થોડા વર્ષોમાં ઘણી બદલાઈ ગઈ છે ટીવી ની ‘છોટી બહૂ’, જુવો તેના બાળપણથી લઈને આજ સુધીની તેની તસવીરો

બોલિવુડ

નાના પડદાની પ્રખ્યાત અભિનેત્રી રૂબીના દિલાઈકે પોતાની કારકિર્દીમાં ઘણી લોકપ્રિય સિરિયલોમાં કામ કર્યું છે. તેણે વર્ષ 2008માં આવેલી ટીવી સીરિયલ ‘છોટી બહુ’થી પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. ત્યાર પછી તે ઘણા લોકપ્રિય શોનો ભાગ બની. આટલું જ નહીં પરંતુ રૂબીના દિલાઈક ‘ખતરોં કે ખિલાડી’થી લઈને ‘બિગ બોસ’ સુધી પોતાના જલવા બતાવી ચુકી છે.

હવે તે ડાન્સ રિયાલિટી શો ‘ઝલક દિખલા જા’માં પરફોર્મ કરવા જઈ રહી છે. જો કે અહીં સુધી પહોંચવા માટે રૂબીના દિલાઈકે ઘણી મહેનત કરી છે. આ દરમિયાન, અમે તમને રૂબીનાની કેટલીક જૂની તસવીરોથી લઈને અત્યાર સુધીની કેટલીક સુંદર તસવીરો બતાવવા જઈ રહ્યા છીએ જેમાં તમે જોઈ શકશો કે રૂબિના દિલાઈકમાં કેટલું પરિવર્તન આવ્યું છે.

બાળપણમાં કંઈક આવી દેખાતી હતી રૂબીના: વાયરલ થઈ રહેલી તસવીરમાં જોઈ શકાય છે કે રૂબીના સ્કૂલ ડ્રેસમાં જોવા મળી રહી છે. તેની આ તસવીર બાળપણની છે જેમાં તે ખૂબ જ ક્યૂટ લાગી રહી છે. ચાહકો પણ રૂબીનાની આ તસવીરને ખૂબ પસંદ કરી રહ્યા છે અને કમેન્ટ કરીને તેના પર પ્રેમ વ્યક્ત કરી રહ્યા છે.

જ્યારે મિસ શિમલા બની હતી રૂબીના: જણાવી દઈએ કે, રૂબીનાએ કોલેજના દિવસોમાં મોડલિંગની શરૂઆત કરી હતી અને ત્યાર પછી તે વર્ષ 2006માં મિસ શિમલા બની હતી. આ ઉપરાંત તેણે વર્ષ 2008માં મિસ નોર્થ ઈન્ડિયાનો એવોર્ડ પણ જીત્યો હતો. તસવીરમાં જોઈ શકાય છે કે આ દરમિયાન રૂબીના દિલાઈક ખૂબ જ અલગ દેખાતી હતી. પરંતુ હવે તે ખૂબ જ હોટ અને બોલ્ડ લાગી રહી છે. આટલું જ નહીં તેની સુંદરતાના ઘણા લોકો દિવાના છે.

છોટી બહુ બનીને જીત્યા ચાહકોના દિલ: રૂબીના દિલાઈકને સૌથી પહેલા સિરિયલ ‘છોટી બહુ’માં કામ કરવાની તક મળી. તેણે આ સીરિયલમાં રાધિકાની ભૂમિકા નિભાવી હતી અને એક સાદી છોકરી બનીને ચાહકોનું દિલ જીતી લીધું હતું. અભિનેતા અભિનવ સચદેવા સાથે તેની જોડીને ખૂબ પસંદ કરવામાં આવી હતી. તસવીરમાં જોઈ શકાય છે કે પોતાના ટીવી શો દરમિયાન રૂબીના કેટલી સરળ અને સીધી દેખાતી હતી. જો કે હવે તેને જોવામાં આવે તો તે ખૂબ જ બેબાક અને બોલ્ડ જોવા મળે છે. તેની હોટ તસવીરો અવારનવાર સોશિયલ મીડિયા પર વાયરલ થતી રહે છે.

પુનર્વિવાહ દરમિયાન હતી કંઈક આવી હાલત: જણાવી દઈએ કે છોટી બહૂથી ઓળખ મેળવ્યા પછી રૂબીનાએ પુનર્વિવાહમાં પણ કામ કર્યું હતું. આ સિરિયલમાં પણ તેના પાત્રને ખૂબ પસંદ કરવામાં આવ્યું હતું. જોકે પુનર્વિવાહમાં કામ કરતી વખતે રૂબીનામાં ઘણું પરિવર્તન જોવા મળ્યું. તે પહેલાથી વધુ સુંદર દેખાતી હતી.

સાથે જ ટીવી સીરીયલ શક્તિ અસ્તિત્વ કે એહસાસમાં જોવા મળ્યા પછી તો રૂબીનાને મોટું સ્ટારડમ મળ્યું અને તેને અભિનેતા વિવિયન ડીસેનાની વિરુદ્ધ ખૂબ પસંદ કરવામાં આવી હતી. જણાવી દઈએ કે રૂબીનાએ આ સીરિયલમાં કિન્નરનું પાત્ર નિભાવ્યું હતું અને આ પાત્રમાં ચાહકોએ તેને ખૂબ જ પસંદ કરી હતી. આ પાત્ર તેના જીવનનો ટર્નિંગ પોઈન્ટ સાબિત થયું.

આ રીતે બની ટીવીની ક્વીન: ત્યાર પછી રૂબીનાએ ‘બિગ બોસ 14’માં ભાગ લીધો જ્યાં તે તેનો એવોર્ડ જીતવામાં સફળ રહી. આ શોનો એવોર્ડ જીત્યા પછી રૂબીનાને ‘ખતરો કે ખિલાડી 12’માં જવાની તક મળી જ્યાં તેની સૌથી વધુ ચર્ચા થઈ હતી. હવે તે ટૂંક સમયમાં રિયાલિટી શો ઝલક દિખલા જામાં જોવા મળશે.