બોલીવુડની આ 6 અભિનેત્રીઓએ વિદેશિઓ સાથે લીધા છે સાત ફેરા, જાણો કઈ કઈ અભિનેત્રી છે તેમાં શામેલ

બોલિવુડ

ભારતીય સમાજમાં પરિવાર એક સંસ્થા તરીકે છે, તો લગ્ન તે સંસ્થાનો જરૂરી નિયમ. આટલું જ નહીં તમે તે ગીત તો જરૂર સાંભળ્યું હશે કે, “એક પરદેસી મેરા દિલ લે ગયા …”, ખરેખર જોવામાં આવે તો આ ગીત બોલિવૂડમાં સારી રીતે બંધ બેસે છે અને કહેવાય છે કે પ્રેમ સીમાઓ જોઈને ક્યાં કરવામાં આવે છે? પ્રેમ તો થઈ જાય છે. પ્રેમના આવા ઘણા ઉદાહરણ બોલીવુડ આપી રહ્યું છે. જણાવી દઈએ કે પ્રેમનું એક આવું જ ઉદાહરણ આપણી બોલિવૂડ અભિનેત્રીઓએ આપ્યું છે, જેમણે પોતાનું દિલ વિદેશીઓ સાથે લગાવ્યું.

તેમણે બધા બંધનો તોડીને પોતાના સપનાના રાજકુમાર સાથે લગ્ન કર્યા અને આજે એક સારું અને સુખી જીવન પણ જીવી રહી છે. પરંતુ આમ કરીને તેમણે ભલે પ્રેમનું મીઠું અને સુંદર ઉદાહરણ આપ્યું હોય, પરંતુ ઘણા ચાહકોના દિલ તોડી નાખ્યા. આવી સ્થિતિમાં ચાલો આજે અમે તમને એવી અભિનેત્રીઓ વિશે જણાવીએ, જેમણે દેશ છોડીને વિદેશી છોકરા સાથે દિલ લગાવ્યું અને તેમણે સાત સમુદ્ર પાર રહેતા પોતાના સોલમેટનો હાથ પકડ્યો અને આજે દુનિયાભરમાં કપલ ગોલ સેટ કરી રહી છે.

પ્રિયંકા ચોપરા: બોલિવૂડની ફેવરિટ સ્ટાર પ્રિયંકા ચોપરાએ માત્ર બોલીવુડમાં જ નહીં પરંતુ પોતાના કામથી હોલીવુડમાં પણ નામ કમાવ્યું છે. તે એક અભિનેત્રી હોવાની સાથે-સાથે એક સફળ ઉદ્યોગસાહસિક છે, એક સિંગર છે અને એક રાઈટર છે અને સાથે જ એક પ્રોડ્યુસર પણ. પોતાની ફિલ્મી કારકિર્દીમાં તેમનું નામ કેટલાક અભિનેતાઓ સાથે જોડાયું જરૂર, પરંતુ દિલનો સંબંધ બની શક્યો નહીં. ત્યાર પછી પ્રિયંકાની મુલાકાત નિક જોનાસ સાથે મેટ ગાલામાં થઈ અને ત્યાર પછી બંનેની નિકટતાએ ખૂબ હેડલાઇન્સ બનાવી. લોકોએ બંનેની ઉંમરના તફાવતને લઈને ટીકા પણ કરી હતી, પરંતુ બંને અડગ રહ્યા અને વર્ષ 2018 માં પ્રિયંકા ચોપરા અને નિક જોનાસે લગ્ન કરી લીધા. જણાવી દઈએ કે નિક જોનાસ એક અમેરિકન સિંગર છે.

પ્રીતિ ઝિન્ટા: બોલિવૂડની બબલી એટલે કે ડિમ્પલ ગર્લ પ્રીતિ ઝિન્ટા લાખો લોકોના દિલની ધડકન છે. નોન ફિલ્મી બેકગ્રાઉંડથી હોવા છતાં, તેણે પોતાનું નામ બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં બનાવ્યું. પોતાની દમદાર એક્ટિંગથી લોકોનું દિલ જીત્યું. એક સમયે પ્રીતિનું નામ નેસ વાડિયા સાથે જોડાયું, પરંતુ બંનેનો સંબંધો વિવાદ સાથે સમાપ્ત થયો. કેટલાક મીડિયા રિપોર્ટ્સ મુજબ નેસે વર્ષ 2009 માં એક પાર્ટીમાં પ્રીતિને થપ્પડ મારી હતી. જો કે બંનેએ ક્યારેય તેમના સંબંધ વિશે વાત કરી નથી.

વર્ષ 2014 માં પ્રીતિએ નેસ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ત્યાર પછીથી બંનેએ ક્યારેય એકબીજા સાથે વાત કરી નથી. આ દરમિયાન પ્રીતિ અમેરિકાના બિઝનેસમેન જીની ગુડનફને મળી થોડા સમયની ડેટિંગ પછી, આપણી ડિમ્પલ ગર્લે વર્ષ 2018 માં લગ્ન કરીને લાખો લોકોનું દિલ તોડી નાખ્યું હતું.

સેલિના જેટલી: સેલિના જેટલીએ વર્ષ 2001 માં ફેમિના મિસ ઇન્ડિયાનો એવોર્ડ જીત્યો હતો અને ત્યાર તે પછી તે કેટલાક મ્યુઝિક વીડિયોમાં જોવા મળી હતી. તેણે પોતાની કારકિર્દીની શરૂઆત ફિલ્મ ‘જાનશીન’ થી કરી હતી. આ ફિલ્મ તો ન ચાલી, પરંતુ સેલિનાની સુંદરતાએ ઘણા લોકોને દીવાના બનાવી દીધા હતા. ત્યાર પછી તેણે ઘણી ફિલ્મોમાં કામ કર્યું. આ દરમિયાન, 2009 માં સેલિના દુબઈમાં તેના પતિ અને ઓસ્ટ્રિયા સ્થિત હોટેલિયર પીટર હાગને મળી.

વર્ષ 2010 માં સગાઈ અને 2011 માં લગ્ન કર્યા પછી, સેલિનાએ ફિલ્મોને બાય-બાય કહી દીધું અને પોતાના બાળકો પર ધ્યાન આપવાનું શરૂ કર્યું. જણાવી દઈએ કે સેલિના મોટી મોટી બ્રાન્ડ્સ સાથે કોલાબ્રેશન કરે છે. તે ઇન્સ્ટાગ્રામ પર એક્ટિવ રહે છે અને ટૂંક સમયમાં ફિલ્મોમાં કમબેક કરશે.

રાધિકા આપ્ટે: રાધિકા આપ્ટેએ ફિલ્મોમાં આવતા પહેલા થિયેટરમાં એક્ટિંગ કરી. જણાવી દઈએ કે તેમણે વર્ષ 2005 માં ફિલ્મ ‘લાઈફ હો તો એસી’ થી પોતાની એક્ટિંગની શરૂઆત કરી હતી. હિન્દી ફિલ્મોની સાથે તે તમિલ, તેલુગુ, મલયાલમ, બંગાળી અને મરાઠી ફિલ્મોમાં પણ કામ કરી ચુકી છે. તેને ઓળખ મળી ફિલ્મ ‘શો ઇન ધ સિટી’ થી, જેમાં તેની સાથે તુષાર કપૂર હતો. આ ફિલ્મ પછી તેમના અફેરના સમાચાર બહાર આવ્યા, પરંતુ ટૂંક સમયમાં તે પણ બંધ થઈ ગયા, કારણ કે આ દરમિયાન રાધિકા કંટેમ્પરરી શીખવા માટે લંડન ગઈ હતી.

અહીં તેની મુલાકાત જાણીતા કંટેમ્પરેરી મ્યૂઝિશિયન બેનેડિક્ટ ટેલર સાથે થઈ. થોડા સમય સુધી ડેટિંગ કર્યા પછી, બંનેએ વર્ષ 2012 માં લગ્ન કર્યા. જો કે થોડા સમય સુધી, બંનેએ તેમના લગ્નને ગુપ્ત રાખ્યા હતા. ત્યાર પછી રાધિકા આપ્ટેના મિત્રએ તેમના લગ્ન વિશે મીડિયાને જણાવ્યું હતું અને વર્ષ 2013 માં બંનેના લગ્નની રિસેપ્શન પાર્ટી પણ રાખી હતી.

શ્રિયા સરન: જણાવી દઈએ કે પ્રખ્યાત સાઉથ અભિનેત્રી શ્રિયા સરન બોલિવૂડની પણ કેટલીક ફિલ્મોમાં જોવા મળી ચુકી છે. શ્રિયા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને ઘણી વખત તેના વીડિયો શેર કરતી રહે છે. વર્ષ 2007 માં રજનીકાંતની ફિલ્મ ‘શિવાજી: ધ બોસ’થી તેને ખૂબ લોકપ્રિયતા મળી હતી. શ્રિયા બોલીવુડમાં પણ પોતાનો હાથ અજમાવી ચુકી છે. તેમણે ‘આવારાપન’ અને ‘દ્રશ્યમ’ જેવી ફિલ્મોમાં જબરદસ્ત એક્ટિંગથી લોકોના દિલ જીતી લીધા. શ્રિયાની મુલાકાત માલદીવમાં ટેનિસ ખેલાડી આન્દ્રે કોશેવ સાથે થઈ હતી.

બંનેને એક જ નજરમાં પ્રેમ થઈ ગયો અને આપણી સુંદર બાલાએ ઉદેપુરમાં વર્ષ 2018 માં વિદેશી બાબુ સાથે લગ્ન કર્યા. ત્યાર પછી શ્રીયા બાર્સેલોનામાં શિફ્ટ થઈ ગઈ હતી. બંને ઈન્સ્ટાગ્રામ પર એકબીજા સાથે વીડિયો અને તસવીરો શેર કરતા હતા. તે જ વર્ષે, શ્રિયા તેના પતિ સાથે ભારત શિફ્ટ થઈ. તેણે આ માહિતી તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર પણ આપી હતી.