ઘર અથવા ઓફિસમાં આ જગ્યા પર લગાવો 7 દોડતા ઘોડાની તસવીરો, મળશે પૈસા જ પૈસા અને કરશો પ્રગતિ

ધાર્મિક

વાસ્તુ શાસ્ત્ર આપણી જીવન સાથે જોડાયેલી સમસ્યાઓ હલ કરવા માટે એક સારો રસ્તો છે. તે સકારાત્મક અને નકારાત્મક ઉર્જાના સિદ્ધાંત પર કાર્ય કરે છે. વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘર અથવા ઓફિસમાં 7 ઘોડાઓની તસવીર લગાવવી ખૂબ જ શુભ છે. આ દોડતા ઘોડાઓ સફળતા, પ્રગતિ અને શક્તિનું પ્રતીક માનવામાં આવે છે. જો કે, તેમને લગાવવા માટે પણ કેટલાક નિયમો છે જે નીચે મુજબ છે.

જો તમે તમારા ધંધામાં સફળતા મેળવવા ઈચ્છો છો, તો આજે 7 દોડતા ઘોડાઓની તસવીર મૂકો. ધ્યાનમાં રાખો કે આ તસવીર દક્ષિણ દિશાની દિવાલ પર લગાવવી જોઈએ. સાથે જ તસવીરમાંના ઘોડાઓનું મોં એવું હોવું જોઈએ કે તે ઓફિસની અંદર આવતા જોવા મળે. આ કરવાથી તમારા ધંધામાં ક્યારેય નુકસાન નહીં થાય. તમને ધંધામાં વધારો કરવાની નવી તકો મળશે.

દોડતા 7 ઘોડાની તસવીરને પોઝિટિવ એનર્જીથી જોડીને જોવામાં આવે છે. તમે કોઈપણ ક્ષેત્રમાં કાર્ય કરો છો, તેને ઘર અથવા ઓફિસમાં લગાવવાથી તમને પ્રગતિ અને સફળતા જરૂર મળે છે.

ઘરમાં આ તસવીર ગમે ત્યાં લગાવી શકાય છે. પરંતુ તેનો મહત્તમ લાભ લેવા માટે, તેને ઘરની પૂર્વ દિશામાં લગાવવી જોઈએ. આ દિશામાં સાત ઘોડાઓની તસવીર લગાવવાથી ઘરમાં સંપત્તિ આવે છે. લડાઈ-ઝઘડાઓ થતા નથી. પરિવારના સભ્યોને સારી નોકરી અને નોકરીમાં પ્રમોશન મળે છે. તેમનું સમાજમાં માન વધે છે.

અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને નોકરીની શોધ કરતા લોકોએ તેમના રૂમમાં સાત દોડતા ઘોડાઓની તસવીર લગાવવી જોઈએ. તેનાથી વિદ્યાર્થીઓ અભ્યાસમાં સારું પ્રદર્શન કરે છે. અને નોકરીની શોધ કરનારા લોકોને સારી નોકરી મળે છે. તેમને કારકિર્દી માટે નવી તક મળે છે. પ્રગતિ તેમનો રસ્તો જુવે છે.

દેવાથી દુઃખી લોકો તેમના ઘર અથવા ઓફિસમાં ઉત્તર પશ્ચિમ દિશામાં આર્ટિફિશિયલ ઘોડાની જોડી રાખી શકે છે. તેનાથી તમને દેવાથી મુક્તિ મળશે. વધુ ખર્ચ થશે નહિં. પૈસામાં વધારો થવા લાગશે.

જ્યારે પણ તમે બજારમાં સાત દોડતા ઘોડાઓની તસવીર ખરીદવા જાઓ ત્યારે આ વાતનું ખાસ ધ્યાન રાખો કે તેમના ચહેરા ખુશ મૂડમાં હોય. ગુસ્સાવાળા ઘોડાને ઘરમાં લગાવવા શુભ માનવામાં આવતું નથી. સાત ઘોડાવાળી તસવીરને તમે તમારી દુકાનમાં પણ લગાવી શકો છો. તેનાથી તમારા ગ્રાહકમાં વધારો થશે. તમારા ધંધામાં ક્યારેય મંદી નહિં આવે. તમને ખૂબ લાભ મળશે.