પહેલા માર-પીટના આરોપમાં પતિ પર નોંધાવી હતી એફઆઈઆર, આજે પતિ સાથે રોમેંટિક થઈને શેર કર્યો આ વીડિયો

Uncategorized

બોલિવૂડ અભિનેત્રી અને મોડેલ પૂનમ પાંડે કોઈ ને કોઈ કારણોસર હેડલાઇન્સ બનાવતી રહે છે. છેલ્લા કેટલાક દિવસોથી તે તેના પતિ સેમ બોમ્બે સાથેના તેના સંબંધો વિશે પણ મોટી હેડલાઇન્સ બનાવી રહી હતી. લગ્નના થોડા દિવસો પછી જ પૂનમ પાંડેએ તેના પતિ પર માર-પીટ કરવાનો આરોપ લગાવ્યો હતો.

પૂનમ પાંડે અહીં જ અટકી ન હતી, તેણે પોલીસમાં પતિ સામે એફઆઈઆર પણ નોંધાવી હતી. જો કે પછી પૂનમ પાંડેએ તેના પતિ સામેની તમામ ફરિયાદો પાછી ખેંચી લીધી હતી. બંને વચ્ચે એવું લાગે છે કે હવે બધું બરાબર થઈ ગયું છે. આ વિશે પૂનમ પાંડેએ પોતે જ સોશિયલ મીડિયા પર માહિતી શેર કરી હતી.

પૂનમ પાંડેનું સોશ્યલ મીડિયા એકાઉન્ટ પણ તેની પુષ્ટિ કરતું જોવા મળી રહ્યું છે. પૂનમ પાંડેએ તાજેતરમાં જ તેના પતિ સેમ બોમ્બે સાથે સોશિયલ મીડિયા પર એક રોમેન્ટિક વીડિયો પોસ્ટ કર્યો હતો, જેમાં તેની સ્ટાઇલ ખૂબ રોમેન્ટિક દેખાઈ રહી છે.

વીડિયોમાં શું છે? પૂનમ પાંડેએ જે વીડિયો સોશ્યલ મીડિયા પર શેર કર્યો છે તેના કેપ્શનમાં તેણે લખ્યું છે, મિસ્ટર એન્ડ મિસિઝ બોમ્બે. આ વીડિયોમાં જોઇ શકાય છે કે સેમ અને પૂનમ એક બીજા સાથે વાત કરવામાં વ્યસ્ત છે. તેના પતિને પૂનમ કહે છે કે શું તું કઈ કહેવા ઇચ્છે છે. આ વિશે સેમ જવાબ આપે છે કે હું કંઈક વિચારી રહ્યો છું. તને કંઈક કહેવાનું છે શું? પૂનમ આના પર ના જવાબ આપે છે. સેમ પૂનમને પૂછે છે કે તમારું માથું આટલું નાનું કેમ છે? તેના પતિને પૂનમ જવાબ આપતા કહે છે કે, કારણ કે તમારું માથું મોટું છે.

આ વીડિયોમાં ખૂબ જ પ્રેમાળ રીતે, પતિ-પત્ની બંને એકબીજા સાથે વાત કરતા જોવા મળી રહ્યા છે. આ વીડિયોમાં બંને ખૂબ જ પ્રેમાળ દેખાઈ રહ્યા છે. વીડિયોથી સ્પષ્ટ થઈ રહ્યું છે કે આ બંને વચ્ચે જે પણ ટેંશન ચાલી રહ્યું હતું, તે હવે ગઈ કાલની વાત બની ગઈ છે. પૂનમ પાંડેએ તેના લગ્નની વાત સોશિયલ મીડિયા પર જણાવી હતી. તેણે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર લગ્નની ઘણી તસવીર પણ શેર કરી છે. માત્ર નજીકના મિત્રોને જ પૂનમે તેના લગ્નમાં આમંત્રિત કર્યા હતા.

પતિ પર લગાવ્યા હતા આ આરોપ: સેમ બોમ્બે સાથે લગ્ન કર્યા પછી પૂનમ પાંડે હનીમૂન માટે તેના પતિ સાથે ગોવા ગઈ હતી. આ સમય દરમિયાન જ તેણે તેના પતિ પર માર પીટનો આરોપ લગાવ્યો હતો અને તેની સામે કેસ પણ નોંધાવ્યો હતો. પૂનમ પાંડેએ સેમ બોમ્બે પર શારીરિક ત્રાસ અને ધમકી સાથે ઘરેલુ હિંસા કરવાનો આરોપ પણ લગાવ્યો હતો.

આટલું જ નહીં, બોલિવૂડ અભિનેત્રીએ એ પણ કહ્યું હતું કે તેના પતિએ તેને એટલું જોરથી માર્યું હતું કે તેને બ્રઈન હેમરેજ પણ થઈ ગયું હતું. જોકે, આ પછી પૂનમ પાંડેએ કહ્યું કે તેમની વચ્ચે બધુ બરાબર થઈ ગયું છે. પૂનમ પાંડેના પતિ કેમ બોમ્બે પણ આ વિશે રિએક્શન આપ્યું છે. તેઓએ પણ વિવાદને હલ કરવાની વાત કહી છે.

1 thought on “પહેલા માર-પીટના આરોપમાં પતિ પર નોંધાવી હતી એફઆઈઆર, આજે પતિ સાથે રોમેંટિક થઈને શેર કર્યો આ વીડિયો

  1. Hi my family member! I want to say that this post is amazing, great written and come with almost all significant infos. I would like to peer more posts like this .

Leave a Reply

Your email address will not be published.