‘યે હૈ મોહબ્બતે’ ની નાનકડી રૂહી હવે થઈ ચુકી છે આટલી મોટી, સુંદરતાની બાબતમાં અભિનેત્રીઓને પણ આપે છે ટક્કર, જુવો તેની લેટેસ્ટ તસવીરો

બોલિવુડ

સ્ટાર પ્લસ ચેનલ પર પ્રસારિત થયેલી ખૂબ જ લોકપ્રિય ટીવી સિરિયલ યે હૈ મોહબ્બતેને લાખો દર્શકો દ્વારા ખૂબ જ પસંદ કરવામાં આવી હતી અને આ સિરિયલની સાથે-સાથે તેમાં જોવા મળેલા તમામ કલાકારોને પણ દર્શકોનો ખૂબ પ્રેમ મળ્યો હતો. આવી સ્થિતિમાં અમારી આજની આ પોસ્ટ દ્વારા અમે તમને આ સીરિયલા એક ખૂબ જ મહત્વપૂર્ણ પાત્રને નિભાવતા જોવા મળેલા બાળ કલાકારને મળાવવા જઈ રહ્યા છીએ.

આ બાળ કલાકાર કોઈ નહીં પરંતુ રૂહાનિકા ધવન છે, જે યે હૈ મોહબ્બતે સીરિયલમાં રૂહી ભલ્લાનું પાત્ર નિભાવતા જોવા મળી હતી, જેણે પોતાના પ્રેમાળ અને ક્યૂટ લુકની સાથે સાથે પોતાની નિર્દોષતા ભરેલી એક્ટિંગથી લાખો દર્શકોના દિલ જીતી લીધા હતા.

14 વર્ષની થઈ ચુકી છે રૂહાનિકા: વાત કરીએ જો રૂહાનિકા ધવન વિશે, તો તેનો જન્મ 25 સપ્ટેમ્બર, 2007 ના રોજ મુંબઈમાં થયો હતો, અને હાલના સમયમાં તે IGCSE સ્કૂલમાં અભ્યાસ કરે છે અને તેના પરિવાર સાથે મુંબઈમાં જ રહે છે. આટલી નાની ઉંમરમાં તે એક ફેશન શો માટે શો સ્ટોપર તરીકે રેમ્પ પર પણ વોક કરી ચુકી છે, જ્યાં તે બેબી આઉટફિટમાં જોવા મળી હતી. આ ઉપરાંત 22 નવેમ્બર 2014ના રોજ તે કોમેડી નાઈટ્સ વિથ કપિલમાં પણ ગેસ્ટ તરીકે જોવા મળી હતી.

‘યે હૈ મોહબ્બતેં’ થી મળી ખ્યાતિ: રૂહાનિકા ધવને ખૂબ જ નાની ઉંમરમાં એક્ટિંગની દુનિયામાં પ્રવેશ કર્યો હતો. તે વર્ષ 2012 માં ઝી ટીવી ચેનલની સિરિયલ મિસેઝ કૌશિક કી પાંચ બહુએ સીરિયલમાં આશીનું પાત્ર નિભાવતા જોવા મળી હતી. પરંતુ, તેને સીરીયલ યે હૈ મોહબ્બતેંમાં રૂહી ભલ્લાનું પાત્ર નિભાવીને સારી લોકપ્રિયતા મળી હતી, અને ત્યાર પછી તે ઘર-ઘરમાં પ્રખ્યાત બની ગઈ હતી.

સૌથી પ્રખ્યાત ફીમેલ ચાઈલ્ડ આર્ટિસ્ટ માટે તેને ઈન્ડિયન ટેલી એવોર્ડ પણ મળ્યો હતો. ત્યાર પછી વર્ષ 2014માં તેણે બોલિવૂડ ફિલ્મ જય હોમાં કેમિયો પણ નિભાવ્યો હતો. રૂહાનિકા ધવને પોતાના એક ઈન્ટરવ્યુ દરમિયાન થયેલી વાતચીતમાં કહ્યું હતું કે આ સમયે તે કોઈ મોટા પ્રોજેક્ટમાં જોવા મળી રહી નથી કારણ કે આ સમયે તે પોતાના અભ્યાસ પર વધુ ધ્યાન આપવા ઈચ્છે છે.

તેણે કહ્યું કે લગભગ 2 વર્ષ થઈ ગયા છે જ્યારથી તેણે કોઈ મોટા પ્રોજેક્ટ માટે કેમેરાનો સામનો કર્યો નથી. જો કે હજી પણ તે દર્શકોના સંપર્કમાં રહેવા ઈચ્છે છે, જેના કારણે તે જાહેરાતો, વેબ સિરીઝ અને ફિલ્મોમાં નાની ભૂમિકાઓ નિભાવીને એક્ટિંગની દુનિયામાં એક્ટિવ રહેવા ઈચ્છે છે.

સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે રૂહાનિકા: આ બધાની સાથે રુહાનિકા ધવન આજે સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ એક્ટિવ રહે છે અને તે સોશિયલ મીડિયા પર અવારનવાર સુંદર તસવીરો અને વીડિયો શેર કરતા જોવા મળે છે. તેમાં રૂહાનિકા ખૂબ જ સુંદર અને બિંદાસ સ્ટાઈલમાં જોવા મળે છે.

આજે લુકની બાબતમાં રૂહાનિકા ધવન ખૂબ જ સુંદર અને ગ્લેમરસ બની ચુકી છે, જેમ કે તમે પોતે પણ તેની પોસ્ટ્સ જોઈને અંદાજ લગાવી શકો છો. અને કદાચ આ જ કારણ છે કે આજે રૂહાનિકા ધવનના સોશિયલ મીડિયા પર લગભગ એકથી દોઢ મિલિયન ફોલોઅર્સ છે.