‘અનુપમા’ સીરિયલ ની અનુપમા બની સૌથી વધુ ફી લેનારી અભિનેત્રી, એક એપિસોડ માટે લે છે આટલી અધધધ ફી

મનોરંજન

ઈંડિયન ટીવી ઈન્ડસ્ટ્રી ખૂબ જ ઝડપથી બોલીવુડની જેમ લોકોની વચ્ચે પોતાનો ક્રેઝ વધારી રહી છે. અભિનેતાઓ, અભિનેત્રીઓ, સિરિયલ મેકર્સ દરેક મોટી કમાણી કરવા લાગ્યા છે. જો તમે જાણવા ઈચ્છો છો કે ઈંડિયન ફિલ્મ ઈંડસ્ટ્રીની હાઈએસ્ટ પેડ અભિનેત્રી કોણ છે તો તેનું નામ જાણીને તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો. તે છે સિરિયલ અનુપમાની અભિનેત્રી રૂપાલી ગાંગુલી. રૂપાલી ગાંગુલીએ ભારતીય ટીવી જગતની નવી પેઢીને જ નહીં પરંતુ ઘણા દિગ્ગ્ઝ પુરૂષ ટીવી કલાકારોને પણ પાછળ છોડી દીધા છે.

ભારતીય ટીવી જગતમાંથી સમાચાર આવી રહ્યા છે કે સિરિયલ અનુપમાની અભિનેત્રી રૂપાલી ગાંગુલી ભારતીય ટીવીની હાઈએસ્ટ પેડ અભિનેત્રી બની ગઈ છે. સૂત્રોના હવાલાથી આ વાતનો ખુલાસો થયો છે. બોલિવૂડ લાઈફે પોતાના રિપોર્ટમાં સૂત્રોના હવાલાથી રૂપાલી ગાંગુલી દ્વારા પોતાના ફીમાં વધારો કરવાની માહિતી આપી છે. રિપોર્ટ મુજબ રૂપાલીને પહેલા પ્રતિ દિવસની ફી 1.5 લાખ રૂપિયા મળતી હતી. હવે અભિનેત્રી પ્રતિ દિવસના 3 લાખ રૂપિયા ચાર્જ કરે છે. આ સાથે રૂપાલી ગાંગુલી ભારતીય ટીવી જગતની સૌથી વધુ કમાણી કરનાર અભિનેત્રી બની ગઈ છે.

આ કરીને રૂપાલી ગાંગુલીએ ઘણા યંગ કલાકારને પાછળ છોડી દીધા છે. અભિનેત્રીઓની વાત છોડો, રૂપાલીએ ટીવીના દિગ્ગજ અભિનેતા રામ કપૂર, રોનિત રોયને પણ ફીની બાબતમાં પાછળ છોડી દીધા છે. અટકળો છે કે અભિનેત્રીએ થોડા મહિના પહેલા જ પોતાની ફી વધારી દીધી છે. જો કે સૂત્રો પાસેથી મળેલા આ સમાચારની અમે પુષ્ટિ નથી કરતા, પરંતુ જો રૂપાલી ગાંગુલી ખરેખર ટીવીની હાઈએસ્ટ પેડ અભિનેત્રી બની ગઈ છે, તો તેમાં શંકા કરવા જેવી કોઈ વાત નથી. કારણ કે અભિનેત્રી આ સિદ્ધિની હકદાર છે. વર્ષોથી ટીવી ઈન્ડસ્ટ્રીમાં કામ કરી રહેલી રૂપાલી ગાંગુલીએ પોતાની જોરદાર એક્ટિંગથી લોકોના દિલ જીતી લીધા છે.

સમાચાર મુજબ, સિરિયલ અનુપમામાં રૂપાલી ગાંગુલીના કો-સ્ટાર ગૌરવ ખન્નાને પ્રતિ દિવસ માટે 1.5 લાખ રૂપિયા મળી રહ્યા છે. સાથે જ સુધાંશુ પાંડેને પણ આટલી જ રકમ મળી રહી છે.

‘અનુપમા’ સિરિયલ ટીઆરપીમાં હિટ: રૂપાલી ગાંગુલીનો શો અનુપમા ટીઆરપીમાં ધૂમ મચાવી રહ્યો છે. શો જ્યારથી ઓન-એર થયો છે, ત્યારથી તે દર્શકોનો ફેવરિટ રહ્યો છે. રાજન શાહીના આ શોએ ટીવી ક્વીન એકતા કપૂરના મોટા-મોટા શોને પાછળ છોડી દીધા છે. ‘અનુપમા’ સુપરહિટ થવા પાછળનું કારણ સ્ટારકાસ્ટના શ્રેષ્ઠ પ્રદર્શનની સાથે નિર્માતાઓની સખત મહેનત છે.

ટીવી શોમાં હાઉસવાઈફનું પાત્ર નિભાવનાર અનુપમાને પહેલા પોતાના જ પતિ દ્વારા દગો મળ્યો. જેણે તેને છોડીને ઓફિસમાં સાથે કામ કરતી કાવ્યાને ગર્લફ્રેન્ડ બનાવી લીધી. આ બધા વચ્ચે અનુનો અતીત પરત આવે છે જે તેના જીવનને સંપૂર્ણપણે બદલી નાખે છે. રૂપાલી ઉપરાંત આ શોમાં નિધિ શાહ, પારસ કલનાવત, અનેરી વજા, સુધાંશુ પાંડે, મદાલસા શર્મા અને ગૌરવ ખન્ના પણ મુખ્ય ભૂમિકામાં છે.

અનુપમા પહેલા સીરિયલ સારાભાઈ Vs સારાભાઈ મોનિષાની ભૂમિકા નિભાવીને રૂપાલી ગાંગુલીને ખૂબ લોકપ્રિયતા મળી હતી. પરંતુ સ્ટાર પ્લસની સિરિયલ અનુપમાએ તેને વધુ ઊંચાઈ સુધી પહોંચવામાં મદદ કરી. કારણ કે હવે રૂપાલી લગભગ દરેક ઘરમાં અનુપમા તરીકે લોકપ્રિય થઈ ગઈ છે.