પુત્ર માટે સચિન તેંડુલકર એ આપી મોટી કુરબાની, ન જોઈ અર્જુનની મેચ, જણાવ્યું આ ખાસ કારણ

રમત-જગત

‘ક્રિકેટના ભગવાન’ સચિન તેંડુલકરના પરિવાર માટે રવિવાર, 16 એપ્રિલ, ખૂબ જ ખાસ દિવસ હતો. માસ્ટર-બ્લાસ્ટર સચિન તેંડુલકરના પુત્ર અર્જુન તેંડુલકરે આ દિવસે ઈન્ડિયન પ્રીમિયર લીગ એટલે કે આઈપીએલમાં ડેબ્યૂ કર્યું. રવિવારે બપોરે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં મુંબઈ ઈન્ડિયન્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે મેચ રમાઈ હતી.

રવિવારે બપોરે મુંબઈ અને કોલકાતા વચ્ચેની મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે જીત મેળવી હતી. મુંબઈ ઈન્ડિયન્સ તરફથી આ મેચ દ્વારા અર્જુન તેંડુલકરે આઈપીએલ કારકિર્દીની શરૂઆત કરી હતી. જણાવી દઈએ કે મેચમાં કોલકાતાએ પહેલા બેટિંગ કરી હતી જ્યારે મુંબઈએ પહેલા બોલ પકડ્યો હતો.

નોંધપાત્ર છે કે, પોતાની ડેબ્યૂ મેચમાં અર્જુને મુંબઈ ઈન્ડિયન્સ તરફથી બોલિંગની શરૂઆત કરી હતી. ઇનિંગ્સની પહેલી ઓવર અર્જુન તેંડુકરે ફેંકી હતી. ત્યાર પછી તેણે ઇનિંગની ત્રીજી ઓવર પણ કરી. તેણે બે ઓવરની બોલિંગમાં 17 રન આપ્યા હતા. મુંબઈનું વાનખેડે સ્ટેડિયમ ખચાખચ ભરેલું હતું. એક તરફ મેચ જોવા અને કોલકાતાને ચીયર કરવા શાહરૂખ ખાનની પુત્રી સુહાના ખાન પહોંચી હતી.

જણાવી દઈએ કે અભિનેતા શાહરૂખ ખાન કોલકાતા નાઈટ રાઈડર્સ ટીમના કો-ઓનર છે. સાથે જ નીતા અંબાણી મુંબઈ ઈન્ડિયન્સની માલિક છે. આ દરમિયાન સ્ટેડિયમમાં તે પણ જોવા મળી હતી. સાથે જ મેચ જોવા માટે દિગ્ગજ સચિન તેંડુલકર પણ પહોંચ્યા હતા. સાથે જ પોતાના ભાઈ અર્જુનને ચીયર કરવા સચિનની પુત્રી સારા તેંડુલકર પણ પહોંચી હતી.

અર્જુને મેચમાં કુલ બે ઓવર ફેંકી હતી. તેની બોલિંગમાં ધાર અને લય બંને જોવા મળ્યું. તેની ડેબ્યૂ મેચમાં તેન પિતા સ્ટેડિયમમાં હાજર હતા. પરંતુ તમને જણાવી દઈએ કે સચિને પોતાના પુત્રની બોલિંગ જોઈ ન હતી. તેણે અર્જુનની મેચ જોઈ ન હતી. સ્ટેડિયમમાં રહીને પણ સચિને આવું કર્યું.

IPLએ પોતાના તરફથી એક વીડિયો શેર કર્યો છે. જેમાં સચિન કહે છે કે, “અર્જુનનું IPL ડેબ્યુ મારા માટે અલગ અનુભવ હતો. ચોક્કસ મેં આજ સુધી અર્જુનની મેચ ક્યારેય જોઈ નથી. હું આજે પણ ડ્રેસિંગ રૂમમાં બેઠો હતો. હું એટલું ઈચ્છતો હતો કે તે આજે તેની રમત દ્વારા પોતાને વ્યક્ત કરે.”

સાથે જ માસ્ટર-બ્લાસ્ટરે આગળ કહ્યું કે, “હું ઈચ્છતો ન હતો કે મારી હાજરીને કારણે અર્જુન તેના પ્લાનમાંથી ભટકી જાય. તેથી હું ડ્રેસિંગ રૂમમાં જઈને બેઠો. કારણ કે ડગઆઉટમાં બેસવાને કારણે બની શકે છે કે અર્જુનની મોટા પડદા પર નજર પડે અને તે મને જોઈને નર્વસ થાય.”