બપ્પી દાને યાદ કરીને રડી પડી ટીવી અભિનેત્રી રૂપાલી ગાંગુલી, કહ્યું- મારા કાકા, મારું બાળપણ…..

બોલિવુડ

મંગળવારે રાત્રે 11:45 વાગ્યે હિન્દી સિનેમાના ‘ડિસ્કો કિંગ’ એટલે કે બપ્પી લહિરીએ આ દુનિયાને અલવિદા કહી દીધું હતું, સાથે જ ગુરૂવારે બપ્પી દાના મુંબઈના સ્મશાન ગૃહમાં વિધિપૂર્વક અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. ગુરુવારે બપોરે બપ્પી દા પંચતત્વમાં વિલીન થઈ ગયા.

બપ્પી દાને તેમના પુત્ર બપ્પા લહિરીએ મુખાગ્નિ આપી. આ દરમિયાન બપ્પાની આંખોમાંથી આંસુ રોકાઈ રહ્યા ન હતા. તે સતત રડી રહ્યા હતા અને તેમના પિતાના અંતિમ સંસ્કાર કરી રહ્યા હતા. જણાવી દઈએ કે બપ્પાની અમેરિકાથી આવવાની રાહ જોવાઈ રહી હતી, એટલા માટે જ બપ્પી લાહિરીના અંતિમ સંસ્કાર બુધવારના બદલે ગુરુવારે કરવામાં આવ્યા હતા.

ગુરુવારે હિન્દી સિનેમાના ઘણા કલાકારોએ બપ્પી દાને સ્મશાન ઘાટ પહોંચીને શ્રદ્ધાંજલિ આપી અને તેમના અંતિમ દર્શન કર્યા. સાથે જ બુધવારે પણ ઘણા સ્ટાર્સે બપ્પી દાના ઘરે પહોંચીને તેમના અંતિમ દર્શન કર્યા હતા. બપ્પી દાના ઘરે પહોંચેલા કલાકારોમાં ટીવીની લોકપ્રિય અભિનેત્રી રૂપાલી ગાંગુલીનું નામ પણ શામેલ છે.

સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં અભિનેત્રી રૂપાલી ગાંગુલી કારમાંથી નીચે ઉતરતાની સાથે જ ઝડપથી બપ્પી લહિરીના ઘર તરફ આગળ વધે છે. બપ્પીના નિધનથી રૂપાલી ખૂબ જ દુઃખી જોવા મળી અને આ દરમિયાન તેણે જણાવ્યું કે, બપ્પી દાના ઘરે તેનું બાળપણ પસાર થયુંછે.

બપ્પી દાના નિધન પર શોક વ્યક્ત કરવા માટે રૂપાલી બપ્પી લહિરીના ઘરે પહોંચી હતી, સાથે જ તેણે સોશિયલ મીડિયા પર દુખ પણ વ્યક્ત કર્યું હતું. ટીવી અભિનેત્રીએ બપ્પી દા સાથેની એક તસવીર ઈન્સ્ટાગ્રામ પર શેર કરતા લખ્યું હતું કે, “લીજેંડ. સંગીતના બાદશાહ. મારા કાકા. મારી તમારી સાથે ઘણી યાદો છે. મેં મારું બાળપણ તમારા ઘરે પસાર કર્યું છે.”

 

View this post on Instagram

 

A post shared by ETimes (@etimes)

રૂપાલીએ આગળ લખ્યું હતું કે, “મારા પિતા અને તમે એક કરાર કર્યો હતો અને તેના હેઠળ ઘણી એવરગ્રીન ફિલ્મો અને ગીતો બનાવ્યા. તમારા ઘણા રેકોર્ડિંગ્સ, ઘણી વાતો, પ્રેમ અને હૂંફ હંમેશા યાદ રહેશે. જ્યારે પણ આપણે મળતા હતા તમે હંમેશા ગાતા હતા, યાર બિના ચેન કહા રે.. આપણે હંમેશા પાપા વિશે વાત કરતા હતા. હું તમને હંમેશા યાદ કરીશ. મારા માટે આજે એક યુગનો અંત થઈ ગયો છે.”

27 નવેમ્બર 1952ના રોજ પશ્ચિમ બંગાળના જલપાઈગુડીમાં જન્મેલા બપ્પી લાહિરીએ 69 વર્ષની ઉંમરમાં મુંબઈની એક હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધો. તેમણે તેમની પુત્રી રીમાના ખોળામાં દમ તોડ્યો.