ટીવીની આ 8 અભિનેત્રીઓ એક સમયે ટીવી પર કરતી હતી રાજ, પરંતુ આજે છે કંઈક આ હાલતમાં

મનોરંજન

મનોરંજન ઈન્ડસ્ટ્રી એક એવી ઈંડસ્ટ્રી છે જ્યાં આવવું અને છવાઈ જવું દરેકનું સપનું હોય છે. પરંતુ આ બધું દરેકને નસીબ નથી હોતું. જેમને આ બધું મળે છે, તેમના માટે ઈન્ડસ્ટ્રીમાં ટકી રહેવું મુશ્કેલ બની જાય છે. અભિનેતાથી વધુ અભિનેત્રી માટે આ ઈન્ડસ્ટ્રીમાં ટકી રહેવું મુશ્કેલ બની જાય છે. અભિનેત્રી કેટલીકવાર પર્સનલ લાઈફને કારણે અથવા કોઈ અન્ય કારણને કારણે બનાવેલી કારકિર્દીને અલવિદા કહી દે છે. આજે આપણે એવી જ ટીવી અભિનેત્રી વિશે વાત કરીશું, જેમણે પોતાના કામથી ટીવી પર ખૂબ નામ કમાવ્યું. પોતાના ભવિષ્યમાં તે વધુ ખાસ કરી શકતી હતી, પરંતુ તે ઈંડસ્ટ્રીને છોડીને ચાલી ગઈ. આજે તે ક્યાં છે, જાણો અમારા આ આર્ટિકલમાં.

અનિતા કરણ પટેલ: અનિતા કરણ પટેલે ‘કસૌટી જિંદગી’ સાથે ટીવીના ઘણા પ્રખ્યાત શોમાં કામ કર્યું છે. ટીવીની ઘણી પ્રખ્યાત સીરિયલ સાથે જ તે ઘણી એડમાં પણ જોવા મળી ચુકી છે. અનિતાએ લગ્ન પછી પોતાની એક્ટિંગને સંપૂર્ણ બ્રેક આપ્યો છે.

શ્વેતા સાલ્વે: શ્વેતા સાલ્વે ટીવીની પ્રખ્યાત અને સ્ટાઇલિશ અભિનેત્રીઓમાંથી એક છે. આજે કદાચ શ્વેતા સાલ્વેનું નામ લોકોને યાદ ન હોય. પરંતુ તેમનું કામ કોઈ ભૂલી શકતું નથી.

રાજશ્રી ઠાકુર: રાજશ્રી ઠાકુરે વર્ષ 2005 માં ‘સાત ફેરે: સલોની કા સફર’ નામ વાળી સીરિયલથી ડેબ્યૂ કર્યું હતું. આ શો એ ખૂબ સફળતા મેળવી હતી. ત્યાર પછી રાજશ્રી ઠાકુર ટીવીથી ગાયબ થઈ ગઈ. થોડા સમય પહેલા જ તે શાદી મુબારક નામના શોમાં જોવા મળી હતી. પરંતુ તે આ શોને માત્ર બે મહિનામાં જ અલવિદા કહી ગઈ હતી. તાજેતરમાં તે પોતાનો પરિવાર સંભાળી રહી છે.

નેહા બગ્ગા: નેહા બગ્ગાએ ‘બાની – ઇશ્ક દા કલમા’ સીરિયલમાં રજજીની ભૂમિકા નિભાવી હતી. નેહા બગ્ગાએ ટીવીમાં લગભગ એક વર્ષ સુધી કામ કર્યું છે. ત્યાર પછી તેણે ઇન્ડસ્ટ્રી છોડી દીધી. હવે તે રમુજી વીડિયો બનાવીને પોતાના ચાહકોનું મનોરંજન કરે છે.

મિહિકા વર્મા: મિહિકા વર્માએ ‘યે હૈ મોહબ્બતેં’ જેવી સિરિયલોથી ખૂબ લોકપ્રિયતા મળી હતી. મિહિકા લગ્ન પછી પોતાના પરિવાર સાથે ભારતની બહાર જઈને સેટલ થઈ ચુકી છે. તેની આ ઘોષણાથી ચાહકો દુઃખી તો થયા હતા. મિહિકા વર્મા ટીવીનો ખૂબ જ પ્રખ્યાત અને ફેવરિટ ચહેરો હતી.

રુચા હસબ્નિસ: ‘સાથ નિભાના સાથિયા’ માં રૂચા હસબ્નિસે નેગેટિવ પાત્ર નિભાવ્યું હતું. પરંતુ તેની એક્ટિંગ ખૂબ પસંદ કરવામાં આવી હતી. લગ્ન કર્યા પછી તેણે એક્ટિંગને અલવિદા કહી દીધું અને પરિવાર સાથે સુખી જીવન જીવી રહી છે.

મોહેના કુમારી સિંહ: ટેલિવિઝન અભિનેત્રી મોહિના કુમારી સિંહે વર્ષ 2019 માં રાજકારણી સુએશ રાવત સાથે લગ્ન કરવાની ઘોષણા કરી હતી અને આ સાથે તેમણે એક્ટિંગને પણ અલવિદા કહી દીધું હતું.

સૌમ્યા શેઠ: ‘નવ્યા’ સિરિયલને છેવટે કોણ ભૂલી શકે છે? સૌમ્યા શેઠે આ સિરિયલમાં પોતાની જબરદસ્ત એક્ટિંગ અને સ્માઈલથી દરેકનું દિલ જીતી લીધું હતું. સૌમ્યા શેઠે વર્ષ 2017 માં અરુણ કપૂર સાથે લગ્ન કર્યા અને અમેરિકા શિફ્ટ થઈ ગઈ. સૌમ્યા શેઠ વર્ષ 2011 થી 2012 ની વચ્ચે નવ્યા સીરિયલમાં જોવા મળી હતી. સૌમ્યા શેઠ નવ્યા ઉપરાંત ‘વી ધ સીરિયલ’, ‘દિલ કી નજર સે ખૂબસૂરત’, ‘યે હૈ આશિકી’ અને ‘ચક્રવ્યુહ સમ્રાટ અશોક’માં પણ કામ કરી ચુકી છે.