સામંથા- નાગા જ નહિં આ 7 સેલેબ્સના છુટાછેડની પણ ઉડી ચુકી છે અફવાઓ, જાણો કોણ કોણ છે તેમાં શામેલ

બોલિવુડ

આ દિવસોમાં સાઉથના સુપરસ્ટાર સામંથા અને નાગા ચૈતન્ય વચ્ચે છૂટાછેડાના સમાચારોએ હેડલાઇન્સ બનાવી છે. આટલું જ નહીં બીજી તરફ પોર્નોગ્રાફી કેસ પછી શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રા વચ્ચે પણ અફવા છે કે બધુ બરાબર નથી અને તેમના છૂટાછેડાના સમાચાર પણ હેડલાઇન્સમાં છે કે ગમે ત્યારે આ બંને અલગ થઇ શકે છે. જો કે આ તો દૂરની વાત છે કે રાજકુન્દ્રા અને શિલ્પા શેટ્ટી અલગ થાય છે કે નહિં, પરંતુ આ પહેલા પણ ઘણા સેલેબ્સ વિશે એવા સમાચાર ઉડી ચુક્યા છે. તો ચાલો આજે અમે તમને તે સેલેબ્સ વિશે જણાવીએ જેમના છુટાછેડા ને લઈને પહેલા સમાચાર આવ્યા પરંતુ તે માત્ર અફવા બનીને રહી ગયા.

સામંથા અને નાગા ચૈતન્ય: જણાવી દઈએ કે સામંથા અને નાગા ચૈતન્ય વચ્ચે બધુ બરાબર ચાલી રહ્યું નથી, આ સમાચાર તે સમયે હેડલાઈન બન્યા હતા. જ્યારે સામંથાએ બધા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી અક્કીનેની અટકને હટાવીને એસ કરી લીધું. આટલું જ નહિં સામંથા ચૈતન્યના પિતા નાગાર્જુનના જન્મદિવસની પાર્ટીમાં પણ શામેલ થઈ ન હતી. જો કે આ વિશે અત્યારે બંને તરફથી કોઈ ઓફિશીયલ રિસ્પોંસ મળ્યો નથી, પરંતુ ચાહકોને આ સમાચારો એ પરેશાન જરૂર કર્યા છે.

શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રા: સાથે જ અશ્લીલ વિડીયોમાં અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રાની ધરપકડ વચ્ચે બંનેના છૂટાછેડાની અફવાઓ પણ તેજ બની રહી છે. જોકે અત્યાર સુધી આ બધું માત્ર અફવા સાબિત થઈ રહ્યું છે.

પ્રિયંકા ચોપરા અને નિક જોનાસ: જણાવી દઈએ કે પ્રિયંકા ચોપરા અને નિક જોનાસના લગ્ન વર્ષ 2017 માં થયા હતા. તે સમયે એવી અટકળો લગાવવામાં આવી રહી હતી કે બંનેના લગ્ન 117 દિવસની અંદર તૂટી જશે, પરંતુ આ જોડીએ આ સમાચારને ખોટા સાબિત કર્યા હતા.

દેબીના બેનર્જી અને ગુરમીત સિંહ: ટીવીની પ્રખ્યાત કપલ દેબીના બેનર્જી અને ગુરમીત સિંહ પણ સુંદર કેમિસ્ટ્રી શેર કરે છે. થોડા સમય પહેલા તેમના છૂટાછેડાના સમાચારે પણ ખૂબ હેડલાઇન્સ બનાવી હતી, પરંતુ તે આજે પણ સુખી જીવન જીવી રહ્યા છે.

જ્હોન અબ્રાહમ અને પ્રિયા રુંચાલ: જ્હોન અબ્રાહમ અને પ્રિયા રુંચાલના અલગ થવાની પણ ઘણી અફવાઓ સામે આવી, પરંતુ જોને આ બધી અફવાઓને ખોટી ગણાવી છે અને આ કપલ આજે પણ એક સારું લગ્ન જીવન જીવી રહી છે.

અભિષેક બચ્ચન અને એશ્વર્યા રાય બચ્ચન: અભિષેક બચ્ચન અને એશ્વર્યા રાય બચ્ચનને પણ તેમના છૂટાછેડાની અફવાઓનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ અભિષેકે સ્પષ્ટ કહી દીધું હતું કે એશ્વર્યા જાણે છે કે તે તેને કેટલો પ્રેમ કરે છે અને હું જાણું છું કે તે અભિષેકને કેટલો પ્રેમ કરે છે. મારું લગ્ન અને મારું જીવન મીડિયાના કહેવાથી નક્કી નહીં થાય.

જય ભાનુશાલી અને માહી વિજ: ટીવી અભિનેતા જય ભાનુશાલી અને માહી વિજના પણ અલગ થવાના સમાચાર સામે આવ્યા, પરંતુ બંનેએ આ સમાચાર ખોટા જણાવ્યા.