દુનિયાભરમાં T20 ક્રિકેટનો દબદબો છે. T20 ફ્રેન્ચાઈઝી ક્રિકેટ પણ પોતાની ચમક ફેલાવવામાં સફળ થઈ રહી છે. આ દરમિયાન, 50-ઓવરનું ફોર્મેટ તેના અસ્તિત્વ માટે લડી રહ્યું છે. ક્રિકેટ એટલું વ્યસ્ત શેડ્યુલ બની ગયું છે કે હવે ખેલાડીઓએ એક ફોર્મેટ પસંદ કરવાનું શરૂ કરી દીધું છે.
મહાન બેટ્સમેન સચિન તેંડુલકરે શુક્રવારે ODI ક્રિકેટમાં ઘટતી જતી રુચિ પર જોર આપ્યું અને કહ્યું કે ફોર્મેટ ચોક્કસપણે કંટાળાજનક બની રહ્યું છે અને બોલરો પર ભારે થઈ રહ્યું છે. તેંડુલકરે કહ્યું, ‘એમાં કોઈ શંકા નથી કે તે કંટાળાજનક બની રહ્યું છે. વર્તમાન ફોર્મેટમાં ઇનિંગ્સ દીઠ બે નવા બોલનો ઉપયોગ કરવામાં આવે છે. જ્યારે તમે બે નવા બોલનો ઉપયોગ કરો છો, ત્યારે તમે એક રીતે રિવર્સ સ્વિંગને સમાપ્ત કરી રહ્યા છો.
તેમણે આગળ કહ્યું, ‘ભલે આપણે મેચની 40મી ઓવરમાં હોય, પરંતૂ બોલ તો 20 ઓવર જૂનો જ છે. બોલ 30 ઓવર પછી રિવર્સ સ્વિંગ થવા લાગે છે. નવા બોલ સાથે, આ ચીજ દૂર થઈ રહી છે. મારું માનવું છે કે વર્તમાન ફોર્મેટ બોલરો પર ભારે છે. હવે મેચ એકદમ અનુમાનિત બની ગઈ છે. તે 15મીથી 40મી ઓવર સુધી પોતાની લય ગુમાવી રહી છે. આ કંટાળાજનક બની રહ્યું છે.’
ટેસ્ટ ક્રિકેટ માટે સચિન તેંડુલકરનો અભિપ્રાય: તમને જણાવી દઈએ કે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની ત્રણ ટેસ્ટ મેચ ત્રણ દિવસમાં સમાપ્ત થઈ ગઈ છે. આ સમયગાળા દરમિયાન પીચોની ઘણી ટીકા થઈ હતી, પરંતુ તેંડુલકરે કહ્યું હતું કે આ ક્રિકેટરોની જવાબદારી છે કે તેમણે અલગ-અલગ પીચો પર રમવાનું છે. દિગ્ગજ બેટ્સમેને સાથે જ અપીલ કરી છે કે ટેસ્ટ ક્રિકેટનું આકર્ષણ જાળવી રાખવા માટે, તે ન જોવું જોઈએ કે મેચ કેટલા દિવસમાં પુરી થાય છે, પરંતુ તે ધ્યાન રાખવું જોઈએ કે કેટલા લોકો તેને જુએ છે.