ખૂબ જ અમીર રાજવી પરિવારની છોકરી છે બોલીવુડની આ 6 અભિનેત્રીઓ, રિયલ લાઈફમાં છે રાજકુમારીઓ, જાણો કોણ કોણ છે તેમાં શામેલ

બોલિવુડ

ફિલ્મી સ્ટાર્સ ઘણી વખત પોતાની ફિલ્મો અને પોતાની એક્ટિંગની સાથે જ પોતાની પર્સનલ લાઈફને લઈને પણ ખૂબ ચર્ચામાં રહે છે સાથે જ ચાહકો પણ ઘણીવખત પોતાના ફેવરિટ સ્ટાર્સ વિશે જાણવા માટે આતુર રહે છે. બોલીવુડ સ્ટાર્સનું ચર્ચામાં રહેવું વ્યજબી પણ છે, કારણ કે તેમની ફેન ફોલોવિંગ ખૂબ મોટી રહે છે. આવી સ્થિતિમાં, આજે અમે તમને હિન્દી સિનેમાની કેટલીક એવી અભિનેત્રીઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેમનો સંબંધ રાજવી પરિવાર સાથે છે અને આ અભિનેત્રી રિયલ લાઈફમાં પણ એક રાજકુમારીની જેમ રહે છે. તો ચાલો જાણીએ આવી જ 6 અભિનેત્રી વિશે.

સોહા અલી ખાન: સોહા અલી ખાન ફિલ્મ ઇન્ડસ્ટ્રીના એક મોટા પરિવાર સાથે સંબંધ ધરાવે છે. સોહાના પિતા ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર મન્સૂર અલી ખાન પટૌડી હતા. તેની માતા હિન્દી સિનેમાની દિગ્ગઝ અભિનેત્રી શર્મિલા ટાગોર છે. જણાવી દઈએ કે સોહા અલી ખાન ફિલ્મ ઈન્ડસ્ટ્રીના નવાબ પરિવાર સાથે સંબંધ ધરાવે છે. તેમના પિતા મન્સૂર અલી ખાન 1952 થી લઈને 1971 સુધી નવાબ રહ્યા હતા. આટલું જ નહીં સોહાના દાદા ઇફ્તિખાર અલી ખાન પટૌડીના આઠમા નવાબ હતા.

સોહા પણ આજે એક લગ્ન જીવન જીવે છે. નોંધપાત્ર વાત એ છે કે અભિનેતા સૈફ અલી ખાન અને કરીના કપૂર ખાન તેના ભાઈ-ભાભી છે. સોહા અલીએ વર્ષ 2015 માં પોતાનાથી ઉંમરમાં 4 વર્ષ નાના અભિનેતા કુણાલ ખેમુ સાથે લગ્ન કર્યા હતા. બંનેને એક પુત્રી છે જેનું નામ ઇનાયા છે.

અદિતિ રાવ હૈદરી: અભિનેત્રી અદિતિ રાવ હૈદરીનું નામ પણ આ લિસ્ટમાં શામેલ છે. અદિતી રાવ હૈદરીએ પોતાની ફિલ્મો અને એક્ટિંગથી કંઈ વધુ નામ તો નથી કમાવ્યું પરંતુ જ્યારે પણ વાત બોલિવૂડ અભિનેત્રીઓના રાજવી પરિવાર સાથે સંબંધની આવે છે તો આ લિસ્ટમાં અદિતિ રાવ હૈદરીનું નામ પણ શામેલ થાય છે. નોંધપાત્ર છે કે અદિતિના દાદા મોહમ્મદ સાલેહ અકબર હૈદરી અસામના રાજ્યપાલ રહી ચૂક્યા છે. જ્યારે અદિતિના નાના રામેશ્વરમ વનાપર્થીના રાજા હતા. અદિતિ રાવ હૈદરી પણ રાજવી પરિવારની પુત્રી છે.

ભાગ્યશ્રી: ભાગ્યશ્રી હિન્દી સિનેમાની જાણીતી અભિનેત્રી છે. નાની ઉંમરમાં જ ભાગ્યશ્રીએ પોતની બોલિવૂડ કારકિર્દીની શરૂઆત કરી હતી. વર્ષ 1989 માં તેમની પહેલી ફિલ્મ આવી હતી. તેની પહેલી ફિલ્મનું નામ ‘મૈને પ્યાર કિયા’ હતું. આ ફિલ્મમાં તેનો હીરો સલમાન ખાન હતો. ભાગ્યશ્રીની જ્યારે આ પહેલી ફિલ્મ હતી, તો સલમાનની આ મુખ્ય અભિનેતા તરીકે પહેલી ફિલ્મ હતી. ભાગ્યશ્રી તેની પહેલી જ ફિલ્મથી મોટી સ્ટાર બની ચુકી હતી. ભાગ્યશ્રીનો સંબંધ પણ રાજવી પરિવાર સાથે છે. નોંધપાત્ર છે કે મહારાષ્ટ્રના સાંગલી રાજવી પરિવાર સાથે સંબંધ ધરાવે છે. ભાગ્યશ્રીનું પૂરું નામ રાજકુમારી ભાગ્યશ્રી રાજે પટવર્ધન છે. તેમના પિતાનું નામ શ્રીમંત રાજા વિજયસિંહ રાવ માધોધરાવ પટવર્ધન છે.

સોનલ ચૌહાણ: સોનલ ચૌહાણને ‘જન્નત ગર્લ’ ના નામથી પણ ઓળખવામાં આવે છે. ખરેખર સોનલ ચૌહાણે પોતાની ફિલ્મી કારકિર્દીની શરૂઆત ફિલ્મ જન્નતથી કરી હતી. વર્ષ 2008 માં આવેલી આ ફિલ્મમાં સોનલે અભિનેતા ઇમરાન હાશ્મી સાથે કામ કર્યું હતું. પોતાની પહેલી જ ફિલ્મથી સોનલને મોટી ઓળખ મળી હતી અને તે રાતોરાત સ્ટાર બની ગઈ હતી, જોકે તે હિંદી સિનેમામાં પછી સફળ ન રહી. જણાવી દઈએ કે સોનલનો સંબંધ ઉત્તર પ્રદેશના રાજવી પરિવાર સાથે છે.

રિયા સેન અને રાયમા સેન: આ લિસ્ટમાં બે બહેનોની જોડી પણ શામેલ છે. આ બે બહેનો અભિનેત્રી રિયા સેન અને રાયમા સેન છે. રાજવી પરિવાર સાથે આ બંને અભિનેત્રીઓનો પણ સંબંધ છે. આ બંને અભિનેત્રીઓના પિતા ભરત દેવ વર્મા ત્રિપુરા રાજવી પરિવાર સાથે સંબંધ ધરાવે છે. જ્યારે બંનેની માતા મુનમુન સેનનો સંબંધ બરોડા રજવાડા સાથે છે. આ રજવાડાના રાજા સયાજીરાવ ગાયકવાડની મુનમુન ત્રીજી પુત્રી છે. રિયા સેન અને રાયમા સેન નો સંબંધ તો રાજવી પરિવાર સાથે છે જ સાથે જ તેની માતા મુનમુન નો સંબંધ પણ રાજવી પરિવાર સાથે છે. નોંધપાત્ર વાત એ છે કે 78 વર્ષની મુનમુન પણ પોતાના જમાનાની ખૂબ જ પ્રખ્યાત અભિનેત્રી રહી છે. તેણે ઘણી હિટ ફિલ્મોમાં કામ કર્યું છે.