શું આલિયા ભટ્ટના લગ્નથી નાખુશ છે RRR ની ટીમ? જાણો હજુ સુધી શા માટે તેને કોઈએ નથી આપી લગ્નની શુભેચ્છા

બોલિવુડ

જેમ કે તમે બધા જાણો છો કે હિન્દી સિનેમાની પ્રખ્યાત અભિનેત્રી આલિયા ભટ્ટ અને હેન્ડસમ હંક અભિનેતા રણબીર કપૂરે એકબીજા સાથે સાત ફેરા લીધા છે. આ બંનેના લગ્ન પરિવારના સભ્યો અને નજીકના સંબંધીઓ વચ્ચે થયા છે. જેમ કે તમે બધા જાણો છો કે રણબીર કપૂરના લગ્નમાં હિન્દી સિનેમા જગતના ઘણા લોકો શામેલ થયા ન હતા. જેમાં એક નામ હિંદી સિનેમાના કિંગ ખાન કહેવાતા અભિનેતા શાહરૂખ ખાનનું પણ છે. હવે શાહરૂખ ખાન ઉપરાંત પાર્ટીમાં શામેલ ન થનારા લોકોનું એક લિસ્ટ તૈયાર થઈ ચુક્યૂં છે. જે લોકો આ લગ્નમાં શામેલ થઈ શક્યા નથી અને જેમને આમંત્રણ મોકલવામાં આવ્યું નથી તે સ્ટાર્સ પણ આલિયા ભટ્ટને પોતાના નવા જીવનની શરૂઆત કરવા બદલ અભિનંદન આપી રહ્યા છે. પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે RRR ફિલ્મની આખી ટીમમાંથી કોઈએ પણ આલિયા ભટ્ટને તેના લગ્ન માટે અભિનંદન આપ્યા નથી.

જો કે, થોડા સમય પહેલા સોશિયલ મીડિયા પર કેટલાક એવા સમાચાર વાયરલ થઈ રહ્યા હતા કે RRR ટીમે આલિયા ભટ્ટના લગ્નમાં શામેલ થવા માટે એક ચાર્ટર પ્લેન બુક કર્યું છે. પરંતુ એવું કંઈ પણ બન્યું નથી, અને ન તો જુનિયર એનટીઆર કે રામ ચરણ તેજાએ તેને લગ્ન માટે અભિનંદન આપ્યા. આ ઉપરાંત સાઉથ ઈન્ડસ્ટ્રીના પ્રખ્યાત ફિલ્મમેકર રાજામૌલી સાહેબે પણ આલિયા ભટ્ટને કોઈ અભિનંદન આપ્યા નથી. તેમાંથી કોઈની પણ સોશિયલ મીડિયા પર કોઈ એવી પોસ્ટ આવી નથી જેમાં તે આલિયા ભટ્ટને તેના લગ્ન માટે અભિનંદન આપી રહ્યા હોય. હવે આ બધા સંજોગોને કારણે લોકો એ અંદાજ લગાવી રહ્યા છે કે આલિયા ભટ્ટ અને RRR ફિલ્મની ટીમ વચ્ચે કંઈ બરાબર ચાલી રહ્યું નથી.

મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો, આલિયા ભટ્ટ આ વાતથી ખૂબ જ નારાજ છે કે ફિલ્મના ફાઇનલ કટમાં ફિલ્મમાં જોવા મળેલા તેના સીનને ખૂબ નાના કરી દેવામાં આવ્યા છે. માહિતી માટે તમને જણાવી દઈએ કે હિન્દી સિનેમાની પ્રખ્યાત અને સુંદર અભિનેત્રી આલિયા ભટ્ટે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી RRR ફિલ્મ વિશેની તમામ પોસ્ટ ડિલીટ કરી દીધી હતી. આટલું જ નહીં, આ ફિલ્મના છેલ્લા પ્રમોશનમાં પણ આલિયા ભટ્ટે ભાગ લીધો ન હતો. સમાચાર મુજબ એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે આલિયા ભટ્ટે એસએસ રાજામૌલીને ઇન્સ્ટાગ્રામ પર અનફોલો પણ કરી દીધા છે. ત્યાર પછી અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને એ વાતનો ખુલાસો કર્યો કે તેની અને ફિલ્મ નિર્માતા રાજામૌલી વચ્ચે બધુ બરાબર ચાલી રહ્યું છે.

પરંતુ સમાચાર એ પણ આવી રહ્યા છે કે થોડા સમય પહેલા જ આલિયા ભટ્ટે જુનિયર એનટીઆર સાથે એક ફિલ્મ કરવાની સ્પષ્ટ મનાઈ કરી દીધી છે, જેનાથી એક વાત તો સ્પષ્ટ થાય છે કે આલિયા ભટ્ટ અને ટીમ આરઆરઆર વચ્ચે બધુ બરાબર ચાલી રહ્યું નથી અને કદાચ આ જ કારણ છે કે હવે RRR ફિલ્મના સ્ટાર્સ તેમને લગ્ન માટે અભિનંદન આપી રહ્યા નથી.