લગ્નમાં અપ્સરા લાગી રહી હતી માધુરી દીક્ષિત, ગુપ્ત રીતે લીધા હતા શ્રીરામ નેને સાથે સાત ફેરા, જુવો તસવીરો

બોલિવુડ

માધુરી દીક્ષિત હિન્દી સિનેમાની સૌથી સફળ અભિનેત્રીઓમાંની એક તરીકે ઓળખવામાં આવે છે. માધુરી દીક્ષિતે માત્ર 17 વર્ષની ઉંમરમાં ફિલ્મોમાં મુખ્ય અભિનેત્રી તરીકે કામ શરૂ કર્યું હતું. તેણે બોલિવૂડની દુનિયામાં મોટું નામ કમાવ્યું છે. માધુરીએ તેની એક્ટિંગથી તો ચાહકોના દિલ પર રાજ કર્યું છે, સાથે જ માધુરીએ તેના શ્રેષ્ઠ ડાંસ અને ગજબની સુંદરતાથી પણ દરેકનું દિલ જીતી લીધું છે.

માધુરી દીક્ષિત બોલિવૂડનું એક મોટું નામ છે. માધુરી તેની પર્સનલ લાઈફને લઈને ઓછી ચર્ચામાં રહે છે. આવી સ્થિતિમાં આજે અમે તમને તેમના લગ્નની તસવીરો બતાવવા જઈ રહ્યા છીએ. જણાવી દઈએ કે વર્ષ 1999 માં માધુરી દીક્ષિતે ડૉક્ટર શ્રીરામ નેને સાથે લગ્ન કર્યા હતા અને બોલિવૂડના ઘણા મોટા કલાકારો તેમના લગ્નમાં શામેલ થયા હતા.

માધુરી દીક્ષિતનાં લગ્ન ખૂબ ગુપ્ત રીતે થયાં હતાં. માધુરીએ પોતાના લગ્નની કોઈને જાણ થવા દીધી ન હતી. લગ્ન પછી માધુરીએ તેના ચાહકોમાં લગ્નના સમાચાર શેર કર્યા હતા. આવી સ્થિતિમાં આજે અમે તમને માધુરી દીક્ષિતના લગ્નની કેટલીક તસવીરો બતાવવા જઈ રહ્યા છીએ. તમે જોઈ શકો છો કે માધુરીએ લગ્નમાં ગોલ્ડન કલરનો લહેંગો પહેર્યો હતો અને તેની સાથે રેડ કલરની ચૂનરી હતી. સાથે જ માધુરીના પતિ ડૉક્ટર શ્રીરામ નેને પણ ખૂબ જ હેંડસમ લાગી રહ્યા હતા.

માધુરી દીક્ષિતે ગુપ્ત રીતે લગ્ન કર્યાં હતાં જોકે તેના લગ્નના રિસેપ્શનમાં હિન્દી સિનેમાનાં ઘણાં મોટા નામ પહોંચ્યાં હતાં. સદીના સુપરસ્ટાર અમિતાભ બચ્ચન, પ્રખ્યાત ફિલ્મ નિર્માતા બોની કપૂર, દિલીપકુમાર, સાયરા બાનો, દિગ્ગજ અભિનેત્રી શ્રીદેવી અને હિન્દી સિનેમાના સૌથી પ્રખ્યાત દિવંગત વિલન અમરીશ પુરી પણ માધુરી દીક્ષિત અને શ્રીરામ નેનેના લગ્નના રિસેપ્શનમાં પહોંચ્યા હતા. અન્ય ઘણા બોલીવુડ સ્ટાર્સ પણ માધુરી ના વેડિંગ રિસેપ્શનમાં જોવા મળ્યા હતા.

તસવીરોમાં તમે જોઈ શકો છો કે લગ્ન દરમિયાન માધુરી દીક્ષિત ખૂબ જ સુંદર લાગી રહી હતી. ગોલ્ડન લહેંગામાં દુલ્હન બનેલી માધુરીએ દરેકનું દિલ જીતી લીધું હતું, શ્રીરામ નેને પણ હેંડસમ લાગી રહ્યા હતા.

પોતાના એક ઇન્ટરવ્યુ દરમિયાન માધુરી દીક્ષિતે તેના લગ્ન વિશે જણાવ્યું હતું કે, “શ્રીરામ નેને સાથે લગ્ન કરવાનું એક મોટું કારણ એ હતું કે તેણે કહ્યું હતું કે તેને સારી રીતે રસોઈ બનાવતા આવડે છે. મને રસોઈ બનાવવાનો અને ખાવાનો શોખ છે. મારા પતિ મારાથી સારી રસોઈ બનાવે છે.”

આ સાથે જ માધુરીએ એક ઇન્ટરવ્યુમાં એ પણ કહ્યું હતું કે, તેમણે બોલિવૂડ છોડીને બહારની વ્યક્તિ સાથે શા માટે લગ્ન કર્યા. માધુરીના કહેવા મુજબ બોલિવૂડની મિત્રતામાં તેને ક્યારેય વિશ્વાસ ન રહ્યો અને આ કારણે તેમણે બોલીવુડની બહારની વ્યક્તિને પોતાના જીવનસાથી તરીકે પસંદ કરી.

બે પુત્રોના માતાપિતા છે માધુરી અને શ્રીરામ: માધુરી દીક્ષિત અને શ્રીરામ નેને આજે બે પુત્રોના માતા-પિતા છે. એક પુત્રનું નામ અરિન નેને અને બીજાનું નામ રિયાન નેને છે. બંને હવે ખૂબ મોટા થઈ ચુક્યા છે અને માતા માધુરીની સાથે તેઓ ઘણીવાર હેડલાઇન્સનો ભાગ બની જાય છે.