષ મોટી છે. બંનેએ 5 વર્ષ સુધી ડેટ કર્યા પછી વર્ષ 1995માં લગ્ન કર્યા હતા. બંનેને બે બાળકો સારા અને અર્જુન છે.

જાણો શા માટે પાકિસ્તાન તરફથી રમવા ઉતર્યા હતા સચિન: આ વાત 1987ની છે. આ વાતનો ઉલ્લેખ સચિને પોતાની બુક ‘Playing it my way’માં કર્યો છે. તેમણે જણાવ્યું કે તે સમયે તે ઈન્ટરનેશનલ મેચ રમી રહ્યા ન હતા અને માત્ર 13 વર્ષના હતા. ભારત અને પાકિસ્તાન વચ્ચે ઘણી મેચ થવાની હતી. તે પહેલા બંને દેશોએ 40-40 ઓવરની એક પ્રદર્શની મેચ રમાવાની હતી. મેચ દરમિયાન લંચ માટે પાકિસ્તાનના અબ્દુલ કાદિર અને જાવેદ મિયાદાદ બહાર ચાલ્યા હતા. આવી સ્થિતિમાં 13 વર્ષના સચિનને ​​પાકિસ્તાન તરફથી ફિલ્ડિંગ માટે મેદાનમાં સબ્સ્ટીટ્યૂટ ફિલ્ડર બનાવવામાં આવ્યા હતા.

તે મેચમાં કપિલ દેવનો કેચ પકડવા દોડ્યા પણ હતા પરંતુ તે પકડી શક્યા નહિં. આ મેચ ભારતે જીતી લીધી હતી. સચિને બુકમાં લખ્યું છે કે તે સમયના પાકિસ્તાન કેપ્ટન ઈમરાન ખાનને આ વાત યાદ પણ નહિં હોય.