ખૂબ જ સુંદર છે RRRમાં Ntr સાથે રોમાન્સ કરનાર બ્રિટિશ અભિનેત્રી ઓલિવિયા મોરિસ , જુઓ તેની સુંદર તસવીરો

બોલિવુડ

SS રાજામૌલીની RRR ફિલ્મ આ સમયે ખૂબ જ ધૂમ મચાવી રહી છે. ફિલ્મ 25 માર્ચે સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. ફિલ્મ બોક્સ ઓફિસ પર દરરોજ નવા રેકોર્ડ બનાવી રહી છે. ફિલ્મને દર્શકોનો સારો રિસ્પોંસ પણ મળી રહ્યો છે.

RRRની જેનિફરે જીતી લીધા ભારતીયોના દિલ: ફિલ્મમાં રામ ચરણ અને જુનિયર એનટીઆર મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મમાં આલિયા ભટ્ટ પણ છે. પરંતુ સૌથી વધુ મેહફિલ વિદેશી અભિનેત્રી ઓલિવિયા મોરિસ લૂટી ગઈ. ઓલિવિયા એક બ્રિટિશ અભિનેત્રી છે. ફિલ્મમાં તેને એક નરમ દિલની બ્રિટિશ મહિલા તરીકે દર્શાવવામાં આવી છે.

ઓલિવિયા મોરિસને ફિલ્મમાં જોઈને દર્શકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા. તેની ફિલ્મમાં ભલે નાની ભૂમિકા હોય, પરંતુ તે જેટલા સમય માટે પણ સ્ક્રીન પર રહી, દર્શકોની નજર તેના પરથી હટી નહિં. ફિલ્મમાં તેની જોડી જુનિયર એનટીઆર સાથે બનાવવામાં આવી. દર્શકોને બંને વચ્ચેની કેમેસ્ટ્રી ખૂબ પસંદ આવી. ઓલિવિયા મોરિસની સુંદર એક્ટિંગે દરેકને આશ્ચર્યચકિત કરી દીધા.

ફિલ્મમાં જેનિફરનું પાત્ર નિભાવનાર ઓલિવિયા મોરિસની મોટા પડદા પર આ પહેલી ફિલ્મ છે. તે ફિલ્મના પ્રખ્યાત નાતૂ નાતૂ ગીતમાં પણ જોવા મળી. ઓલિવિયા મોરિસે 2017 માં મેકબેથના અનુકૂલનથી પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. જોકે સિલ્વર સ્ક્રીન પર RRR તેની પહેલી ડેબ્યૂ ફિલ્મ છે.

કોણ છે ઓલિવિયા મોરિસ: ઓલિવિયા મોરિસ મૂળ રીતે કાર્ડિફ બેસ્ડ અભિનેત્રી છે. તે મોડલિંગ પણ કરે છે. તેની સુંદરતા અદ્ભુત છે. જે કોઈ પણ તેને જુવે છે તે બસ જોતા જ રહી જાય છે. તે રોયલ વેલ્શ કોલેજ ઓફ મ્યુઝિક એન્ડ ડ્રામામાંથી ટ્રેનિંગ પણ લઈ ચુકી છે. મોરિસ સોશિયલ મીડિયા પર પણ ખૂબ એક્ટિવ રહે છે.

ઇન્સ્ટાગ્રામ પર મોરિસના એક લાખથી વધુ ફોલોઅર્સ છે. તે અહીં અવારનવાર પોતાના ચાહકો સાથે પોતાના અંગત જીવન સાથે જોડાયેલા વીડિયો અને તસવીરો શેર કરતી રહે છે. RRR પછી ભારતમાં મોરિસના ચાહકોની સંખ્યામાં વધુ વધારો થયો છે. જો કે, તમને એ જાણીને નિરાશા થઈ શકે છે કે મોરિસ સિંગલ નથી. તેનો એક લોંગ ટાઈમ બોયફ્રેન્ડ છે. ખરેખર તે અભિનેતા જેક હેમેટને ડેટ કરી રહી છે.

RRR પછી, ભારતીયો ઓલિવિયા મોરિસને અન્ય ભારતીય ફિલ્મોમાં જોવા ઈચ્છે છે. ખાસ કરીને ઘણા લોકો તેને બોલિવૂડમાં એન્ટ્રી કરતા જોવા ઈચ્છે છે. જોકે તે તો સમય જ જણાવશે કે ઓલિવિયા મોરિસ અન્ય હિન્દી ફિલ્મો કરે છે કે નહીં.