પતિ વિદેશની નોકરી છોડીને આવ્યા હતા ‘અનુપમા’ ફેમ રૂપાલી ગાંગુલી સાથે લગ્ન કરવા માટે, ખૂબ જ રસપ્રદ છે તેમની લવસ્ટોરી, જણો અહીં

Uncategorized

આજકાલ ટીવી પર એવા ઘણા શો પ્રસારિત કરવામાં આવે છે જેને દર્શકો ખૂબ પસંદ કરે છે અને તે ખૂબ લોકપ્રિય થઈ રહ્યા છે અને તેમાંનો એક શો છે ‘અનુપમા’ આ દિવસોમાં તે સ્ટાર પ્લસ પર પ્રસારિત કરવામાં આવી રહ્યો છે અને આ શો જ્યારથી શરૂ થયો છે ત્યારથી લઈને આજ સુધી ટીઆરપીની બાબતમાં તે નંબર વન રહ્યો છે. આને આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ શોની લીડ અભિનેત્રી રૂપાલી ગાંગુલીની રિયલ લાઈફ વિશે અને તે વ્યક્તિ વિશે જે રૂપાલીની હંમેશા સપોર્ટ સિસ્ટમ બનીને તેની સાથે ઉભો રહ્યો છે. આપણે વાત કરી રહ્યા છીએ રૂપાલીના પતિ અશ્વિન વર્મા વિશે જે હંમેશા રૂપાલી સાથે ઉભા રહ્યા છે અને દરેક વખતે તેમનો સાથ આપ્યો છે, તો ચાલો જાણીએ આ કપલના સુંદર સંબંધ વિશે.

રૂપાલી અને અશ્વિન વર્માના લગ્નને 8 વર્ષ પૂર્ણ થઈ ચુક્યા છે અને આ કપલે તાજેતરમાં જ તેમના લગ્નની 8 મી એનિવર્સરી સેલિબ્રેટ કરી છે. જણાવી દઈએ કે રૂપાલી અને અશ્વિને 6 ફેબ્રુઆરી 2013 ના રોજ એકબીજા સાથે લગ્ન કર્યા હતા અને લગ્ન પહેલા આ બંને વચ્ચે ખૂબ જ ગાઢ મિત્રતા હતી. લગ્ન કરતા પહેલા આ બંને વચ્ચે 12 વર્ષની મિત્રતા હતી અને જ્યારે તેમની મિત્રતાના 5 વર્ષ થયા, ત્યારે રૂપાલીને એ અહેસાસ થવા લાગ્યો કે અશ્વિન તેના માટે મિત્ર કરતા વધારે છે અને પછી આ બંનેની મિત્રતા ધીમે ધીમે પ્રેમમાં બદલવા લાગી અને બંને એકબીજાને સાચો પ્રેમ કરવા લાગ્યા.

રૂપાલીએ તેના એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે અશ્વિન તેને એટલો પ્રેમ કરે છે કે તેણે તેના માટે સારી નોકરી છોડી દીધી હતી. રૂપાલીએ કહ્યું હતું કે અશ્વિન અમેરિકામાં એક ઈંશ્યોરંસ કંપનીમાં વીપી હતા અને તે ઉપરાંત તે એક એડ ફિલ્મમેકર પણ હતા પરંતુ તેમણે પોતાની નોકરી મારી સાથે લગ્ન કરવા માટે તુરંત જ છોડી દીધી અને મારા માટે ભારત પરત આવ્યા. રૂપાલી અને અશ્વિને 6 ફેબ્રુઆરી 2013 ના રોજ એક બીજા સાથે લગ્ન કર્યા અને આ લગ્ન એટલી ઉતાવળમાં થયા કે રૂપાલીને પણ વિશ્વાસ આવી રહ્યો ન હતો કે તેના લગ્ન થઈ રહ્યા છે. અને તે તેના લગ્નમાં કેટલાક મિત્રોને બોલાવવાનું પણ ભુલી ગઈ હતી.

રૂપાલીએ 6 ફેબ્રુઆરી 2013 ના રોજ અશ્વિન વર્મા સાથે ગુપ્ત રીતે લગ્ન કર્યા હતા અને આ લગ્નમાં પરિવારના સભ્યો અને કેટલાક નજીકના મિત્રો હાજર રહ્યા હતા. તેમના એક ઇન્ટરવ્યુમાં રૂપાલીએ કહ્યું હતું કે બધું એટલી ઉતાવળમાં થયું હતું કે મને પણ વિશ્વાસ આવી રહ્યો ન હતો કે મારા લગ્ન થઈ રહ્યા છે. એક ઇન્ટરવ્યૂમાં આ વિશે જણાવતા રૂપાલીએ કહ્યું હતું કે તેનો ભાઈ દર 5 મિનિટે એવું બોલી રહ્યો હતો કે તારા લગ્ન થઈ રહ્યા છે. આ ચક્કરમાં રૂપાલી પોતાના લગ્નમાં કેટલાક મિત્રોને આમંત્રણ આપતા ભૂલી ગઈ હતી.

આ સિવાય રૂપાલીએ કહ્યું હતું કે તેના લગ્ન ઉતાવળમાં થવાને કારણે તે પોતાની સાડીનું મેચિંગ બ્લાઉઝ સિવડાવતા પણ ભૂલી ગઈ હતી અને પછી તેમણે જૂની સાડીમાંથી બ્લાઉઝ મેચિંગ કરીને પોતાના લગ્નમાં પહેરી લીધું. આ સાથે જ રૂપાલી એ જણાવ્યું હતું કે જે દિવસે તેમના લગ્ન હતા તે દિવસે અશ્વિન ફેરાના સમયે ખૂબ લેટ થઈ ગયા હાતા અને તે ખૂબ જ ગભરાઈ ગઈ હતી અને તેમણે તરત જ અશ્વિનને કોલ કરીને પૂછ્યું કે તે તેને છોડીને ભાગી તો નથી ગયા ને?

રૂપાલીએ કહ્યું કે જ્યારે અશ્વિન લગ્ન માટે તેના ઘરે પહોંચ્યો ત્યારે તે ખૂબ જ સિમ્પલ લુકમાં આવ્યો હતો. અને તે એક નોર્મલ સી શર્ટ અને પેંટ પહેરીને આવ્યો હતો. અને આ લુકમાં જોઈને રૂપાલી આશ્ચર્યચકિત થઈ ગઈ હતી અને આગળ રૂપાલીએ જણાવ્યું કે અમારા લગ્ન કરાવનાર પંડિત પન ખૂબ ઉતાવળમાં હતા કારણ કે તેમને કોઈ અન્ય લગ્ન કરાવવા માટે પણ જવાનું હતું તેથી તેમણે ફટાફટ મંત્ર બોલીને અમારા લગ્ન કરાવ્યા.

લગ્ન પછી, રૂપાલીએ એક્ટિંગની દુનિયાથી અંતર બનાવી લીધું હતું અને લગ્નના સાત વર્ષ પછી રૂપાલીએ અનુપમા થી કમબેક કર્યું છે અને તે ઘણી લોકપ્રિય પણ થઈ ચુકી છે. વાત કરીએ રૂપાલીના પતિ અશ્વિનની તો તે એક જાણીતા બિઝનેસમેન છે અને અશ્વિન લાઈમલાઈટથી ખૂબ દૂર છે. જણાવી દઈએ કે રૂપાલી અને અશ્વિનને એક પુત્ર પણ છે અને રૂપાલી તેના પરિવાર સાથે ખુબ જ સુખી જીવન જીવી રહી છે અને પોતાની એક્ટિંગથી દરેકનું દિલ જીતવામાં સફળ રહી છે.

1 thought on “પતિ વિદેશની નોકરી છોડીને આવ્યા હતા ‘અનુપમા’ ફેમ રૂપાલી ગાંગુલી સાથે લગ્ન કરવા માટે, ખૂબ જ રસપ્રદ છે તેમની લવસ્ટોરી, જણો અહીં

Leave a Reply

Your email address will not be published.